For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીઝા પૂરા થયા બાદ પણ હજારો ભારતીય વિદ્યાર્થીઓ હજી અમેરિકામાં રહે છે

અમેરિકાએ તે નાગરિકોને સંબંધિત આંકડા જારી કર્યાં છે જે 2017 માં વિઝાની અવધિ પૂરી થયા પછી પણ અહીં રહે છે. આ યાદીમાં ભારતીયોના નામ સૌથી ઉપર છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાએ તે નાગરિકોને સંબંધિત આંકડા જારી કર્યાં છે જે 2017 માં વિઝાની અવધિ પૂરી થયા પછી પણ અહીં રહે છે. આ યાદીમાં ભારતીયોના નામ સૌથી ઉપર છે. ભૂતકાળમાં, હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટને લગતા ડેટાનો અભ્યાસ નૉન પ્રોફિટ સંસ્થા સેન્ટર ફોર ઈમિગ્રેશન સ્ટડીઝ (સીઆઈએસ) દ્વારા કરવામાં આવ્યો છે. આ સંસ્થાના રિપોર્ટમાં, ખાસ કરીને વિદેશી કામદારો અથવા અન્ય વિઝા પર અમેરિકા આવેલા લોકો વિશેની માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વિઝા અવધિ સમાપ્ત થયા પછી પણ અહીં રહેતા ભારતીયોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2016 માં આ આંકડો 8061 હતો અને વર્ષ 2017 માં તેમાં 19 ટકાનો વધારો થયો છે.

visa

ભારત અને ચીનના વિદ્યાર્થીઓ

વિઝા પૂરા થયા પછી પણ કરોડો ભારતીય વિદ્યાર્થીઓ અહીં સ્થાયી થયા છે. રિપોર્ટ તૈયાર કરનારી જેસિકા વોગન કહે છે કે જે કેટેગરીમાં સૌથી વધારે લોકો અમેરિકામાં વસેલા છે તેમાં વિદ્યાર્થી અને એક્સચેન્જ વિઝીટર્સ સૌથી વધુ છે. આ કેટેગરી હેઠળ અમેરિકા આવતા લોકોની સંખ્યા બમણી થઇ છે. તેમણે કહ્યું કે ચીન, સાઉદી અરેબિયા, ભારત અને દક્ષિણ કોરિયાથી સ્ટુડન્ટ અથવા એક્સચેન્જ વિઝા હેઠળ અમેરિકામાં આવતા લોકોની સંખ્યામાં વર્ષ 2017 માં લગભગ 40 ટકા વધારો થયો છે. હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ સાથે ઉપલબ્ધ માહિતી અનુસાર 4,400 ભારતીયો એવા છે જેમના વિઝાની અવધિ પૂરી થઈ ગઈ છે પરંતુ તેઓ હજુ પણ અમેરિકામાં વસેલા છે. 7,000,000 લોકો એવા છે જેમનાં વિઝા 2017 માં પૂરા થઇ ગયા હતા અને તેઓ અમેરિકામાં હજી રહે છે. વર્ષ 2016 ની તુલનામાં આ આંકડામાં લગભગ પાંચ ટકાનો ઘટાડો છે.

English summary
According to Department of Homeland Security, Indians have topped the list of highest number of visa overstays in US
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X