For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ ચીન કહ્યું બાય ઉપડ્યા મંગોલિયા તરફ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. આજે ચીનની આર્થિક રાજધાની શાંધાઇ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની 22 મોટી કંપીઓના સીઇઓ સાથે મુલાકાત કરી. અને તેમને ભારતમાં વેપાર કરવા માટે આમંત્રિત કર્યા.

જે બાદ બન્ને દેશોની અનેક મોટી કંપનીઓ વચ્ચે 22 બિલિયન યૂએસ ડોલરના વેપારી કરાર થયા. ત્યારે બન્ને દેશાના ઉદ્યોગપતિઓને સંબોધતા મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે અનેક સમાનતા છે. વધુમાં તેમણે 2022 સુધીમાં દરેક ભારતીયને ઘર આપવાની પણ વાત કરી. તેમણે કહ્યું કે તે પહેલા ચરણમાં દોઢ કરોડ ઘર બનાવશે.

જો કે આજે જ મોંદી મંગોલિયા જવા પણ રવાના થવાના છે ત્યારે મોદીના અત્યાર સુધીના સફરને જાણો આ ફોટો સ્લાઇડરમાં. અને વડાપ્રધાનના આ પ્રવાસ વિષે વધુ જાણવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

ચીનમાં છવાયા મોદી

ચીનમાં છવાયા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમુદને શાંધાઇના કન્વેન્શન સેન્ટરમાં સંબોધ્યા. ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો મોદીની એક ઝલક મેળવા લોકો ઉમટી પડ્યા. બધે મોદી મોદીના નારા લાગ્યા.

મોદી:

મોદી: "દુખ ભરે દીન બિતે રૈ ભૈયા"

મોદીએ આજે ભારતીય સમુદાયનું સંબોધન કરતા કહ્યું કે પહેલા બધાને લાગતું હતું મોદી એક રાજકીય નેતા છે પણ આજે બધાને બોલતી બંધ થઇ ગઇ છે. વધુમાં તેણે કહ્યું કે બીજેપી સરકારના આવવાથી સારા દિવસો પાછા આવી ગયા છે. લોકોને ભારતીય હોવા પર ગર્વ થઇ રહ્યો છે.

શંધાઇમાં ગૂંજ્યું

શંધાઇમાં ગૂંજ્યું "મોદી, મોદી"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ICBC વર્લ્ડ એક્સોની પ્રદર્શની અને ભારતીય સમુદના કન્વેન્શન સેન્ટરમાં. ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો મોદીની એક ઝલક મેળવા ઉમટી પડ્યા. નોંધનીય છે કે અહીં મોદી ભારતીય સમુદાયને સંબોધશે.

શાંધાઇમાં મોદી મોદીના નારા

શાંધાઇમાં મોદી મોદીના નારા

શાંધાઇમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી છે. વધુમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા અહીં ઉમટ્યા છે.

મોદીનું ચિત્ર

મોદીનું ચિત્ર

આ કાર્યક્રમમાં મોદીના કંઇક અલગ રીતે મોદીના ચિત્રને બનાવામાં આવ્યું.

ફુડાન યુનિવર્સિટીમાં ગાંધી પર બોલ્યા મોદી

ફુડાન યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા ગાંધીજી પર બોલાતા કહ્યું કે ગાંધીજી એક યુગ પુરુષ હતા. આજે જે ગ્લોબલ વોર્મિંગ, આતંકવાદ જેવા પ્રશ્નો વિશ્વ સામે છે તેનું નિરાકરણ ગાંધીની વિચારશૈલીમાં મળશે.

ચીની વિદ્યાર્થીએ વાંચ્યા ગીતાના પાઠ

ફુડાન યુનિવર્સિટીમાં ચીની વિદ્યાર્થીઓએ ગીતાના પાઠ વાંચીને સેન્ટર ફોર ગાંધિયન એન્ડ ઇન્ડિયન સ્ટડિઝ કાર્યક્રમની શરૂઆત કરી.

મોદી પહોંચ્યા ફુડાન યુનિવર્સિટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શંધાઇની ફુડાન યુનિવર્સિટી પહોંચ્યા. જ્યાં તેમણે સેન્ટર ફોર ગાંધિયન એન્ડ ઇન્ડિયન સ્ટડિઝનું ઉદ્ઘાટન કર્યું.

મોદી મળ્યા શંધાઇના મેયરને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શંધાઇના મેયર યાંગ શીઓનંગને મળ્યા.

મોદી મળ્યા શાંધાઇ પાર્ટી સેક્રેટરીને

મોદી મળ્યા શાંધાઇ પાર્ટી સેક્રેટરીને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શાંધાઇના પાર્ટી સિક્રેટરી હાન ઝેંગ મળ્યા.

મોદી માટે ચીની બન્યા

મોદી માટે ચીની બન્યા "શાકાહારી"

શંધાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં પાર્ટી સિક્રેટરીએ ભોજ આપ્યું. વડાપ્રધાન પાક્કા શાકાહારી છે તે વાતનું ખાસ ધ્યાન રાખી ચીને એક સારા હોસ્ટ તરીકે તમામ વસ્તુઓ શાકાહારી રાખી. વધુમાં આજે મોદીને ચીનમાં કેરીનો પણ સ્વાદ પણ ચાખવા મળશે.

21 વેપારી કરારો, 22 બિલિયન ડોલરની ડિલ

21 વેપારી કરારો, 22 બિલિયન ડોલરની ડિલ

ભારત અને ચીનના જાણીતા ઉદ્યોગપતિઓએ આજે શાંધાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 21 વેપારી કરારો પર હસ્તાક્ષર કર્યા. આ વેપારી કરારો લગભગ 22 બિલિયન યુએસ ડોલરના છે.

મોદી કહ્યું ભારત ચીનને ઐતિહાસિક તક આપે છે

મોદી કહ્યું ભારત ચીનને ઐતિહાસિક તક આપે છે

ભારત ચીનના ઉદ્યોગ ફોરમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બન્ને દેશોના ઇતિહાસ અને ભવિષ્યમાં અનેક સમાનતા છે. ભારત ચીનને એક મોટી તક આપવા માંગે છે. વધુમાં તેમણે શંધાઇના વિકાસના પણ વખાણ કર્યા.

ચીનના તમામ કરોડપતિઓની લાઇન

ચીનના તમામ કરોડપતિઓની લાઇન

તો બીજી તરફ ચીનની પણ તમામ જાણીતી કંપનીના સીઇઓ પણ આ બેછકમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદી આ તમામ લોકોને પર્સનલી પણ મળ્યા હતા.

શાંધાઇમાં મોદીનું ભવ્ય સ્વાગત

શાંધાઇમાં મોદીનું ભવ્ય સ્વાગત

ચીનની વિદેશ યાત્રાના આખરી પડાવ એવા શાંધાઇમાં શુક્રવારે નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

સુબ્રમણ્યમ સ્વામી:

સુબ્રમણ્યમ સ્વામી: "આ છે મોદીની બેસ્ટ ટ્રીપ"

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મોદીની અત્યાર સુધીની વિદેશ યાત્રામાં ચીનની વિદેશયાત્રા હતી સૌથી બેસ્ટ. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાને પોતાની નીતિઓને યોગ્ય રીતે વિદેશમાં રજૂ
કરી છે.

ઝિયોમીના પ્રમુખ કહ્યું

ઝિયોમીના પ્રમુખ કહ્યું "હમ તુમ્હારે સાથે હૈ"

ઝિયોમીના પ્રમુખ લીન બીને કહ્યું કે ભારતને લઇને અમારી પાસે કેટલાક મોટો પ્લાન છે. અને અમે મેક ઇન ઇન્ડિયાને સંપૂર્ણપણે સપોર્ટ કરીએ છીએ.

અલીબાબાના ઝેક મા પણ કહ્યું

અલીબાબાના ઝેક મા પણ કહ્યું "મેક ઇન ઇન્ડિયા"

અલીબાબાના ફાઉન્ડર જેક માએ કહ્યું કે તે ભારતને લઇને ઉત્સાહી છે. અને તે ડિઝિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાને સાકાર કરવામાં પણ ઉત્સાહ ધરાવે છે.

વિકાસ સિક્કા કર્યો મોદીના વખાણ

ભારત અને ચીન વચ્ચે થયેલા વેપાર કરારો બાદ અનેક ઉદ્યોગપતિઓએ મોદીની આ પહેલના વખાણ કર્યા હતા. જેમાંથી ઇન્ફોસિસના સીઇઓ વિકાસ સિક્કા પણ હતા.

ભારતીના જાણીતા ઉદ્યાગપતિઓની હાજરી

ભારતની તમામ મોટી કંપનીના CEO શાંધાઇમાં રહ્યા હાજર હતા. પછી ઇનફોસિસના સીઇઓ વિકાસ સિક્કા હોય કે પછી વેલસ્પન સમૂહના ચેરમેન બી.કે. ગોયનકા હોય.

શાંધાઇના ભારતીયોએ કર્યું મોદીને વેલકમ

શાંધાઇના ભારતીયોએ કર્યું મોદીને વેલકમ

શાંધાઇમાં ભારતીય સમુદાયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. શાંધાઇના ભારતીયો દ્વારા આયોજીત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ભારતીયોએ કંઇક આ રીતે મોદીનું સ્વાગત કર્યું.

ભારતની ઝલક ચીનમાં

ભારતીય સમુદાય દ્વારા શાંધાઇમાં આયોજીત કાર્યક્રમમાં ભારત અને રંગીલા રાજસ્થાનની ઝલક જોવા મળી

નરેન્દ્ર મોદીએ ચીન કહ્યું બાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ચીનમાં તેમની વિદેશ યાત્રા પૂરી કરીને મંગોલિયા જવા નીકળી ગયા છે.

English summary
India is ready to do business and is constantly improving the ease of doing business, Prime Minister Narendra Modi said on Saturday at the India-China Business Forum here that saw 21 business agreements worth $22 billion being signed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X