ઇન્સ્ટાગ્રામ ફોટો માટે કપલે પાર કરી બધી હદો, ચાલતી ટ્રેનમાં બહાર લટકીને કરી Kiss
તેમાં કોઈ બે મંતવ્યો નથી કે આજના સમયમાં લોકો વાસ્તવિક દુનિયાથી અલગ સોશિયલ મીડિયાની દુનિયામાં જીવવાનું પસંદ કરે છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર પોતાને વધુ સારી રીતે બતાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે. આવું જ કંઈક એક પતિ પત્નીએ કર્યું જેમને ફરવાનો શોખ હતો અને તેઓ ફોટા દ્વારા લોકોની સામે તેમના સુખી જીવનને રાખે છે. બ્રસેલ્સમાં રહેતા જીન અને કેમિલે, તેમના શ્રીલંકાના ટૂકનો એક ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
|
જીવનને દાવ પર લગાવી કપલે પડાવ્યો હતો ફોટો
જીન અને કેમિલે જે ફોટો શેર કર્યો છે તેમાં તેઓ કીસ કરી રહ્યા હતા, પરંતુ તે કીસ ખરેખર જીવલેણ હતી. કારણ કે તેઓ ટ્રેનના દરવાજાથી લટકી એકબીજાને કીસ કરી રહ્યા હતા જ્યારે ટ્રેન ચાલી રહી હતી અને બીજી બાજુ ખાઈ હતી. જો બંનેમાંથી એક પણનો હાથ ટ્રેનથી છૂટતો તો તે સીધા જ ખાડામાં જતા.

આ હતી અમારી 'વાઈલ્ડેસ્ટ કીસ'
જીન અને કેમિલીએ તેમના ફોટા સાથે કૅપ્શનમાં લખ્યું હતું- આ અમારી સૌથી વાઇલ્ટ કીસ છે. અમારી જોડીને સારી રીતે બતાવવા માટે, અમને આનાથી સારો ફોટો સમજમાં ન આવ્યો.
- કંઇ પણ થઇ જાય એકબીજા પર આંખ બંધ કરીને વિશ્વાસ.
- પ્રેમમાં પાગલ
- હંમેશા પોતાના જીવનમાં કંઈક નવું કરવાની ચાહત
- અંત સુધી જીવવું
- વારંવાર ભાગતું રહેવું
- જ્યારે ચાહો મસ્તી કરવી
- યોગ્ય રીતે ગડબડ કરવી
તમારા અનુસાર કપલ માટે સંબંધનો સૌથી મહત્વપૂર્ણ પાયો શું હોય છે.

આવું કરવા પર ટ્રોલ થયું હતું પોર્ટુગીઝ કપલ
જીન અને કેમિલીએ આ ફોટો ત્યારે શેર કરી હતી, જ્યારે થોડા દિવસ પહેલા એક પોર્ટુગીઝ કપલને આવા જ ફોટા ક્લિક કરવા પર મૂર્ખ અને ગેરજવાબદાર હોવાનો કરાર આપવામાં આવ્યો હતો. આ કપલ તેમની આ હરકત માટે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થયું હતું.