For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય અમેરિકી રાજેશ સુબ્રમણ્યમ બન્યા ફેડએક્સ એક્સપ્રેસના પ્રેસિડન્ટ-સીઈઓ

ભારતીય અમેરિકી રાજેશ સુબ્રમણ્યમને ફેડએક્સ એક્સપ્રેસના પ્રેસીડન્ટ અને સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય અમેરિકી રાજેશ સુબ્રમણ્યમને ફેડએક્સ એક્સપ્રેસના પ્રેસીડન્ટ અને સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. અમેરિકી કંપની ફેડએક્સ એક્સપ્રેસ આંતરરાષ્ટ્રીય સ્તરની કુરિયર ડિલીવરી સર્વિસ છે. સુબ્રમણ્યમ વર્તમાન સમયમાં ફેડએક્સ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસીડન્ટ, ચીફ માર્કેટિંગ ઓફિસર અને કમ્યુનિકેશન્સ ઓફિસર છે. 1 જાન્યુઆરી 2019થી તે પોતાનો કાર્યભાર સંભાળી લેશે. સુબ્રમણ્યમ, ડેવિડ એલ કનિંઘમની જગ્યા લેશે. કંપનીનું હેડક્વાર્ટર ટેનેસીમાં છે અને સુબ્રમણ્યમની ઓફિસ અહીં જ હશે.

Rajesh Subramaniam

આઈઆઈટી બોમ્બેથી ગ્રેજ્યુએટ

સુબ્રમણ્યમ આઈઆઈટી બોમ્બેથી ગ્રેજ્યુએટ છે અને તિરુઅનંતપુરમના રહેવાસી છે. તે છેલ્લા 27 વર્ષોથી ફેડએક્સ સાથે છે. કંપનીમાં તેમણે એક્ઝીક્યુટીવ સ્તરની ઘણી પોસ્ટ્સની જવાબદારીઓને પૂર્ણ કરી છે. તેમણે પોતાનું કેરિયર મેમફિસ સાથે શરૂ કર્યુ હતુ. ત્યારબાદ તે હોંગકોંગ જતા રહ્યા. અહીં તેમણે એશિયા પેસિફિક રીજનમાં માર્કેટિંગ અને કસ્ટમર સર્વિસની જવાબદારી સંભાળી. સુબ્રમણ્યમે કેનાડામાં ફેડએક્સ એક્સપ્રેસના પ્રેસીડન્ટ તરીકે પોતાની જવાબદારી સંભાળી અને ત્યારબાદ તે ઈન્ટરનેશનલ માર્કેટિંગના સીનિયર વાઈસ પ્રેસીડન્ટ બનીને અમેરિકા આવી ગયા.

વર્ષ 2013માં તેમને માર્કેટિંગમાં એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા. વર્ષ 2017માં તેમને એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ અને ચીફ માર્કેટિંગ અને કમ્યુનિકેશન્સ ઓફિસર બનાવવામાં આવ્યા. કંપની તરફથી તેમને આ જવાબદારી સોંપીને નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, 'આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજનો દ્રષ્ટિકોણ અને તેમનો વિશાળ અનુભવ તેમને એ યોગ્ય બનાવે છે કે તે સૌથી મોટી ઓપરેટિંગ કંપનીને લીડ કરી શકે.' સુબ્રમણ્યમે સાઈરાક્યુસ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જનિયરીંગમાં એમએસસી કર્યુ. ત્યારબાદ ઑસ્ટિન સ્થિત યુનિવર્સિટી ઓફ ટેકસાસમાં એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો.

આ પણ વાંચોઃ ત્રણ તલાક બિલ પર લોકસભામાં આજે થશે ચર્ચા, હોબાળો થવાની શક્યતાઆ પણ વાંચોઃ ત્રણ તલાક બિલ પર લોકસભામાં આજે થશે ચર્ચા, હોબાળો થવાની શક્યતા

English summary
Indian American Rajesh Subramaniam named as the President and CEO of US Multinational courier delivery service FedEx Express.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X