પાકિસ્તાનની અંદર ઘૂસીને હવે આ દેશે કરી સર્જીકલ સ્ટ્રાઈક, છોડાવ્યા પોતાના બે સૈનિક
નવી દિલ્લીઃ દુનિયાભારમાં આતંક ફેલાવનાર પાકિસ્તાન પર ઈરાને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ઈરાને પાકિસ્તાનમાં ઘૂસીને તેના આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ સર્જિકલ સ્ટ્રાઈકની ચર્ચા દુનિયાભરમાં છે. આ સ્ટ્રાઈકમાં ઈરાનના રિવેલ્યુશનરી ગાર્ડ્ઝે(IRGC) પાકિસ્તાનમાં આતંકીઓના કબ્જામાંથી 2 સૈનિકોને મુક્ત કરાવ્યા છ. આ સૈનિક 2018માં કિડનેપ કરવામાં આવેલા 12 સૈનિકોમાં શામેલ હતા. અનાદોલુ એજન્સીના જણાવ્યા મુજબ પાકિસ્તાનની અંદર ખુફિયા માહિતીના આધારે આ ઑપરેશનને અંજામ આપવામાં આવ્યો.
જે માહિતી મળી રહી છે તે મુજબ ઈરાન તરફથી કરવામાં આવેલી આ સર્જિકલ સ્ટ્રાઈકમાં ઘણા પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે. આ સૈનિક પાકિસ્તાની સૈનિક આતંકવાદીઓને કવર ફાયર આપી રહ્યા હતા. IRGC સાથે જોડાયેલા સૂત્રો મુજબ, ઈરાનના સૈનિકોએ પાકના ગેરકાયદે કબ્જો કરાયેલ બલુચિસ્તાનમાં ઘૂસીને જૈશ-અલ-અદલના કબ્જામાંથી પોતાના સૈનિકોને મુક્ત કરાવ્યા છે. રિવોલ્યુશનરી ગાર્ડ્ઝ દ્વારા જાહેર કરાયેલ અધિકૃત નિવેદનમાં પણ આની પુષ્ટિ કરવામાં આવી છે. કહેવામાં આવ્યુ છે કે પાકની અંદર જઈને પોતાના સૈનિકોને આઝાદ કરાવી લીધા છે.
આઈઆરજીસીએ એક નિવેદનમાં કહ્યુ કે, 'મંગળવારની રાતે સફળતાપૂર્વક ઑપરેશનને અંજામ આપવામાં આવ્યો અને જૈશ-ઉલ-અદલ સંગઠનના ચંગુલથી પોતાના બંને જવાનોને છોડાવી લેવામાં આવ્યા છે. આ બંને જવાનોનુ અઢી વર્ષ પહેલા અપહરણ કરવામાં આવ્યુ હતુ.' નિવેદન મુજબ સેનાએ સફળતાપૂર્વક ઑપરેશનને અંજામ આપ્યો અને પાછા ઈરાન પહોંચી ગયા.
તમને જણાવી દઈએ કે 16 ઓક્ટોબર 2018ના રોજ જૈશ ઉલ અદલ સંગઠને આઈઆરજીસીના 12 ગાર્ડ્ઝનુ અપહરણ કરી લીધુ હતુ. તેમને બલુચિસ્તાનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને દેશોના સૈન્ય અધિકારીઓએ એક જોઈન્ટ કમિટીની રચના કરી હતી. 12માંથી 5 સૈનિકોને નવેમ્બર 2018માં મુક્ત કરાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 21 માર્ચ 2019ના રોજ પાકિસ્તાની સેનાએ 4 સૈનિકોને મુક્ય કરાવ્યા હતા. જૈશ-ઉલ-અદલ કે જૈશ-અલ-અદલ એક સલાફી જેહાદી સંગઠન છે જે મુખ્ય રીતે દક્ષિણપૂર્વ ઈરાનમાં સક્રિય છે. આ આતંકવાદી સંગઠન ઈરાનમાં નાગરિક અને સૈન્ય છાવણીઓ પર ઘણા હુમલા કરી ચૂક્યુ છે.
Earthquake: સિક્કિમમાં આજે સવારે 4.0 તીવ્રતાના ભૂકંપના ઝટકા