કોરોના મહામારી સામે કોવેક્સીન 77.8% પ્રભાવીઃ બ્રિટિશ જર્નલ 'ધ લાંસેટ'નો દાવો
લંડનઃ ભારત સરકારની ચિકિત્સા અનુસંધાન એજન્સી અને ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલી 'કોવેક્સીન' કોરોના મહામારી સામે લડવામાં અસરદાર છે. આ વાત હવે દુનિયાની સૌથી જૂની અને સૌથી પ્રસિદ્ધ ચિકિત્સા મેગેઝીનોમાંની એક ધ લાંસેટની અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે. ધ લાંસેટના અભ્યાસ મુજબ કોવિડ-19 સામે કોવેક્સીન 77.8% પ્રભાવકારી છે. એવામાં તે લોકોને આપવી જરૂરી છે જેથી વર્તમાન સમયમાં લોકોને ખતરનાક વાયરસથી બચાવી શકાય.

બ્રિટિશ મેડિકલ જર્નલનો અભ્યાસ
'ધ લાંસેટ' એક બ્રિટિશ સાપ્તાહિક મેગેઝીન છે અને બ્રિટન એ દેશ પણ છે જેણે ભારતીયોને વેક્સીનેશશન છતાં પોતાને ત્યાં ક્વૉરંટાઈન કરાવ્યા હતા. બ્રિટન અને અમુક પશ્ચમી દેશોમાં ભારતીય વેક્સીનને પ્રભાવી માનવામાં આવતી નથી માટે વિદેશોમાં જઈ રહેલ ભારતીયોને મુશ્કેલી સહન કરવી પડી રહી છે. આવા સમયમાં 'ધ લાંસેટ' ભારત માટે ઘણુ મહત્વ ધરાવે છે. 'ધ લાંસેટ'માં પ્રકાશિત લાંબા સમયથી અવેઈટેડ વિશ્લેષણમાં કહેવામાં આવ્યુ છે કે જે વ્યક્તિ કોવેક્સીનનો ડોઝ લઈ રહ્યાછે તેમના શરીરમાં એક મજબૂત એંટીબૉડી ડેવલપ થાય છે, જે કોરોના વાયરસથી બચાવીને રાખે છે. 'ધ લાંસેટ'એ એક નિવેદનમાં કહ્યુ, 'કોવેક્સીનના બે ડોઝ અપાયાના બે સપ્તાહ બાદ વ્યક્તિમાં એક મજબૂત એંટીબૉડી પ્રતિક્રિયા ચાલે છે.'

કોવેક્સીનથી લોકોમાં મજબૂત એંટીબૉડી વિકસિત થઈ
બ્રિટિશ મેડિકલ જર્નલે કહ્યુ કે ભારતમાં નવેમ્બર, 2020 અને મે 2021 વચ્ચે 18-97 વર્ષની વયના 24,419 લોકોને જેને વેક્સીન આપવામાં આવી હતી, તેમાં કોઈ વેક્સીન સાથે જોડાયેલી ગંભીર અસર જોવા મળી નથી અને તેનાથી મોત કે પ્રતિકૂળ ઘટનાઓ પણ નોંધવામાં આવી નથી. આ વેક્સીન વિશે ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ તરફથી એક ટેસ્ટ બાદ કહેવામાં આવ્યુ હતુ કે લોકોને કોવેક્સીન આપી શકાય છે...શું ખરેખર વાયરસથી બચાવશે. આ વિશે આંશિક રીતે બંને નિગમોના અધિકારીઓ દ્વારા લખવામાં આવ્યુ હતુ કે કંપનીની પહેલાની પ્રભાવકારિતા અને સુરક્ષા ઘોષણાઓને જોતા તેને અપ્રૂવ કરવી જોઈએ.

ઘણા બધા દેશોએ નહોતી આપી માન્યતા
જે સમયે ભારતમાં લોકોને કોવેક્સીનનો ડોઝ આપવાનુ શરૂ કરવામાં આવ્યુ ત્યારે સરકારે આના ઉત્પાદનને વધારીને 100 મિલિયનથી વધુ કરાવ્યુ. વળી, ગયા સપ્તાહે વિશ્વ આરોગ્ય સંગઠને ઈનોક્યુલેશનને ઈમરજન્સી ઉપયોગ માટે અધિકૃત કોવિડ રસીને પોતાની સૂચિમાં જોડ્યુ. તેમછતાં અમુક દેશોએ પોતાના વિશ્લેષણ દરમિયાન આ વેક્સીનને પાસ કરવામાં ન આવી, માટે ભારતીયોને વિદેશ પહોંચવાની પ્રક્રિયામાં ઘણી અડચણો આવી.

છેવટે ડબ્લ્યુએચઓએ માની તાકાત
વેક્સીનનો અભ્યાસ કરતા ડબ્લ્યુએચઓના સ્વતંત્ર ટેકનિકલ નિગમે એ વેક્સીનને ડેવલપ કરતી કંપની પાસે આગળની માહિતી વિશે વારંવાર પૂછ્યુ. વળી, ઘણા દેશોમાં આની માન્યતા પણ નહોતી આપવામાં આવી.. આ મોદી સરકાર માટે નિરાશાજનક રહ્યુ . તેમછતાં ભારતમાં લોકોને આના ડોઝ આપવાનુ ચાલુ રાખવામાં આવ્યુ અને અત્યાર સુધી કરોડો લોકોને કોવેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ભારત બાયોટેકના અધ્યક્ષ કૃષ્ણા એલાએ પહેલા કોવેક્સીન પર સવાલ ઉઠાવનારા પર નિશાન સાધ્યુ હતુ અને આ સપ્તાહે પણ એક સંમેલનમાં તેમણે કહ્યુ કે જ્યાં સુધી ડબ્લ્યુએચઓની મંજૂરી મળી ત્યાં સુધી થયેલા ટીકાના કારણે અમારી છબીને ઘણી ઠેસ પહોંચી.

ભારતમાં આના 10 કરોડથી વધુ ડોઝ અપાયા
'ધ લાંસેટ' અનુસાર આ વેક્સીનમાં લોકોને દીર્ઘકાલીન સુરક્ષા અને પ્રભાવશીલતા સાથે-સાથે ગંભીર બિમારી સામે લડવાના ગુણ છે. જો કે આના પર વધુ શોધની જરૂર રહેશે. હાલમાં, મોટી વાત એ છે કે એક પ્રતિષ્ઠિત વિદેશી મેડિકલ જર્નલ એ દાવો કરે છે કે કોવિડ-19 સામે લડવામાં ભારતની કોવેક્સીન 77.8% પ્રભાવી છે.