• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફ્લેશબેક 2012: આંતરરાષ્ટ્રીય સ્તરે આ બાબતો રહી ચર્ચામાં

|

અમદાવાદ: વર્ષ 2012 ઘણી બધી બાબતોમાં યાદગાર બની રહેશે. તેવામાં વાત કરવામાં આવે આંતરરાષ્ટ્રીય સ્તરની તો બરાક ઓબામા બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવ્યા એ આ વર્ષની સૌથી મોટી ઘટના છે. ફ્રાંસ અને ચીનમાં પણ નેતૃત્વ પરિવર્તન થયું. જ્યારે રશિયામાં વ્લાદિમિર પુતિન એકવાર ફરી સત્તામાં પાછા આવ્યા. આર્થિક રીતે નબળા પડી રહેલા ગ્રીસને નવો નેતા મળ્યો.

લીબિયામાં અમેરીકન રાજદૂતની હત્યાથી અમેરિકાને મોટો આઘાત પહોંચ્યો. વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેને નજરકેદ કરવામાં આવ્યો. આ વર્ષે ઇજરાઇલ અને હમાસની વચ્ચે તણાવ વધ્યો અને હજારો લોકો માર્યા ગયા. સીરિયા પહેલાંની જેમ જ સળગતો રહ્યો. જનરલ મોટર્સે મેંચેસ્ટર યુનાઇટેડની સાથે રેકોર્ડ કરાર કર્યો. ન્યૂઝિલેન્ડે અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને હટાવી લીધા.

પાકિસ્તાનની હાલત આજે પણ ઘણી ખરાબ છે. બે ઇમારતોમાં લાગેલી આગમાં 300થી વધારે લોકોના મોત થયા. સાથે સાથે અત્રે પેશાવરના એરપોર્ટમાં હુમલાની સાથે સાથે ઘણા આતંકી હુમલા પણ થયા. અમેરિકામાં સેન્ડી તોફાનનો કહેર વર્તાયો. જ્યારે ગંગનમ સ્ટાઇલ પણ આ વર્ષે ફેમશ રહ્યું. વર્ષના અંતે એટલે કે ડિસેમ્બરમાં અમેરિકાની એક સ્કૂલમાં થયેલી અંધાધૂંધ ફાયરિંગમાં 20 બાળકોના મોતથી આખુ વિશ્વ હલી ગયું હતું.

ક્વીન એલિઝાબેથના 60 વર્ષ

ક્વીન એલિઝાબેથના 60 વર્ષ

ક્વીન એલિઝાબેથ દ્વિત્તિયએ પોતાના શાસનના 60 વર્ષ પૂરા કરી લીધા.

ઇઝરાઇલ-હમાસમાં સંઘર્ષ

ઇઝરાઇલ-હમાસમાં સંઘર્ષ

ઇઝરાઇલી સેનાએ 2012માં આખુ વર્ષ ગાજા પટ્ટીમાં હુમલા કર્યા. આ વિસ્તારમાં રહેનારા લોકો ભયના ઓસાર નીચે રહ્યા અને કરોડો ડોલરનુ નુકસાન થયું. આખરે 21 નવેમ્બરના રોજ યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું.

જર્મનીના રાષ્ટ્રપતિનું રાજીનામુ

જર્મનીના રાષ્ટ્રપતિનું રાજીનામુ

જર્મનીના રાષ્ટ્રપતિ ક્રિસ્ટિયાન વલ્ફે 17 ફેબ્રુઆરીના રોજ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું. ત્યારબાદ જોઆચિમ ગોક રાષ્ટ્રપતિ બન્યા.

ગ્રીસના મ્યૂઝિયમમાં ચોરી

ગ્રીસના મ્યૂઝિયમમાં ચોરી

ગ્રીસના મ્યૂઝિયમમાં ઓલિમ્પિક સાથે જોડાયેલા ઘણા ઐતિહાસિક દસ્તાવેજ અને વસ્તુઓની ચોરી થઇ ગઇ. ઘણીબધી તપાસ બાદ નવેમ્બરમાં ચોર પકડાઇ ગયો અને વસ્તુઓ પણ મળી આવી.

આગમાં સળગતું રહ્યું સીરિયા

આગમાં સળગતું રહ્યું સીરિયા

સીરિયાઇ સેનાએ 100થી વધારે સામાન્ય નાગરિકોને મારી નાખ્યા. આખુ વર્ષ સીરિયામાં હિંસક પ્રદર્શન થતા રહ્યા.

એકેડમી પુરસ્કાર

એકેડમી પુરસ્કાર

ફ્રાંસના રોમાન્ટિક-કોમેડી ડ્રામાએ ફેબ્રુઆરીમાં પાંચ એકેડેમી પુરસ્કાર જીત્યા.

વ્લાદમિર પુતિન ફરી બન્યા રાષ્ટ્રપતિ

વ્લાદમિર પુતિન ફરી બન્યા રાષ્ટ્રપતિ

રશિયામાં વ્લાદમિર પુતિન એકવાર ફરી રાષ્ટ્રપતિ બન્યા. અને તેમણે દિમિત્રી મેદવેદેવને રાષ્ટ્રપતિ ચૂંટણીમાંહરાવ્યા.

નાઝી યુદ્ધના ક્રિમિનલનું મોત

નાઝી યુદ્ધના ક્રિમિનલનું મોત

નાઝી યુદ્ધના ક્રિમિનલ જોન ડેઝાનજુકની 17 માર્ચના રોજ મૃત્યુ થઇ ગયું હતું.

હોલાન્ડે બન્યા ફ્રાંસના રાષ્ટ્રપતિ

હોલાન્ડે બન્યા ફ્રાંસના રાષ્ટ્રપતિ

ફ્રેસિસકો હોલાન્ડે ફ્રાંસના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવ્યા. ફ્રેંચ સોશિયલિસ્ટ પાર્ટી તરફથી ચૂંટવામાં આવેલા તે બીજા વ્યક્તિ છે. આ પહેલા નિકોલસ સરકોજી રાષ્ટ્રપતિ હતા.

ગ્રીસને મળ્યું નવું નેતૃત્વ

ગ્રીસને મળ્યું નવું નેતૃત્વ

ગ્રીસને એંટોનિસ સૈમરસના રૂપમાં નવો નેતા મળ્યો. એંટોનિસ એક અર્થશાસ્ત્રી છે અને દેશને વિશ્વાસ છે કે તે વિષમ આર્થિક સંકટથી નિપટવામાં સફળતા પ્રાપ્ત કરશે.

અસાંજેને મળી શરણ

અસાંજેને મળી શરણ

દુનિયાભરમાં તહેલકો મચાવનાર સાઇટ વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અજાંજેને આખરે લંડનમાં શરણ મળી ગઇ.

અફઘાનિસ્તાનથી ન્યૂઝિલેન્ડે સૈનિકો હટાવ્યા

અફઘાનિસ્તાનથી ન્યૂઝિલેન્ડે સૈનિકો હટાવ્યા

ન્યૂઝિલેન્ડ સરકારે અફઘાનિસ્તાનના તાલિબાની વિસ્તારોમાં રાખવામાં આવેલા સૈનિકોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે.

એપ્પલે સેમસંગને હરાવ્યું

એપ્પલે સેમસંગને હરાવ્યું

એપ્પલની સામે અમેરિકન કોર્ટમાં એક કેસમાં સેમસંગ કંપની હારી ગઇ છે. તેના માટે તેને 1 બિલિયન ડોલર દંડ આપવો પડ્યો.

લીબિયામાં હુમલો

લીબિયામાં હુમલો

26/11ની વરસી પર લીબિયામાં હુમલો થયો, જેમાં અમેરિકન રાજદૂતનું મૃત્યું થયું હતું.

પાકિસ્તાનમાં આગ

પાકિસ્તાનમાં આગ

12 સપ્ટેમ્બરે પાકિસ્તાનમાં બે મોટી ઇમારતોમાં ભીષણ આગ લાગી, જેમાં 314 લોકો માર્યા ગયા.

નોબેલ પ્રાઇઝ

નોબેલ પ્રાઇઝ

જોન બી ગુરડોન અને શિન્વા યામનકાને 2012માં નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા. તેમજ યૂરોપિયન યૂનિયનને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો.

અમેરિકામાં તોફાન

અમેરિકામાં તોફાન

અમેરિકામાં સેન્ડી તોફાને 250થી વધારે લોકોના જીવ લીધા હતા. લગભગ 65 બિલિયન ડોલરની સંપત્તિનું પણ નુકસાન થયું હતું.

ઓબામાં બન્યા રાષ્ટ્રપતિ

ઓબામાં બન્યા રાષ્ટ્રપતિ

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને અમેરિકાની જનતાએ એકવાર ફરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી લીધા છે.

ચીનમાં નેતૃત્વ પરિવર્તન

ચીનમાં નેતૃત્વ પરિવર્તન

જી જિનપિંગ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના મહાસચિવનું પદ ગ્રહણ કર્યું. માનવામાં આવે છે કે તે 2013માં ચીનના રાષ્ટ્રપતિ બનશે.

ગંગનમ સ્ટાઇલ

ગંગનમ સ્ટાઇલ

નવેમ્બરમાં અચાનક ગંગનમ સ્ટાઇલનો વીડિયો યુટ્યૂબ પર અપલોડ થયો અને જોતજોતામાં તો તે ફેમશ થઇ ગયો.

ફિલીસ્તીનને મળી સંયુક્ત રાષ્ટ્રની માન્યતા

ફિલીસ્તીનને મળી સંયુક્ત રાષ્ટ્રની માન્યતા

આ વર્ષે નવેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રએ ફિલીસ્તીનને માન્યતા આપી. યૂએનના આ નિર્ણયનો અમેરિકા અને ઇઝરાઇલે પુરજોરમાં વિરોધ કર્યો.

અમેરિકન સ્કૂલમાં ફાયરિંગ

અમેરિકન સ્કૂલમાં ફાયરિંગ

અમેરિકાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગમાં 20 બાળકોના મોત થયા છે. આ ઘટનાથી આખા દેશમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી, જ્યારે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આંખોમાં પાણી પણ આવી ગયું હતું.

જોન કેરી લેશે હિલેરીનું સ્થાન

જોન કેરી લેશે હિલેરીનું સ્થાન

ઓબામાની નવી સરકારમાં જોન કેરી અમેરિકાના વિદેશ સચિવ બનવા જઇ રહ્યા છે. તેઓ હિલરી ક્લિંટનનું સ્થાન લેશે.

English summary
The year 2012 has been a memorable one in many respect. We have seen Barack Obama winning his second presidential term while countries like France and China witnessing leadership transition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more