For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં લોબિંગ પાછળ ભારતે 1 કરોડ ખર્ચ્યા

|
Google Oneindia Gujarati News

lobbying
વૉશિંગ્ટન, 22 એપ્રિલ : અમેરિકા સાથેના દ્વિપક્ષી સંબંધોના મામલે અમેરિકન સંસદ સભ્યોમાં લોબિંગ કરવાનું ભારત સરકારે ચાલુ રાખ્યું છે અને વર્ષ 2013ના પહેલા ક્વાર્ટરમાં અહીં પોતાના લોબિસ્ટ્સ પાછળ 1,80,000 ડોલર (આશરે એક કરોડ રૂપિયા) ખર્ચી નાખ્યા છે.

ભારત સરકારે 2005ના સપ્ટેમ્બરમાં અમેરિકામાં લોબિંગ શરૂ કર્યું હતું. ત્યારથી પોતાની લોબિંગ કંપની બાર્બર ગ્રિફીથ એન્ડ રોજર્સ એલએલસી (બીજીઆર)ને લગભગ 50 લાખ ડોલર (આશરે રૂપિયા 25 કરોડ) ચૂકવ્યા છે. લોબિંગ અંગે યુએસ કોંગ્રેસમાં ઉપલબ્ધ રેકોર્ડ્સ પરથી આ જાણવા મળ્યું છે.

અમેરિકામાં લોબિંગ કાયદેસર પ્રવૃત્તિ છે. પરંતુ તે માટે લોબિંગ કંપનીઓએ તેમના પ્રત્યેક ક્લાયન્ટ અંગે સેનેટમાં ડિસ્ક્લોઝર ફોર્મ્સ ફરજિયાત રજૂ કરવા પડે છે. બીજીઆર કંપનીએ રજૂ કરેલા પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે તેને ભારત સરકાર તરફથી 1,80,000 ડોલરની આવક થઈ છે.

વર્ષ 2013ના માર્ચના અંતે પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન અમેરિકામાં લોબિંગ કરનાર અન્ય ભારતીય કંપનીઓમાં ઓએનજીસી, વિશેષ લિમિટેડ, નાસ્કોમ અને સ્ટર્લિંગ બાયોટેકનો સમાવેશ થાય છે.

English summary
India spent 1 million on lobbying in America.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X