For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરાને પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી

પાકિસ્તાનના પાડોશી દેશ ઈરાને સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી છે. મંગળવારે પાકિસ્તાની સુન્ની આતંકવાદીઓએ ઇરાનના જવાનોનું અપહરણ કરી લીધું.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પાડોશી દેશ ઈરાને સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી છે. મંગળવારે પાકિસ્તાની સુન્ની આતંકવાદીઓએ ઇરાનના જવાનોનું અપહરણ કરી લીધું. ત્યારપછી તેહરાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી છે. વર્ષ 2016 દરમિયાન ભારતીય આર્મીએ ઉરી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી.

iran

ઈરાને પાકિસ્તાનને આ ધમકી એવા સમયે આપી છે, જયારે સિસ્તાન-બલુચિસ્તાન સીમા પર સુન્ની આતંકવાદી ગ્રુપ જેશ અલ-અદે ઘ્વારા ઇરાનના જવાનોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. ઈરાન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઇસ્લામાબાદ કોઈ એક્શન નહીં લે તો તેમની સીમમાં ઘૂસીને એક્શન લઈશુ. ઈરાને પાકિસ્તાનને આતંકીઓ માટે સૌથી વધારે સુરક્ષિત જગ્યા ગણાવી છે.

આ પણ વાંચો: અમેરિકાથી નહીં ગભરાય ભારત, ઈરાનથી ઓઇલ ખરીદવાનું ચાલુ રહેશે

IRNA ન્યુઝ એજેન્સી ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 14 લોકોનું સવારે લગભગ 4 થી 5 વાગ્યાની વચ્ચે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર સુન્ની આતંકી ગ્રુપ જેશ અલ-અદે પ્રવક્તા ઇબ્રાહિમ અજીજી ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાસે ઓછામાં ઓછા 10 ઈરાની સૈનિકો બંધક છે.

આ પણ વાંચો: અમેરિકાની દાદાગિરી, ભારતને ઈરાન પાસેથી તેલ નહિ ખરીદવા કહ્યુ

પાકિસ્તાનનો સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંત લાંબા સમયથી નશીલી દવાઓની તસ્કરી ગિરોહ અને અલગાવવાદી આતંકીઓને કારણે અશાંતિથી પીડિત છે, જેથી ઈરાન સૌથી વધારે પ્રભાવિત છે. સપ્ટેમ્બરમાં સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં ઈરાને ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાંથી ઘણા આતંકીઓ પાકિસ્તાન તરફ ભાગવામાં સફળ થયા હતા. ગયા મહિને ઈરાને ચેતવણી આપતા કહ્યું હતું કે જો ઇસ્લામાબાદ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અસફળ રહે છે તો તેઓ જાતે તેમની સામે લડશે.

English summary
Iran Threatens “Surgical Strikes” on Pakistan For Kidnapping 14 Border Guards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X