અફઘાનિસ્તાનને ભારતે સોંપ્યાં વધુ બે Mi-24V અટેક હેલિકોપ્ટર
કાબુલઃ ભારતે અફઘાનિસ્તાનને વધુ બે Mi-24V અટેક હેલિકોપ્ટર્સ સોંપ્યાં છે. અફઘાનિસ્તાનના રક્ષામંત્રી અસદુલ્લાહ ખાલિદને ભારતીય રાજદૂત વિનય કુમારે આ હેલિકોપ્ટર્સ સોંપ્યાં છે. સૂત્રો મુજબ આ હેલિકોપ્ટર્સ ભારત તરફથી 2015-16માં અફઘાનિસ્તાનના ભેટમાં આપવામાં આવેલ 4 હેલિકોપ્ટર્સના બદલામાં છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત ભારતીય દુતાવાત તરફથી આના પર એક ટ્વીટ પણ કરવામાં આવ્યું.
ત્રિપક્ષીય સમજૂતી અંતર્ગત હેલિકોપ્ટર મળ્યાં
દૂતાવાસ તરફતી કરવામાં આવેલ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, 'રાજદૂત વિનય કુમારે એમઆઈ-24વીને સેવામાં સામેલ કરવા પર એએએફને અભિનંદન અને સફળતા માટે શુભકામના આપી. રક્ષામંત્રી અસદુલ્લાહ ખાલિદે આ મદદ માટે ભારતનો આભાર વ્યક્ત કર્યોય' અફઘાનિસ્તાનની ચેનલ ટોલો ન્યૂજે કહ્યું કે હેલિકોપ્ટર્સને અફઘાનિસ્તાનના એક આર્મી એરબેઝ પર સોંપવામાં આવ્યું છે. ભારત તરફથી મેમાં આવા પ્રકારના ચાર હેલિકોપ્ટર્સ અફઘાનિસ્તાનને સોંપવામાં આવ્યાં હતાં. આ હેલિકોપ્ટર્સ વર્ષ 2015માં આપવામાં આવેલ ચાર હેલિકોપ્ટર્સની જગ્યા લેશે. ભારતે ડિસેમ્બર 2015માં અફઘાનિસ્તાનને ચાર એમઆઈ-24 હેલિકોપ્ટર્સ સોંપ્યાં હતાં. પાછલા વર્ષે જુલાઈ સુધી ભારતને આ ચારેય હેલિકોપ્ટર્સની સપ્લાઈ કરવાની હતી. પરંતુ તેમાં વિલંબ થયો અને હવે જઈ આ હેલિકોપ્ટર્સ અફઘાનિસ્તાનને મળ્યાં છે. અફઘાનિસ્તાન, બેલારુસ અને ભારતે એક ત્રિપક્ષીય ડીલ કરી હતી. જે અંતર્ગત અફઘાનિસ્તાનને ચાર હેલિકોપ્ટર્સ આપવાનાં હતાં. બેલારુસમાં આ હેલિકોપ્ટર્સ અપગ્રેડ કરવાના હતા અને તેનો ખર્ચો પણ ભારતે જ ઉઠાવવાનો હતો.
ભારત સૌથી મોટો મદદગાર દેશ
અફઘાનિસ્તાન માટે ભારત સૌથી મોટો મદદગાર દેશ છે. વર્ષ 2001થી અત્યાર સુધીમાં ભારત તરફથી અફઘાનિસ્તાનને ત્રણ બિલિયન ડોલરની મદદ કરવાાં આવી ચૂકી છે. ભારત તરફથી આપવામાં આવેલ હેલિકોપ્ટર અફઘાન ફોર્સિઝ અને તાલિબાન વચ્ચે ચાલી રહેલ લડાઈમાં મહત્વનો રોલ ભજવશે. આ હેલિકોપ્ટર અફઘાન એરફોર્સ માટે કરોડરજ્જુ સાબિત થશે. જેના આવવાથી અફઘાન સુરક્ષાબળોની તાકાતમાં વધારો થશે. 25 ડિસેમ્બર 2016ના રોજ પીએમ મોદી અફઘાનિસ્તાનના પ્રવાસ પર ગયા હતા અને આ દરમિયાન ભારતે હેલિકોપ્ટર્સ ગિફ્ટ કર્યાં હતાં. પીએમ મોદીએ આ દરમિયાન ભારત તરફથી નિર્મિત અફઘાન સંસદનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ભારત આ સમયે અફઘાન નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યોરિટીઝ ફોર્સિસને મદદ કરી રહ્યું છે. અફઘાન સૈનિકો ટ્રેનિંગ માટે ભારત આવે છે. અફઘાનિસ્તાનના પાયલોટ પણ ભારતમાં ટ્રેનિંગ મેળવી ચૂક્યા છે.
આગામી યુદ્ધ આપણે સ્વદેશી હથિયારોથી જીતીશુંઃ સેના પ્રમુખ બિપિન રાવત