For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Midterm Election: અમેરિકામાં ભારતીય મૂળના અરુણા મિલરે મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર બની રચ્યો ઈતિહાસ

અમેરિકાની મધ્યવર્તી ચૂંટણીમાં ભારતીય મૂળની અરુણા મિલરે લેફ્ટનન્ટ ગવર્નર બનીને ઈતિહાસ રચી દીધો છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાની મધ્યવર્તી ચૂંટણીમાં ભારતીય મૂળની અરુણા મિલરે લેફ્ટનન્ટ ગવર્નર બનીને ઈતિહાસ રચી દીધો છે. ભારતીય-અમેરિકી મહિલા અરુણા મિલર મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નરનુ પદ સંભાળનાર પહેલા અપ્રવાસી બની ગયા છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના લાખો મતદારોએ ગવર્રન, સેક્રેટરી ઑફ સ્ટેટ અને અન્ય કાર્યાલયોના પ્રમુખ ચૂંટવા માટે મતદાન કર્યુ છે. ભારતીય મૂળના અમેરિકી અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલ પણ ફરીથી ચૂંટાવાની સંભાવના છે.

aruna miller

કોણ છે અરુણા મિલર

58 વર્ષીય ડેમોક્રેટ અરુણા મિલરનો જન્મ 6 નવેમ્બર 1964ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ સાત વર્ષની ઉંમરે તેમના માતા-પિતા સાથે અમેરિકા ગયા હતા. 1989માં તેમણે મિઝોરી યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. તેમણે મોન્ટગોમરી કાઉન્ટીમાં સ્થાનિક પરિવહન વિભાગ માટે 25 વર્ષ સુધી કામ કર્યુ.

અરુણા મિલરે 2010થી 2018 દરમિયાન મેરીલેન્ડ હાઉસ ઑફ ડેલિગેટ્સમાં 15 જિલ્લાઓનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. 2018માં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેમને ડેમોક્રેટ્સ વતી ગવર્નર પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. અરુણાએ ડેવિડ મિલર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. મિલર દંપત્તિને ત્રણ પુત્રીઓ છે.

English summary
Indian-American woman Aruna Miller become the first immigrant to hold the office of Lieutenant Governor in Maryland
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X