India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌર તોફાનના કારણે મહિના સુધી બંધ રહી શકે છે ઈન્ટરનેટ, વિશેષજ્ઞએ જાહેર કર્યો ચિંતાજનક રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પૃથ્વી પરનો માનવ જ્યારે સૂર્ય તરફ જુએ ત્યારે તે ખૂબ જ શાંત અને ચમકદાર દેખાય છે પરંતુ હકીકત આનાથી ઉલટી છે. સૂર્ય પર નાના-મોટા સૌર તોફાન આવતા રહે છે. ઘણી વાર આનો પ્રભાવ પૃથ્વી પર ઓછા-વત્તા અંશે થયા કરે છે. હવે વિશેષજ્ઞએ સૌર તોફાનને લઈને નવી ચેતવણી જાહેર કરી છે. જેના કારણે ઈન્ટરનેટ સેક્ટર પર બહુ ખરાબ અસર પડી શકે છે.

કોઈ મહાદ્વીપ સુરક્ષિત નથી

કોઈ મહાદ્વીપ સુરક્ષિત નથી

ટેક રડારના રિપોર્ટ અનુસાર મોટા સૌર તોફાન ઈન્ટરનેટ સેવાને લાંબા સમય સુધી ખરાબ કરી શકે છે. ત્યારબાદ એક મહિના સુધી લોકોનુ ઑનલાઈન આવી શકવુ અસંભવ થઈ જશે. શોધ મુજબ આ સૌર તોફાન એક દિવસથી પણ ઓછા સમયની નોટિસ સાથે પૃથ્વી પર વિનાશ લાવી શકે છે. આનાથી દુનિયાનો કોઈ પણ મહાદ્વીપ નહિ બચે. આને લઈને કેલિફૉર્નિયા વિશ્વવિદ્યાલયના આસિસન્ટ પ્રોફેસર સંગીતા અબ્દુ જ્યોતિએ ગયા મહિને થયેલા SIGCOMM 2021 સંમેલનમાં એક રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.

સમુદ્રના કેબલ ખૂબ નબળા

સમુદ્રના કેબલ ખૂબ નબળા

રિપોર્ટ મુજબ દુનિયાભરમાં ઈન્ટરનેટની જાળ ફેલાવવા માટે સમુદ્રની અંદર કેબલ પાથરવામાં આવી છે. વાસ્તવમાં આ કેબલ્સ ખૂબ જ નબળા હોય છે. 1800-1900ની શરૂઆતમાં ઘણા બધા સૌર તોફાન પૃથ્વી સાથે ટકરાયા હતા. જો એ પ્રકારના તોફાન ફરીથી આવે તો તે કેબલને પ્રભાવિત કરશે. વળી, પોતાના પેપર 'સોલર સુપરસ્ટૉર્મઃ પ્લાનિંગ ફૉર એન ઈન્ટરનેટ એપોકેલિપ્સ યુ વાયર્ડ' વિશે બોલતા જ્યોતિએ કહ્યુ કે મહામારીના સમયે આપણે જોયુ કે દુનિયા તૈયાર નહોતી, તેણે મને આ વિચારવા પર મજબૂર કરી દીધી.

ઉપકરણોને ખરાબ કરી શકે છે આ તોફાન

ઉપકરણોને ખરાબ કરી શકે છે આ તોફાન

આસિસટન્ટ પ્રોફેસર જ્યોતિના જણાવ્યામુજબ અત્યારે દુનિયાભરમાં ઈન્ટરનેટનો મૂળભૂત ઢાંચો મોટા સૌર તોફાનને સહન કરવા માટે તૈયાર નથી. આ ઉપરાંત આપણને એ વાતની પણ બહુ સીમિત સમજ છે કે નુકશાન કેટલુ થશે. સામાન્ય રીતે સૌર તોફાન માનવ માટે વધુ જોખમ પેદા નથી કરતા પરંતુ તે સેટેલાઈટ અને અન્ય ઉપકરણોને ખરાબ કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ નિયમિત સૌર હવાઓ એક પૂર્ણ વિકસિત સૌર તોફાનમાં બદલાઈ જાય છે જેને કોરોનલ માસ ઈજેક્શન તરીકે માનવામાં આવે છે.

એક દિવસમાં 7 બિલિયન ડૉલરનુ થશે નુકશાન

એક દિવસમાં 7 બિલિયન ડૉલરનુ થશે નુકશાન

જ્યોતિનુ માનવુ છે કે ફાઈબર ઑપ્ટિક કેબલના ઉપયોગના કારણે સ્થાનિક ઈન્ટરનેટના મૂળભૂત ઢાંચાને સૌર તોફાનથી ઘણી હદે બચાવી શકાશે. જો દુનિયાભરના ઈન્ટરનેટમાં અડચણ ઉભી થઈ તો તે અર્થવ્યવસ્થાને ગંભીર રીતે પ્રભાવિત કરશે. માત્ર અમેરિકાની જ વાત કરીએ તો ત્યાં ઈન્ટરનેટ બંધ થાય તો એક દિવસમાં 7 બિલિયન ડૉલરથી વધુનુ નુકશાન થશે.

આ છે બીજા વિશેષજ્ઞનુ મંતવ્ય

આ છે બીજા વિશેષજ્ઞનુ મંતવ્ય

થોડા દિવસો પહેલા જ વન ઈન્ડિયા સાથે વાતચીતમાં પર્યાવરણવિદ, વરિષ્ઠ પત્રકાર અને જળવાયુ પરિવર્તનના રણનીતિક સંચાપક ડૉ. સીમા જાવેદે કહ્યુ હતુ કે સૂર્ય વાયુમંડળથી ઉત્પન્ન અને તોફાનનો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રભુત્વવાળા અંતરિક્ષ ક્ષેત્ર પર બહુ જ પ્રાસંગિક પ્રભાવ થઈ શકે છે. આ એક છેદ છે જે સૂર્યના વાતાવરણમાં ખુલી ગયુ છે જે તેજ ગતિવાળી સૌર હવાઓ અને આવેશિત કણેની એક ધારા બની રહ્યુ છે. જેનાથી ફોનને નુકશાન થઈ શકે છે.

English summary
Internet service can damage by Solar storm: expert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X