• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લેસ્બિયન પુત્રીનું દિલ જીતનારને 6.5 કરોડ ડોલરનું ઇનામ

|
Google Oneindia Gujarati News

હોંગકોંગ: હોંગકોંગના એક અરબપતિ બિઝનેસમેને પોતાની સમલૈંગિક પુત્રી સાથે લગ્ન કરનાર યુવકને 6.5 કરોડ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. બીબીસીના અહેવાલ અનુસાર હોંગકોંગના પ્રોપર્ટી અને જહાજરાની વ્યવસાયી સેસિલ ચાઓની પુત્રી સમલૈંગિક છે. તેણે પોતાની એક મહિલા પ્રેમી સાથે લગ્ન પણ કરી લીધા છે. આ લગ્ન બાદ ચાઓએ જાહેરાત કરી છે કે જે કોઇ યુવક મારી પુત્રી સાથે લગ્ન કરશે તેને એ 6.5 કરોડ ડોલરનું ઇનામ આપશે.

પોતે અવિવાહીત સેસિલે દાવો કર્યો હતો કે તેમની પુત્રી હજી પણ કુંવારી છે અને તે એક સારો પતિ શોધી રહી છે. 1991માં સમલૈંગિકતાને કાનૂની માન્યતા મળવા છતાં સંસ્થાઓને કાનૂની માન્યતા મળી નથી.

સેસિલે તેની પુત્રીના લગ્ન થઇ ગયાના સમાચારનું ખંડન કર્યુ હતુ, અને જણાવ્યું હતું કે તેમને ઘણા યુવકોના ફોન પણ આવ્યા છે અને તેમણે તેમની પુત્રીને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

English summary
A Hong Kong business tycoon has offered a 65 million Dollar "marriage bounty" to any man who can win the heart of his lesbian daughter, a report said Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X