For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ બેજીંગને કહ્યું "બાય" ઉપડ્યા શાંધાઇ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંજીંગમાં ચીનના વડાપ્રધાન લી કેકિયાંગને મળ્યા. જ્યાં તેમની વચ્ચે દ્રિપક્ષીય વાર્તાલાપ થયો. જે બાદ ભારત અને ચીને અંતરીક્ષ, વિજ્ઞાન, ટ્રેન, સ્માર્ટ સીટી જેવા મહત્વના 24 હસ્તાક્ષરો પર બન્ને દેશોએ હસ્તાક્ષર કર્યા.

મહત્વના કરારનું લીસ્ટ
1. રેલ્વે, ગુજરાત અને મહારાષ્ટ્ર મામલે કરાર
2. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના વિદેશ વિભાગે ભારતના વિદેશ મંત્રાલય સાથે કર્યો કરાર
3.ચીનમાં યોગ કોલેજ ખુલશે, જેમાં ભારત મદદ કરશે.
4. ચીન અમદાવાદમાં મહાત્મા ગાંધી સ્કિલ ડેવલોપમેન્ટ ઇન્ટીટ્યૂટ ખોલશે.
5. સ્કિલ ડેવલોપમેન્ટ પર કરાર
6. સિસ્ટર સિટીઝ પર કરાર
7. રેલ અને એજ્યુકેશન એક્સચેન્ઝ પર કરાર
8. ચીનના સરકારી ટીવી અને દૂરદર્શન વચ્ચે કરાર.
9. ભારતના નીતિ આયોગ અને ચીનના ડેવલોપમેન્ટ રિસર્ચ વચ્ચે કરાર
10. ભૂકંપ વિજ્ઞાન પર કરાર
11. ભારત-ચીન વચ્ચે થીંક ફોરમ બનાવા પર કરાર.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શિયાન થી બેજીંગની યાત્રા અને બેજીંગમાં આજે દિવસભરના તેમના કાર્યક્રમની પળે પળની ખબર અમે તમને આજે દિવસભર આપતા રહીશું. જે માટે આ ફોટો સ્લાઇડરને રિફ્રેશ કરતા રહેજો. હાલ જુઓ મોદીની બેજીંગ યાત્રા...

મોદીએ બેજીંગને કહ્યું "બાય"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેજિંગ ખાતે તેમના તમામ કાર્યક્રમ પૂરા કરીને શાંધાઇ તરફ જવા રવાના થઇ ગયા છે.

મોદીનું અલ્ટ્રીમેટ સેલ્ફી

ટેમ્પલ ઓફ હેવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના વડાપ્રધાન લી સાથે પડાવ્યો સેલ્ફી.

મોદીએ ભૂલકાંઓ જોડે પડાવ્યો સેલ્ફી

બેજીંગના ટેમ્પલ ઓફ હેવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની બાળકો જોડે કરી વાતચીત. વધુમાં તેમની જોડે મોદીએ પડાયો સેલ્ફી.

મોદીને ગમ્યું "યોગા-ટાઇચી"

વડાપ્રધાને ટેમ્પલ ઓફ હેવનમાં ભારતીય વિદ્યાર્થીઓને ટાઇ ચી અને ચીની વિદ્યાર્થીઓને યોગા કરતા જોઇને ભારે અચરજ થયું તેમણે કહ્યું કે તેમના આ અનુભવ અદ્ધભૂત હતો.

મોદી જિંનપિંગની યુનિવર્સિટમાં

નરેન્દ્ર મોદી શિઘુઆ યુનિવર્સિટીમાં ગયા. જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. વધુમાં તેમણે કહ્યું કે આ યુનિવર્સિટીએ ચીનને અનેક નેતા આપ્યા છે જેમાંથી જિંનપિંગ પણ એક છે.

મોદી NPC ચેરમેનને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટ હોલ ઓફ પિપુલ્સમાં નેશનલ પિપુલ્સ ક્રોંગ્રેસના ચેરમેનની સાથે મુલાકાત કરી.

ચીની અખબારોમાં છવાયા મોદી

ચીનમાં મોદીની બીજા દિવસની યાત્રામાં પણ ચીનના તમામ મુખ્ય છાપાઓના ફન્ટ્ર પેઝમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવાયેલા રહ્યા.

વડાપ્રધાન લી સાથે દ્વિપક્ષીય બેઠક

બેજીંગમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના વડાપ્રધાન લી કેકિયાંગને મળ્યા. જ્યાં તેમની વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ થઇ. જેમાં બન્ને દેશોના પ્રતિનિધિ મંડળે લગભગ 1 કલાક વાર્તાલાપ કર્યો.

ભારત અને ચીન વચ્ચે 24 કરાર થયા

જે બાદ બન્ને દેશો વચ્ચે મહત્વના 24 કરાર થયા જેમાં સિસ્ટર સીટી, રેલ, એજ્યુકેશન, સ્કિલ ડેવલોપમેન્ટ જેવા વિવિધ મુદ્દા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

બન્ને દેશોએ આપ્યું જોઇન્ટ સ્ટેટમેન્ટ

આ દ્વિપક્ષીય બેઠક અને મહત્વના કરારો પર હસ્તાક્ષર બાદ બન્ને દેશાના વડાએ સંયુક્ત રીતે પ્રેસને સંબોધી.

બેજીંગમાં આમિર ખાને "PK"ના ગીત પર કર્યો ડાન્સ

ભારતના પ્રતિનિધિ મંડળ સાથે ગયેલા બોલીવૂડ એક્ટર આમિર ખાન, ચીનમાં ખૂબ જ લોકપ્રિય છે. અને તેમની લોકપ્રિયતા બેજીંગમાં પણ જોવા મળી. જ્યારે તેમણે કેટલાક ચીની વિદ્યાર્થીઓ જોડે તેની ફિલ્મ પીકેના એક ગીત પર ડાન્સ કર્યો. જુઓ આ વીડિયો.

મોદીએ ચીની વેપારીને આમંત્રિત કર્યા

ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે આજે પ્રેસને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ "મેક ઇન ઇન્ડિયા" માટે ચીની વેપારીઓને ભારત આવવા માટે આમંત્રિત કર્યા. વધુમાં મોદી કહ્યું કે ભારત અને ચીનની આ ભાગીદારી "મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ" છે.

મોદી કરી સહદીય શાંતિની વાત

મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે બન્ને દેશો વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક સરળ, સકારાત્મક અને મૈત્રિપૂર્ણ રહી. વધુમાં તેમણે આ બેઠકમાં સરહદીય વિસ્તારોમાં શાંતિ જળવાઇ રહે તે માટે પર કટિબદ્ઘતા બતાવી.

મોદી અને લીની કેમેસ્ટ્રી

બન્ને નેતાઓએ પ્રેસને સંબોધ્યા બાદ એકાંતમાં થોડીક વાતચીત પણ કરી. જ્યાં તેમણે બન્ને દેશોના સંબંધો વિકસાવવા પર ભાર મૂક્યો. ત્યારે આ પ્રસંગે બન્ને નેતાઓની કેમેસ્ટ્રી જોતા જ બનતી હતી.

ભારત-ચીન ફોરમ

આજની બેઠક પહેલા બન્ને દેશોએ રાજ્ય અને પ્રાદેશિક નેતાઓ માટે ભારત-ચીનના ફોરમને પણ લોન્ચ કર્યું. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ને દેશો વચ્ચે થયેલી નવી શરૂઆત ગણાવ્યું

આનંદી બેનએ ફોરમને સંબોધી

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચીનમાં ભારત-ચીનના ફોરમને સંબોધી. અહીં તેમણે ગુજરાતના વિકાસ અને તકોથી ચીનના લોકોને માહિતગાર કર્યા.

દેવેન્દ્ર ફડણવીસનું સંબોધન

તો બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ફોરમને સંબોધ્યું હતું.

મોદી કહ્યું "આ ફોરમ છે સ્પેશ્યલ"

મોદીએ કહ્યું કે ભારત ચીન વચ્ચે બનેલ આ ફોરમ તેમના હદયની કરીબ છે. તેમણે કહ્યું કે તેમને ટીમ ઇન્ડિયા પર વિશ્વાસ છે. અને તે દેશના 30 રાજ્યોને ભારતના વિકાસના 30 પિલ્લર માને છે.

મોદીનું બેજિંગમાં અધિકૃત સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીનની રાજધાની બેજિંગમાં ચીનના વડાપ્રધાન લી દ્વારા ઇસ્ટર્ન પ્લાઝાના ગ્રેટ હોલ ઓફ પીપલમાં રાજકીય સ્વાગત કરવામાં આવ્યું. અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

બેજિંગમાં મોદી

આજે સવારે મળસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની રાજધાની બેજીંગ પહોંચ્યા.

મોદીના કાર્યક્રમમાં વરસાદ

શિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ત્યારે વરસાદ પડ્યો હતો પણ કાર્યક્રમને ચાલુ રાખવામાં આવ્યો હતો.

મોદી અને જિંનપિંગની મૈત્રી

મોદી અને જિંનપિંગની મૈત્રી

તમામ પ્રોટોકોલ તોડીને ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ બેજિંગની બહાર તેમની કર્મભૂમિ શિયાનમાં મોદીને મળવા દોડી આવ્યા. વધુમાં બન્ને સાથે બીગ વાઇલ્ડ ગૂઝ પેગોડાની મુલાકાત લીધી અને નાની નાની વાતોએ એકબીજાની જોડે શેર કરી. મોદી અને જિંનપિંગની આ જ મૈત્રી તેમના શિયાન પ્રવાસમાં દેખતા જ બનતી હતી.

ટેમ્પલ હેવનમાં પહોંચ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના વડાપ્રધાન લી સાથે બેજીંગના પ્રખ્યાત મંદિર, ટેમ્પલ ઓફ હેવન પહોંચ્યા.

યોગા-ટાઇચીનું સંગમ

ટેમ્પલ ઓફ હેવન ખાતે વડાપ્રધાન મોદી માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગા અને ચીનની ટાઇ ચી બન્ને શૈલીઓનું અહીંના પ્રટાંગણમાં પ્રદર્શિત કરાઇ

English summary
Narendra Modi said India and China have a historic responsibility to turn the relationship into a force of good
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X