• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#ModiAtWembley: મોદી કહ્યું ભારત મહેરબાની નહીં બરાબરી ઇચ્છે છે

|

લંડનના વેમ્બલે ફૂટબોલ સ્ટેડિયમમાં પહેલી વાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા. લગભગ 80 મિનિટના આ ભાષણમાં મોદીએ અનેક મુદ્દા પર વાત કરી પણ મહત્વપૂર્ણ પણે તેમણે કહ્યું કે ભારત તે નથી છે ખાલી છાપા અને ટીવી સ્ક્રિન પર દેખાય છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોવા અહીં 60 હજાર લોકો આવ્યા હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ભાષણ દ્વારા ત્યાં હાજર તમામ લોકોના મન જીતી લીધા.

આ પ્રસંગે સુંદર આતિશબાજી પણ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમના ઓર્ગેનાઇઝરનું માનીએ તો આ અત્યાર સુધીની સૌથી મોટી આતિશબાજી હતી. જેને મોદી અને બાળકો સાથે મળીને માણી હતી.

આ ઉપરાંત બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂન પણ આ પ્રસંગે લોકોને સંબોધિત કર્યા હતા અને હાજર લોકોને કેમ છો? કહ્યું હતું. જે બાદ લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. ત્યારે વેમ્બલે સ્ટેડિયમમાં યોજવામાં આવેલો ભવ્ય રંગારંગ કાર્યક્રમ, મોદીના ભાષણના ખાસ અંશ અને મોદીએ બ્રિટનની મહારાણીને શું ભેટ આપી તેની ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

અદ્ધભૂત આતિશબાજી

અદ્ધભૂત આતિશબાજી

નોંધનીય છે કે આ વેમ્બલે સ્ટેડિયમમાં મોડેનો જેવા જાણીતા સેલેબ્રિટી મેગા શો કરતા હોય છે ત્યારે મોદીના કાર્યક્રમની આતિશબાજી જોઇને આ શો પણ કોઇ રોકસ્ટારના શો જેવા જ ભવ્ય લાગતો હતો.

આતિશબાજી

આતિશબાજી

આ કાર્યક્રમના આયોજકોના જણાવ્યા મુજબ આ આતિશબાજી અત્યાર સુધીની સૌથી મોટી આતિશબાજી હતી. જેને મોદીએ સ્ટેજ પર ઊભા રહીને માણી હતી.

રંગારંગ કાર્યક્મ

રંગારંગ કાર્યક્મ

આ કાર્યક્રમમાં ગુજરાતી ગરબા ખાસ આકર્ષણ જમાવ્યું હતું. તો ગાયિકા કનિયા કપૂર "હેલો ગીત" અને અલિશા ચિનાય "મેડ ઇન ઇન્ડિયા" જેવા ગીતો પણ ગાયા હતા.

કાર્યક્રમ

કાર્યક્રમ

બ્રિટિશ ગાયક જે સીન અને ભારતીય વાયલિન વાદક જ્યોત્સના શ્રીકાંત પણ સંગીતનો કાર્યક્રમ આપી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

મોદીનું ભાષણ

મોદીનું ભાષણ

મોદીએ તેમના ભાષણ શરૂઆત અંગ્રેજીમાં કરી હતી અને પછી હિન્દી લોકોને દિવાળી કેવી ગઇ તેમ પૂછ્યું હતું. તેમણે આ દિવસને ઐતિહાસિક જણાવ્યો હતો. અને બધાનો આભાર માન્યો હતો. વધુમાં તેમણે અહીં 15 ડિસેમ્બરથી લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટની પણ જાહેરાત કરી હતી.

FDI નો મતલબ

FDI નો મતલબ

મોદી કહ્યું કે મારા મતે એફડીઆઇનો મતલબ છે પહેલા ભારતને મહત્વ આપો. તેમણે કહ્યું કે પૂરી દુનિયાને ભારતની ખૂબ જ આશાઓ છે અને ભારતને કોઇ દેશની મહેરબાની નથી જોઇતી. તેને બરાબરી જોઇએ છે.

મારા બે સ્વપ્ન છે: મોદી

મારા બે સ્વપ્ન છે: મોદી

મોદીએ કહ્યું કે મારા બે જ સ્વપ્ન છે એક 24 કલાકની વિજળી અને સફાઇ. આ માટે અમે વિવિધ પ્રકારના ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી વિજળી મેળવવા પ્રયત્નશીલ થયા છે. વધુમાં તેમણે કહ્યું કે ભારતીય સમાજ જ્યાં પણ ગયો છે તેમના સંસ્કાર સાથે લઇને ગયો છે અને તે બધાની મળીને રહે છે. ભારતની વિવિધતા તેની શાન છે.

ભારત તે નથી જે ટીવી પર દેખાય છે

ભારત તે નથી જે ટીવી પર દેખાય છે

મોદી કહ્યું કે ભારત તે નથી જે ટીવી અને છાપામાં દેખાય છે તેમણે કહ્યું કે ભારત તે છે જ્યાં હરિયાણા જેવા પ્રદેશમાં સેલ્ફી વીથ ડોટર જેવું અભિયાન ચાલે છે, ભારત તે છે જ્યાં ઇમરાન ખાન નામનો વ્યક્તિ 50 શિક્ષણ સંબંધી એપ્સ બનાવી તેને મફતમાં લોકહિતમાં સમર્પિત કર્યા છે.

ડેવિડ કેમરૂન- કેમ છો?

ડેવિડ કેમરૂન- કેમ છો?

નરેન્દ્ર મોદીના ભાષણની પહેલા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને લોકોને સંબોધ્યા હતા.

ભારતીય મૂળના લોકોથી મુલાકાત. તેમણે તેમના ભાષણની શરૂઆત નમસ્તે અને ગુજરાતીમાં કેમ છો બોલી કરી હતી. જેના લીધે ત્યાં હાજર તમામ લોકો ખુશ થઇ ગયા હતા.

અચ્છે દિન જરૂર આયેગે- ડેવિડ કેમરૂન

અચ્છે દિન જરૂર આયેગે- ડેવિડ કેમરૂન

તો પોતાના ભાષણમાં કેમરૂને મોદીના ચૂંટણી સમયના સ્લોગનને યાદ કરતા કહ્યું હતું કે મોદીની અધ્યક્ષતામાં ભારતના અચ્છે દિન જરૂરથી આવશે. તેમણે કહ્યું કે બ્રિટનના ભારતીયો મળીને બ્રિટનને એક ગ્રેટ બ્રિટન બનાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મોદી અને કેમરૂન ભેટ્યા

મોદી અને કેમરૂન ભેટ્યા

ત્યારે આ સમગ્ર બ્રિટન પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ મોદી અને ડેવિડની વચ્ચે અનોખો બ્રામાન્સ જોવા મળી રહ્યો હતો. કેમરૂન તેમના ભાષણ બાદ મોદીને ભેટ્યા હતા.

કેમરૂન પત્ની પહેરી સાડી

કેમરૂન પત્ની પહેરી સાડી

ત્યારે આ કાર્યક્રમ પહેલા મોદી કેમરૂન અને તેમની પત્નીને પણ મળ્યા હતા. કેમરૂનની પત્નીએ લાલ રંગની સાડી પહેરી હતી.

ભારતીય મૂળના લોકોની સાથે મોદી

ભારતીય મૂળના લોકોની સાથે મોદી

વધુમાં કાર્યક્રમ પહેલા મોદી ભારતીય મૂળના લોકોને પણ મળ્યા હતા. અને તેમણે તેની જોડે વાતચીત પણ કરી હતી.

લોકો બન્યા મોદીમય

લોકો બન્યા મોદીમય

ત્યારે સ્ટેડિયમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ભારતીયો મોદીની એક ઝલક જોઇને ભારે ખુશ થઇ ગયા હતા. અને તેમના ચહેરાની ખુશી આ તસ્વીરોમાં ખાસ દેખાતી હતી.

ક્વીન સાથે મોદી

ક્વીન સાથે મોદી

આ પહેલા નરેન્દ્ર મોદી કવીન એલિઝાબેથ 2 સાથે બર્કિંગહામ પેલેસમાં ખાસ લંચ લીધુ હતું. જો કે આ મુદ્દે મોદીએ કોહિનૂરની વાત કરવાનું ટાળ્યું હતું.

મોદીની રાણીને ગીફ્ટ

મોદીની રાણીને ગીફ્ટ

મોદીએ રાણીને પશ્ચિમ બંગાળીની ચા, જમ્મુ કાશ્મીરનું મધ અને વારાણસીથી ત્રિચૂરી સ્ટોલ ભેટ સ્વરૂપે આપ્યો હતો. વળી ટ્વિટર પર મોદીએ જ્યારે નહેરુના સમયે ક્વીન એલિઝાબેથ ભારત આવ્યા હતા તેની તસવીરો પણ મૂકી હતી.

English summary
India doesn't want favours from world wants equality says pm modi at wembley
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X