Indo-pak Love Story : બે બાળકોની માતા પતિને છોડી પાકિસ્તાન પહોંચી, જાણો સમગ્ર ઘટના

Indo-Pak Love Story : પ્રેમને કોઇ સિમાડા નડતા નથી, એ કહેવત વર્તમાન સમય યથાર્થ થઇ રહી છે. થોડા સમય પહેલા પાકિસ્તાનની સીમા હૈદર ભારત આવી પહોંચી હતી. જે બાદ ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે. ભારતની અંજુ પોતાના પ્રેમ માટે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પહોંચી ગઇ હતી.

બંને વચ્ચે ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા થઈ હતી. 34 વર્ષની અંજુ પહેલાથી જ પરિણીત છે અને રાજસ્થાનના અલવર જિલ્લામાં રહેતી હતી.

Indo-pak Love Story

અંજુ મૂળ ઉત્તર પ્રદેશના કૈલોર ગામની છે, અને તેનો પ્રેમી નસરુલ્લા ખૈબર-પખ્તુનખ્વાનો છે. બંને ચાર વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે વાત કરતા હતા, પરંતુ તાજેતરમાં જ અંજુએ એક મહિનાનો વિઝિટ વિઝા લીધો અને તેના બોયફ્રેન્ડને મળવા પાકિસ્તાન પહોંચી હતી.

પાક મીડિયાના અહેવાલો અનુસાર, અંજુ તેના બોયફ્રેન્ડ નસરુલ્લાના ઘરે છે. શરૂઆતમાં પાક પોલીસે અંજુને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધી હતી, પરંતુ તેની પાસે માન્ય દસ્તાવેજો હોવાથી પોલીસે તેને છોડવી પડી હતી. આવા સમયે અંજુના પરિવારે તેના નસરુલ્લા સાથેના પ્રેમ સંબંધને નકારી કાઢ્યો છે.

અંજુના પરિવારજનોનું કહેવું છે કે, તે માન્ય દસ્તાવેજો સાથે વિદેશ મંત્રાલયની પરવાનગી લઈને પાકિસ્તાનની મુલાકાતે ગઈ છે, પરંતુ પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે, અંજુ નસરુલ્લાને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.

આ સમગ્ર મામલે અંજુના પતિનું કહેવું છે કે, તે કોઈના સંપર્કમાં હતી, તેને આ વાતની જાણ ન હતી. તેણી વિદેશમાં કામ કરવા માંગતી હતી, તેથી તેણે 2020 માં પાસપોર્ટ માટે અરજી કરી. અંજુના પતિએ જણાવ્યું હતું કે, તેમને બે બાળકો છે. તે બંને બાળકોને કહ્યા વગર છોડીને પાકિસ્તાન પહોંચી ગઈ હતી.

અંજુના પતિએ જણાવ્યું હતું કે, તે તેના મામાના ઘરે નથી ગઈ. તે જયપુર જવાનું કહીને ગઈ હતી, પરંતુ લાહોર પહોંચ્યા પછી તેણે વીડિયો કોલ કરીને કહ્યું કે, તે પાકિસ્તાન પહોંચી ગઈ છે. અંજુના પતિએ તેને પરત ફરવાની અપીલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X