For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑલિમ્પિકમાં ભારતીય પુરુષ હૉકી ટીમનો બ્રૉન્ઝ મેડલ માટે જર્મની સાથે મુકાબલો, ઐતિહાસિક મૅચ

ઑલિમ્પિકમાં ભારતીય પુરુષ હૉકી ટીમનો બ્રૉન્ઝ મેડલ માટે જર્મની સાથે મુકાબલો, ઐતિહાસિક મૅચ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતીય પુરુષોની હૉકી ટીમની જર્મની સાથે મૅચ રમાઈ રહી છે.

ભારતીય ટીમ જર્મનીથી 5-3થી આગળ ચાલી રહી છે.

મૅચ અત્યંત રોમાંચક સ્થિતિમાં પહોંચી છે અને બન્ને ટીમ વિજય મેળવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

હાફ ટાઇમ પૂરો થયો ત્યાં સુધી બન્ને ટીમો 3-3 ગોલ સાથે બરોબર હતી.

જોકે, હાફ ટાઇમ બાદ ભારતે બે ગોલ ફટકારીને જર્મનીની ટીમને ભારે દબાણમાં લાવી દીધી હતી.

જર્મનીએ મૅચના પ્રારંભમાં જ એક ગોલ ફટકારીને ભારત સામે લીડ મેળવી લીધી હતી.

જોકે, બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ભારતે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં પાંચ ગોલ ફટકારી દીધા.

ભારત તરફથી પ્રથમ ગોલ સિમરનજિતસિંહે ફટકાર્યો. એ બાદ હાર્દિકસિંહ અને હરમનપ્રિતસિંહે સતત બે ગોલ ફટકાર્યા.

બન્ને ટીમો કાંસ્યપદક માટે મૅચ રમી રહી છે.

આ પહેલાં મંગળવારે ભારતીય ટીમ બેલ્જિયમની ટીમ સામે 5-2થી સેમિફાઇનલ મૅચ હારી ગઈ હતી.

જો ભારતીય ટીમે સેમિફાઇનલ મૅચ જીતી લીધી હોત તો સિલ્વર મેડલ પાક્કું થઈ જાત અને ફાઇનલમાં ગોલ્ડ જીતવાની તક સર્જાત.

જોકે, હવે ટીમ પાસે કાંસ્યપદક મેળવવાની તક છે.

જો ભારતીય ટીમ આ મૅચમાં વિજય હાંસલ કરી લે છે તો 41 વર્ષ બાદ ભારતીય હૉકી ટીમ ઑલિમ્પિકમાં મેડલ લાવવામાં સફળ થશે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Indian men's hockey team competes with Germany for a bronze medal in the Olympics, a historic match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X