રશિયાની મિત્રતા ક્યારેય નહીં ભૂલાવે ભારત: વડાપ્રધાન
મોસ્કો, 22 ઓક્ટોબર: વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે જણાવ્યું કે જ્યારે ભારતના સંસાધન સીમિત હતા અને તેના કેટલાંક જ મિત્રો હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય પડકારો દરમિયાન રશિયા તેની પડખે ઊભું હતું, ભારત આ વાતને ક્યારેય ભૂલાવે.
મોસ્કો સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સમાં એક વ્યાખ્યાન દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે 'રશિયા આંતરરાષ્ટ્રિય પડકારો વખતે ભારતના પડખે ઊભું હતું, જ્યારે અમારા સંશાધન સિમિત હતા અને કેટલાંક જ મિત્રો હતા. અમે જે પણ મદદ મેળવી તેના માટે એ તથ્ય છે કે ભારતે રશિયાને ક્યારેય નથી ભૂલાવ્યું.'
વડાપ્રધાને જણાવ્યું કે ભારત અને રશિયાના સંબંધ વાણિજ્ય અને સંસ્કૃતિના સ્થાયી સૂત્રો સાથે જોડાયેલ છે જે સદીઓ જૂના છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારત રાષ્ટ્રીય વિકાસના દરેક ક્ષેત્ર ભારે ઉદ્યોગ, વિદ્યુત, રક્ષા અથવા અવકાશમાં રશિયા સમર્થનથી અત્યધિક ફાયદો થયો છે.