For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સાસમાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસની હત્યા કરનારને આજીવન કેદ

અમેરિકાના કેન્સાસમાં ભારતીય ટેક શ્રીનિવાસ કુચીભોતલાની હત્યા કરનાર અમેરિકી નેવી વેટરન એડમ પુરિંટનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના કેન્સાસમાં ભારતીય ટેક શ્રીનિવાસ કુચીભોતલાની હત્યા કરનાર અમેરિકી નેવી વેટરન એડમ પુરિંટનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. હૈદરાબાદના શ્રીનિવાસની 22 ફેબ્રુઆરી 2017 ના રોજ કેન્સાસ સિટીના એક બારમાં હત્યા કરી દેવામાં આવી હતી. 32 વર્ષીય શ્રીનિવાસ ઉપરાંત તેનો મિત્ર આલોક મદાસાની પર પણ ગોળી ચલાવવામાં આવી હતી અને તે ઘાયલ થઈ ગયો હતો. આ ઉપરાંત આ નેવી વેટરનનો પીછો કરનાર એક બાઈસ્ટેન્ડરને આ ઘટનામાં ગોળી વાગી હતી. આ ઘટના કેન્સાસ સિટીના ઑસ્ટિન બારમાં બની હતી.

srinivas

શું બન્યુ હતુ તે દિવસે

આ વર્ષે માર્ચમાં એડમને આ ઘટનાનો દોષી માનવામાં આવ્યો હતો અને તેને શુક્રવારે આજીવન કેદની સજા સંભળવવામાં આવી. આ મામલો રંગભેદ સાથે જોડાયેલો છે. સાક્ષીઓએ જણાવ્યુ કે એડમ બારમાં પ્રવેશ્યો અને તેણે વંશીય ટીપ્પણીઓ શરૂ કરી દીધી. તેણે શ્રીનિવાસ અને તેના મિત્ર આલોક પર ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધુ. શ્રીનિવાસ અને આલોક બંને ઓફિસ બાદ આ બારમા આવ્યા હતા. એડમને પહેલા બારમાંથી જવાનું કહેવામાં આવ્યુ. તે જતો પણ રહ્યો પરંતુ થોડી વારમાં પાછો આવ્યો અને બૂમો પાડવા લાગ્યો, 'ગેટ આઉટ ઓફ માય કન્ટ્રી.' ત્યારબાદ તેણે ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું. વળી, આ ઘટનામાં વચ્ચે પડી બચાવ કરનાર ઈયાન ગ્રિલિયોટને પણ ગોળી વાગી ગઈ હતી. કેન્સાસમાં ફેડરલ જજ પુરિંટને તેને ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો દોષી માન્યો અને તેને 165 મહિનાના સજા સંભળાવી.

શું કહ્યુ પત્નીએ

કુચીભોતલા અને મદાસાની તે વખતે અમેરિકા આવ્યા હતા જ્યારે બંને વિદ્યાર્થી હતા. બંને ઘટના સમયે જીપીએસ બનાવતી કંપની ગારમિનમાં કામ કરતા હતા. મદાસાનીએ તપાસ અધિકારીઓને જણાવ્યુ કે એડમે ગોળી ચલાવતા પહેલા પૂછ્યુ હતુ કે તે બંને ત્યાં કાનૂની રીતે રહે છે. શુક્રવારે જે સમયે એડમને સજા સંભળાવવામાં આવી રહી હતી ત્યારે શ્રીનિવાસના પરિવારનું કોઈ પણ સભ્ય ત્યાં હાજર નહોતુ. પરંતુ શ્રીનિવાસની પત્ની સુનયના દુમલાએ નિવેદન આપ્યુ છે. તેણે કહ્યું કે કાશ, એડમ તેના પતિને તેની ચામડીના રંગથી ઉપર ઉઠીને જોઈ શકતો કે જે ખૂબ જ સુંદર અને દયાળુ હ્રદયના વ્યક્તિ હતા. તેણે જણાવ્યું કે તે અને શ્રીનિવાસ બંને કેન્સાસમાં પોતાના ડ્રીમ હોમમાં એક પરિવારની જેમ રહેવાના સપના જોઈ રહ્યા હતા પરંતુ એડમે તેમના સપનાઓને ચકનાચૂર કરી દીધા.

English summary
indian techie srinivas kuchibhotla s killer us navy veteran gets life imprisonment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X