• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અફઘાનિસ્તાનમાં ભારતે અધધધ 22 હજાર કરોડનું રોકાણ કર્યું હતું

|
Google Oneindia Gujarati News

તાલિબાને અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. કંધારથી લઈ કાબુલ સુધીના તમામ વિસ્તારો તાલિબાનના નિયંત્રણમાં છે. લાંબા સમય સુધી ચાલેલી હિંસા બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર નિયંત્રણ હાંસલ કરવામાં સફળ થયું છે. પરંતુ જેવી રીતે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો છે તે બાદ દુનિયાના કેટલાય દેશો સામે કૂટનૈતિક સંકટ ઊભું થયું છે. ભારત પણ આ દેશોની યાદીમાં સામેલ છે. ભારતે પણ અફઘાનિસ્તાનમાં કરોડો-અબજો રૂપિયાનું રોકાણ કર્યું હતું.

બે દશકાના દ્વીપક્ષિય સંબંધો ખતરામાં

બે દશકાના દ્વીપક્ષિય સંબંધો ખતરામાં

અફઘાનિસ્તાન સાથે સંબંધોને નવો આયામ આપવા માટે ભારતે પાછલા 20 વર્ષમાં કેટલાંય મહત્વનાં પગલાં ઉઠાવ્યાં. ભારત માટે અફઘાનિસ્તાન રણનૈતિક રીતે ઘણું મહત્વનું છે, એજ કારણ છે કે ભારત અફઘાનિસ્તાન સાથે સંબંધો સારા કરવા માટે શક્ય તમામ પગલાં ઉઠાવ્યાં. 1996થી 2001 વચ્ચે જ્યારે ભારતે દુનિયાના દેશો સાથે અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજને ખતમ કરવા માટે હાથ મિલાવ્યો તે ભારત માટે મોટું રણનૈતિક પગલું હતું. તે સમયે માત્ર પાકિસ્તાન, યએઈ અને સાઉદી અરબે તાલિબાનનો સાથ આપ્યો હતો. 9/11 બાદ ભારતે નવેસરથી અફઘાનિસ્તાન સાથેના સંબંધોને આગળ ધપાવ્યા.

કુલ 3 બિલિયન ડોલરનું રોકાણ

કુલ 3 બિલિયન ડોલરનું રોકાણ

ભારતે અફઘાનિસ્તાનમાં રસ્તા, ડેમ, વિજળી, ટ્રાંસમિશન લાઈન, સબસ્ટેશન, સ્કૂલ, હોસ્પિટલ વગેરે નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું. બારતે અમેરિકામાં 3 બિલિયન ડોલર એટલે કે 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એટલું જ નહી ભારતે અફઘાનિસ્તાન માટે આપણા દેશના બજારમાં ડ્યૂટી ફ્રી બિઝનેસનો રસ્તો ખોલ્યો હતો. બંને દેશ વચ્ચે 1 બિલિયન ડોલર સુધીનો દ્વીપક્ષીય વેપાર હતો. 2020માં વિદેશ મંત્રી એસ જયશંકરે જેનેવા કોન્ફ્રેંસમાં કહ્યું હતું કે આજે અફઘાનિસ્તાનનો એકેય એવો ભાગ નથી જ્યાં ભારતના પ્રોજેક્ટ ના હોય, અફઘાનિસ્તાનમાં ભારતના 400થી વધુ પ્રોજેક્ટ છે, જેને તમામ 34 અફઘાનિસ્તાનના પ્રાંતમાં ચલાવવામાં આવી રહ્યા ચે. પરંતુ હવે આ પ્રોજેક્ટ્સનું ભવિષ્ય અંધારમાં જણાઈ રહ્યું છે. આવો અફઘાનિસ્તાનમાં ભારતના મહત્વના 5 પ્રોજેક્ટ પર નજર નાખીએ.

સલમા ડેમ

સલમા ડેમ

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ભારતે સલમા ડેમ તૈયાર કર્ય હતો, જેનું ઉદ્ઘાટન 2016માં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ ડેમને ફ્રેંડશિપ ડેમના રૂપમાં પણ ઓળખાય ચે. જ્યાં મોટાપાયે 42 મેગાવોટ વિજળીનું ઉત્પાદન થાય ચે. અહીંના 75 હજાર હેક્ટર જમીનને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું.

જારંજ હાઈવે

જારંજ હાઈવે

અફઘાનિસ્તાનના નિમરુજ પ્રાંતની રાજધાની જારંજમાં ભારતે હાઈવેના નિર્માણમાં ઘણું રોકાણ કર્યું હતું. ભારતે અહીં હાઈવેનું નિર્માણ એ ઉદ્દેશ્યથી કર્યું હતું કે તે ઈરાનના ચાબહાર બંદરના રસ્તે જારંજ શહેર પહોંચી શકે અને અહીંથી તાજિકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, કિર્ગિસ્તાન સાથે જોડાય શકે.

સંસદ

સંસદ

કાબુલ સ્થિત અફઘાનિસ્તાનની સંસદનું નિર્માણ ભારતે કરાવ્યું હતું. આના માટે ભારતે કુલ 89 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. જેને 2015માં ખોલવામાં આવ્યું હતું અને પીએમ નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન ભાષણ આપતાં પીએમ મોદીએ રૂમીનો ઉલ્લેખ કર્યો હતો અને યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી ગીતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ આ બિલ્ડિંગને અફઘાનિસ્તાનના લોકતંત્ર માટે ભારતનું સન્માન ગણાવ્યું હતું. બિલ્ડિંગમાં એક બ્લોકનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર પણ રાખવામાં આવ્યું છે.

સ્ટોર પેલેસ

સ્ટોર પેલેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ અશરફ ગનીએ 2016માં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. જેને મૂળ સ્વરૂપે 19મી સદીમાં બનાવવામાં આવ્યો હતો પરંતુ 2009માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ બિલ્ડિંગના જીર્ણોદ્ધાર માટે કરાર કરવામાં આવ્યો હતો. આગા ખાન ટ્રસ્ટ ફોર કલ્ચરે આ પ્રોજેક્ટને 2013થી 2016 વચ્ચે પૂરો કરી લીધો હતો.

ઉર્જાના ક્ષેત્રમાં રોકાણ

ઉર્જાના ક્ષેત્રમાં રોકાણ

ભારતે ઉર્જાના ક્ષેત્રમાં પણ અફઘાનિસ્તાનમાં જબરું રોકાણ કર્યું હતું. પૂર્વી કાબિલ સ્થિત બઘલાનમાં 220 કેવી ડીસી ટ્રાંસમિશન લાઈન તૈયાર કરવામાં આવી હતી. જેનાથી રાજધાની પુલ એ ખુમારીમાં વિજળી ઉપલબ્ધ કરાવવામાં આવી શકે. ભારતીય કોન્ટ્રાક્ટર અને વર્કર્સે કેટલાય પ્રાંતોમાં ટેલીકોમ્યુનિકેશન ઈંફ્રાસ્ટ્રક્ચર પણ ફરીથી સ્થાપિત કર્યા હતા.

ઈંદિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ

ઈંદિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ

કાબુલમાં ભારતે ઈંદિરા ગાંધી ઈન્સ્ટિ્યૂટ ફોર ચાઈલ્ડ હેલ્થનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. જે સેંર યુદ્ધના સમયે જર્જર થઈ ગયું હતું જેને ભારતે 1985માં ફરી ઉભો કરવામાં મદદ કરી હતી. આ ઉપરાંત ભારતે બલ્ખ, કંધાર, ખોશ્ત, કુનાર, નિમરુજ, પાકતિયા, નૂરિસ્તાનમાં પણ ક્લીનિક બનાવ્યાં હતાં.

English summary
India had developed 5 major projects in Afghanistan at a cost of 22,000 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X