For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડોનેશિયા સુનામીઃ જ્વાળામુખી ફાટવાને કારણે થયો વિનાશ, 281 લોકોના મોત

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ફોટ બાદ આવેલી સુનામીના કારણે મૃતકોની સંખ્યા વધીને 281 સુધી પહોંચી ગઈ છે. આ કુદરતી આફતમાં 1000 લોકો ઘાયલ થયા છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ફોટ બાદ આવેલી સુનામીના કારણે મૃતકોની સંખ્યા વધીને 281 સુધી પહોંચી ગઈ છે. આ કુદરતી આફતમાં 1000 લોકો ઘાયલ થયા છે. ઈન્ડોનેશિયાના નેશનલ ડિઝાસ્ટર એજન્સી તરફથી સોમવારે આ વાતની જાણકારી આપવામાં આવી છે. વળી, જે લોકો ઘટનામાં બચી ગયા છે તેમની શોધવા માટે સર્ચ ઓપરેશન વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યુ છે. એજન્સીના પ્રવકતા સુતોપો પૂર્વો નગ્રોહોએ કહ્યુ છે કે સુનામીના કારણે મૃતકોની સંખ્યા અને નુકશામાં વધારો થઈ શકે છે. ઈન્ડોનેશિયામાં આ પહેલા સપ્ટેમ્બરમાં પણ ભૂકંપ આવ્યો હતો જેમાં લગભગ બે હજાર લોકોના મોત નીપજ્યા હતા અને 5000 લોકો ગાયબ થઈ ગયા હતા.

જ્વાળામુખીમાં વિસ્ફોટ

જ્વાળામુખીમાં વિસ્ફોટ

ઈન્ડોનેશિયાના દક્ષિણી સુમાત્રા અને જાવાના પશ્ચિમી કિનારે સૌથી વધુ નુકશાન થયુ છે. અહીં સેંકડો બિલ્ડિંગ્ઝનો વિનાશ થયો છે. ઈન્ડોનેશિયામાં આ વિનાશ ક્રાકાટોઆના ‘ચાઈલ્ડ' જ્વાળામુખી એનાક ક્રાકાટોઆ ફાટવાને કારણે આવ્યો છે. શનિવારે ઈન્ડોનેશઇયાના સમયાનુસાર રાતે 9.30 વાહે આ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સી તરફથી બતાવવામાં આવ્યુ છે કે એનાક ક્રાકાયોઆમાં છેલ્લા કેટલાક દિવસોથી ગતિવિધિઓના સંકેત મળી રહ્યા હતા. આમાંથી ઘણા ટન રાખ નીકળી હતી જે હજારો મીટર સુધી હવામાં ફેલાઈ ગઈ હતી.

પેસિફિક રિંગ ઓફ ફાયરનો હિસ્સો

પેસિફિક રિંગ ઓફ ફાયરનો હિસ્સો

ઈન્ડોનેશિયા કુદરતી આફત માટે સૌથી ખતરનાક જગ્યા છે. આ પેસિફિક રિંગ ઓફ ફાયર હેઠળ આવે છે અને આ રિંગ ઓફ ફાયરમાં પણ આની સ્થિતિ સૌથી નાજુક રહે છે. સપ્ટેમ્બરમાં જે ભૂકંપ આવ્યો હતો તે પાલૂના સુલાવેસેઈ દ્વીપ પર આવ્યો હતો. જ્વાળામુખી ફાટવાના કારણે સુનામી આવવો એક અસામાન્ય ઘટના છે. ઈન્ટરનેશનલ સુનામી ઈન્ફોર્મેશન સેન્ટર તરફથી જણાવવામાં આવ્યુ છે કે અચાનક પાણીની સ્થિતિમાં પરિવર્તન કે ઢોળાવમાં નિષ્ફળતાના કારણે આવુ થાય છે. ઈન્ડોનેશિયાની ઑથોરિટીઝે ભૂકંપ માટે તો એલર્ટ કર્યુ હતુ પરંતુ સુનામીના જોખમ વિશે બહુ ઓછા સ્તરનું એલર્ટ જાહેર કર્યુ હતુ.

રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી

રાહત અને બચાવ કાર્યોમાં મુશ્કેલી આવી રહી છે કારણકે બધા રસ્તા બંધ છે અને જે સાધનો છે તે ઘણા ભારે છે. આ સાધનોને સર્ચ ઓપરેશન માટે બીજા રસ્તાઓથી મોકલવામાં આવી રહ્યા છે. નગ્રોહો તરફથી જણાવવામાં આવ્યુ છે કે વધુ એક સુનામીની આશંકા છે કારણકે એનાક ક્રાકાટોઆ હજુ સુધી ધગધગી રહ્યો છે. તેમણે કહ્યુ છે કે લોકોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી આજે ઓડિશા પ્રવાસે, IIT કેમ્પસ સહિત 15000 કરોડની આપશે ભેટઆ પણ વાંચોઃ પીએમ મોદી આજે ઓડિશા પ્રવાસે, IIT કેમ્પસ સહિત 15000 કરોડની આપશે ભેટ

English summary
Indonesia Tsunami: death toll from a volcano triggered Tsunami risen to 281.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X