UNમાં ભારતે પાકિસ્તાનની કરી બોલતી બંધ, જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા આપ્યો જડબાતોડ જવાબ
ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂરા થવા પર આયોજિત વિશેષ કાર્યક્રમમાં પાકિસ્તાન માટે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનુ મોંઘુ સાબિત થઈ ગયુ અને ભારતે આના જવાબમાં આતકવાદનો મુદ્દો ઉઠાવીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. ભારતે કહ્યુ કે પાકિસ્તાન 'આતંકવાદનો ગઢ' છે. સાથે જ ભારતે પાકિસ્તાનને આતંકીઓને 'શરણ આપનાર' પણ ગણાવ્યુ. ભારત તરફથી કહેવામાં આવ્યુ કે આ એક એવો દેશ છે જ્યાં આતંક ફેલાવનારાને પ્રશિક્ષણ અને શહીદનો પણ દરજ્જો આપવામાં આવે છે.

લઘુમતીઓ સાથે અત્યાચાર
આ સાથે જ ભારતે કહ્યુ કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે અત્યાચાર સતત વધી રહ્યો છે. વાસ્તવમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ ભારતે જવાબ આપવાના અધિકાર હેઠળ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કહ્યુ કે હું જવાબ આપવાના અધિકાર હેઠળ પાકિસ્તાનના પ્રતિનિધિએ જે નિવેદન આપ્યુ છે તેનો જવાબ આપુ છુ. તેમણે પાકિસ્તાન વિશે કહ્યુ કે તે આ રીતના મંચનો ઉપયોગ ખોટા આરોપ લગાવવા માટે કરતા રહે છે. પાકિસ્તાની પ્રતિનિધિનો આ વિચાર ભારતના આંતરિક મામલામાં કયારેય ખતમ ન થનાર મનઘડંત વિચાર છે.

જમ્મુ કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ
તેમણે જમ્મુ કાશ્મીરને ભારતનુ અભિન્ન અંગ ગણાવીને કહ્યુ કે ભારત કુરેશીના આ દૂર્ભાગ્યપૂર્ણ નિવેદનને ફગાવે છે. તેમણે એ પણ કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્રનો જે એજન્ડા પૂરો નથી થયો તે આતંકવાદ સામે લડવાનો છે.

આતંકવાદ જેવા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર
મૈત્રીએ કહ્યુ કે આખી દુનિયામાં પાકિસ્તાન જ એવો દેશ છે જ્યાં આતંકવાદના કેન્દ્ર તરીકે વિખ્યાત છે. જે ખુદ એ વાત સ્વીકારી ચૂક્યુ છે કે તે આતંકીઓને પોતાને ત્યાં શરણ જ નહિ પરંતુ પ્રશિક્ષણ પણ આપે છે અને તેમને શહીદનો દરજ્જો પણ આપે છે. તે લઘુમતીઓ પર અત્યાચાર કરે છે. આ સાથે જ તેમણે કહ્યુ કે આ રીતના મંચનો ખોટો ઉપયોગ કરીને ધ્યાન ભટકાવવાના બદલે આતંકવાદ જેવા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.
ડ્રગ્ઝ કનેક્શનમાં દીપિકાનુ નામ જોડાતા કંગનાએ કર્યો કટાક્ષ - સ્ટાર કિડ્ઝ પૂછે છે, માલ છે શું?