For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગલ અભિયાન પર નાસાને મોટી સફળતા મળી

મંગલ ગ્રહ મિશન પર નાસાને વધુ એક મોટી સફળતા મળી છે. બે વર્ષના અભિયાન પર નીકળેલું નાસાનું ઇન્સાઇટ સ્પેસક્રાફટ મંગલ ગ્રહ પર સુરક્ષિત પહોંચી ગયું છે.

|
Google Oneindia Gujarati News

મંગલ ગ્રહ મિશન પર નાસાને વધુ એક મોટી સફળતા મળી છે. બે વર્ષના અભિયાન પર નીકળેલું નાસાનું ઇન્સાઇટ સ્પેસક્રાફટ મંગલ ગ્રહ પર સુરક્ષિત પહોંચી ગયું છે. આ સ્પેસક્રાફ્ટ મંગલ ગ્રહના તળની શોધ કરશે. નાસાના ઓનલાઇન લાઈવ બ્રોડકાસ્ટ ઘ્વારા આ વાતની જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે ઇન્સાઇટ સફળતાપૂર્વક સોમવારે લગભગ 2.54 વાગ્યે મંગલ ગ્રહ પર લેન્ડ કરી ચૂક્યું છે. આ સ્પેસક્રાફ્ટ 6 મહિનામાં 300 મિલિયન માઈલ યાત્રા કરીને અહીં પહોંચ્યું છે.

nasa

નાસા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ સ્પેસક્રાફ્ટ ભૂગર્ભીય જાણકારી સાથે જમીનની અંદરની સ્થિતિ, તાપમાન વગેરે અધ્યયન કરશે. ઇન્સાઇટ સાથે બીજા બે નાના મીની સ્પેસક્રાફ્ટ જેનું નામ માર્સ ક્યૂબવન અને ક્યૂબસ્ટેટ્સ પણ અહીં મોકલવામાં આવ્યા છે. આ બંને સ્પેસક્રાફ્ટ ઇન્સાઇટને મળતા સિગ્નલનું અધ્યયન કરશે. આપને જણાવી દઈએ કે નાસા ઘ્વારા આ મિશનની શરૂઆત 5 મેં દરમિયાન કરવામાં આવી હતી. આ પહેલા વર્ષ 2012 દરમિયાન નાસાએ માર્શનું અધ્યયન કરવા માટે સ્પેસક્રાફ્ટ ક્યૂરોસિટીને મોકલ્યું હતું.

સ્પેસક્રાફ્ટ ઇન્સાઇટ મંગલ યાત્રા દરમિયાન 301223981 કિમી જેટલું અંતર કાપ્યું છે. આ દરમિયાન તેની સૌથી વધારે ઝડપ 6200 કિમી પ્રતિ કલાક જેટલી હતી. નાસાના પ્લેનેટરી સાયન્સ ડિવિઝન ડાયરેક્ટર લોરી ગ્લેઝ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે મંગલ ગ્રહનું અધ્યયન 1965 થી કરી રહ્યા છે. અમે અહીંનું હવામાન, વાતાવરણ, ભૂવિજ્ઞાન, જમીનના રસાયણોનું અધ્યયન કરી રહ્યા છે. પરંતુ હવે આખરે અમે મંગલ ગ્રહની જમીનની અંદર શુ છે તેનું અધ્યયન કરીશુ.

English summary
InSight spacecraft of NASA successfully touches down to the surface of Mars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X