For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારય યુએસ વચ્ચે ન્યુક્લિયર ડીલ અંતર્ગત પ્રથમ વ્યાવસાયિક કરાર

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 28 સપ્ટેમ્બર : ભારત અને અમેરિકા અસૈન્ય પરમાણુ કરારના પાંચ વર્ષ બાદ અસૈન્ય પરમાણુ ઉર્જા પર પહેલો વ્યાવસાયિક કરાર શુક્રવારે વૉશિંગ્ટનમાં કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મનમોહન સિંહની સાથે વાતચીત બાદ પત્રકારોને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વ્યાવસાયિક કરાર થયો છે.

ઓબામાએ જણાવ્યું કે "અમે અસૈન્ય પરમાણુ ઉર્જાના મુદ્દે જબરદસ્ત પ્રગતિ કરી છે. વાસ્તવમાં અમે અસૈન્ય પરમાણુ ઉર્જા પર એક અમેરિકન કંપની અને ભારતની વચ્ચે વ્યાવસાયિક કરાર કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પ્રયાસોમાં સફળ રહ્યા છીએ."

manmohan-obama

ભારતની પરમાણુ સંચાલક સંસ્થા એનપીસીઆઇએલ(ભારતીય પરમાણુ ઉર્જા નિગમ લિમિટેડ) અને અમેરિકન કંપની વેસ્ટિંગહાઉસ વચ્ચે આ બાબતે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારને પગલે ભારતમાં એક પરમાણુ પ્લાન્ટ સ્થાપવામા આવશે.

જે કે ભારતીય કાયદામાં પરમાણુ જવાબદેહી સંબંધિત જોગવાઇ અંગે કોઇ વાતચીત થઇ નથી. જે અંગે અમેરિકાએ અગાઉ આકરા શબ્દોમાં વાંધો ઉઠાવ્યો હતો. ભારતમાં પાછલા સપ્તાહે પરમાણુ જવાબદેહી કાયદાથી સંબંધિત ખબરો અંગે મોટા ઉહાપોહની સ્થિતિ હતી.

English summary
India, US sign first commercial agreement under nuclear deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X