For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લીબિયા: 65 ભારતીય નર્સો તરસી રહી છે ઘરે આવવા માટે

|
Google Oneindia Gujarati News

nurse
ઇરાક, 28 જુલાઇ: ઇરાક બાદ હવે લીબિયાની આંતરીક લડાઇમાં ભારતીય નાગરિકો ફસાઇ ગયા છે. અત્રે ઓછામાં ઓછી 65 ભારતીય નર્સો અને અન્ય કર્મચારીઓ ઘરે પાછા આવવા માટે તરસી રહ્યા છે.

નોન રેસીડેંટ કેરલ અફેર્સના સીઇઓ પી સુદીપે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'છેલ્લા ત્રણ દિવસોથી પરત ફરવાની રાહ જોઇ રહેલા લોકો 120 ફોન કોલ્સ મળ્યા છે, જેમાંથી 65 લોકોએ તુરંત પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.'

કેરલના મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ જણાવ્યું, 'મેં વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મદદ માટે અપીલ કરી છે, પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે ત્રિપોલી હવાઇ મથક બંધ છે અને સૌથી નજીક હવાઇમથક 15 કિમી દૂર મિટિગામાં છે, અમે વિશેષ ઉડાનોથી તેમને હેમખેમ પરત લાવવાની અપીલ કરી છે.'

લીબિયામાં ફંસાયેલી આ નર્સોના હોસ્ટેલ અને અલ ખાદર હોસ્પિટલની વચ્ચે લડાઇ ચાલી રહી છે. ગદ્દાફીના સત્તાથી બેદખલ હોવાની સાથે જ લીબિયામાં અંદરુની સંઘર્ષ શરૂ થઇ ગયો હતો. આખા દેશમાં સ્થાનીય યુદ્ધખોરો સરકારની વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠા છે. લીબિયાની રાજધાની ત્રિપોલીમાં સરકારી સુરક્ષા બળો અને યુદ્ધખોરોમાં ગોળીબારી થઇ રહી છે.

ઓમાન ચાંડીએ જણાવ્યું કે ત્રિપોલી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જ 350 ભારતીય નર્સો અને અન્ય કર્મચારી કામ કરી રહ્યા છે. બેનગાજી અને ત્રિપોલીની વચ્ચે લગભગ 1500 ભારતીય કામ કરી રહ્યા છે. પાછલા મહીને ઇરાકના તિકરિતથી 32 ભારતીય નર્સોને પરત લાવવામાં આવી હતી.

English summary
A group of 65 Indian nurses trapped in the fighting engulfing parts of Libya want to return home, officials say.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X