ઇરાનમાં 5 રેપિસ્ટને જાહેરમાં મોતની સજા, ભારતમાં કેમ નહી?
સમાચાર અનુસાર ઇરાનમાં તાજેતરમાં બનેલી ઘટનામાં આ પાંચેય દોષીઓમાંથી ચાર લોકોએ એક મહિલાને તેના મંગેતર પાસેથી ખેંચીને ઉઠાવી લીધી અને તેની પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે પાંચમાં યુવકને અન્ય મહિલા સાથે દુષ્કર્મ કરવાનો દોષી હતો. સજા એ મોત મેળવનાર દરેક યુવકો 30 વર્ષના હતા.
હવે ભારતની જનતા એ સવાલ ઉઠાવી રહી છે કે ઇસ્લામિક દેશોમાં મહિલાઓની સુરક્ષાની ભાવના પેદા કરવા માટે બળાત્કાર જેવા જઘન્ય અપરાધ માટે જાહેરમાં ફાંસી આપી શકાય છે. તો ભારતમાં બળાત્કારીઓને ફાંસી આપવામાં માટે હજી માત્ર વિચાર જ શા માટે કરવામાં આવે છે.
ઇરાન જેવા મુસ્લીમ દેશો મહિલાઓની છેડખાની કે પછી બળાત્કારની ઘટનાના મામલે આવી સજા આપીને ઉદાહરણ બનતુ રહ્યું છે. એકવાર ફરી ઇરાને બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપીને ભારત માટે ઉદાહરણ રજૂ કર્યું છે, જોકે ભારત સરકાર દિલ્હીમાં ચાલતી બસમાં વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર ગુજારનાર પાંચ દોષીઓની સજા અંગે કોઇ નિર્ણય કરી શક્યું નથી.
આપના મંતવ્યો આવકાર્ય: શું ભારતમાં પણ બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવી જોઇએ?