For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેનના બુચામાં નરસંહારની UNSCમાં ભારતે કરી નિંદા, સ્વતંત્ર તપાસની માંગનુ કર્યુ સમર્થન

ભારત તરફથી પણ યુક્રેનમાં નૃશંસ હત્યાઓની ટીકા કરવામાં આવી છે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ યુક્રેનમાં જે રીતે સામાન્ય નાગરિકોની યુદ્ધકાળમાં જે રીતે હત્યા કરવામાં આવી છે અને તેના ફોટા સામે આવ્યા છે તેની યુનાઈટેડ નેશન્સમાં તમામ દેશોએ નિંદા કરી છે. ભારત તરફથી પણ યુક્રેનમાં નૃશંસ હત્યાઓની ટીકા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યુ છે કે આની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. યુએનએસસીમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ કહ્યુ કે યુક્રેનમાં સ્થિતિમાં સુધારો નથી દેખાઈ રહ્યો. હાલમાં જ બુચામાં જે રીતે સામાન્ય લોકોની હત્યાઓનો રિપોર્ટ સામે આવ્યો છે તે વિચલિત કરનારો છે. અમે આ હત્યાઓની નિંદા કરીએ છીએ અને સ્વતંત્ર તપાસની માંગનુ સમર્થન કરીએ છીએ.

UNSC India

તમને જણાવી દઈએ કે બુચામાં સામાન્ય લોકોના શબોના રસ્તા પર ફોટા સામે આવ્યા હતા ત્યારબાદથી જ તમામ દેશ રશિયાના સૈન્યની બર્બરતાની ટીકા કરી રહ્યા છે. એટલુ જ નહિ આ ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકો રશિયા સામે વધુ પ્રતિબંધો લગાવવાની માંગ કરી રહ્યા છે. અમેરિકાએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે તે રશિયાના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને નાણાકીય સંસ્થાઓ સામે કડક પ્રતિબંધો લગાવશે. આ સાથે જ તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં રશિયાને લાવવાની વાત કહી છે.

ટીએસ ત્રિમૂર્તિએ કહ્યુ કે જ્યારે નિર્દોષ સામાન્ય લોકોના જીવ જોખમમાં હોય છે, કૂટનીતિ દ્વારા જ તેને રોકવાનો એકમાત્ર વિકલ્પ હોય છે. તમને જણાવી દઈએ કે બુચાના ફોટા સામે આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને વૉર ક્રિમિનલ કહ્યા હતુ. તેમણે કહ્યુ હતુ કે પુતિન સામે વૉર ક્રાઈમ ટ્રાયલ થવી જોઈએ. વળી, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ કહ્યુ કે સામાન્ય નાગરિકોને ટેંકથી કચડી દેવામાં આવ્યા છે, મહિલાઓેનો રેપ કરવામાં આવ્યો છે અને તેમની સામે તેમના બાળકોની હત્યા કરવામાં આવી છે. બુચામાં રશિયાની સેનાએ જે કર્યુ છે તે બર્બરતા છે. યુએન ચાર્ટરનુ ઉલ્લંઘન કર્યુ છે. બુચામાં નરસંહાર આનુ ઉદાહરણ છે.

English summary
India condemns Bucha reports in Ukraine supports independent probe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X