For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયર્લેન્ડઃ એક ભારતીય મહિલાને કારણે ગર્ભપાત પ્રતિબંધ કાયદો હટાવાયો

આયર્લેન્ડ ગર્ભપાત પર બનેલ કાયદા માટે ઐતિહાસિક જનમત સંગ્રહ કરવા જઈ રહ્યો છે. આ જનમત સંગ્રહ બાદ અહીં ગર્ભપાત પર લાગેલા પ્રતિબંધને હટાવવાની શરૂઆત થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

આયર્લેન્ડ ગર્ભપાત પર બનેલ કાયદા માટે ઐતિહાસિક જનમત સંગ્રહ કરવા જઈ રહ્યો છે. આયર્લેન્ડમાં ગર્ભપાતના કાયદાને યુરોપમાં ગર્ભપાત પર બનેલ સૌથી કડક કાયદો માનવામાં આવે છે. જનમત સંગ્રહમાં ગર્ભપાત પર લાગેલા પ્રતિબંધને હટાવવાની માંગ કરવામાં આવી છે. એક કેથલિક દેશ આયર્લેન્ડમાં માનવામાં આવી રહ્યુ છે કે આ જનમત સંગ્રહમાં બે તૃતીયાંશ મતો આ પ્રતિબંધને સમાપ્ત કરવા માટે આપવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ જનમત સંગ્રહ બાદ અહીં ગર્ભપાત પર લાગેલા પ્રતિબંધને હટાવવાની શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2012માં ભારતીય મૂળની મહિલા સવિતા હલપ્પાનારના મૃત્યુ બાદ ગર્ભપાતના કાયદા અને પ્રતિબંધ પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

સવિતા બની છે ‘યસ’ અભિયાનનો ચહેરો

સવિતા બની છે ‘યસ’ અભિયાનનો ચહેરો

આયરિશ ટાઈમ્સ પોલમાં 4000 લોકો ગર્ભપાત પર લાગેલા પ્રતિબંધને હટાવવાના પક્ષમાં શરૂ થયેલા ‘યસ' અભિયાનનો હિસ્સો છે. 68% લોકો પ્રતિબંધ ખતમ કરવા અને 32% લોકો આને ખતમ ન કરવાના પક્ષમાં છે. વળી, અહીંના નેશનલ બ્રોડકાસ્ટર આરટીઈ દ્વારા કરાવેયાલા એક પોલમાં તો 69% લોકો પ્રતિબંધ ખતમ કરવાના પક્ષમાં છે. જ્યારે માત્ર 30% લોકો આના વિરોધમાં છે. સવિતા, ગર્ભપાત પર લાગેલા પ્રતિબંધ સામે ચલાવેયાલા અભિયાનનો મુખ્ય ચહેરો બનીને ઉભરી છે.

કોણ હતી સવિતા

કોણ હતી સવિતા

31 વર્ષની સવિતા ભારતીય મૂળની ડેન્ટીસ્ટ હતી અને જ્યારે તેને ખબર પડી કે ગર્ભમાં જ તેનું બાળક મરી ગયુ છે તો તે પોતાની પ્રેગનન્સીને ટર્મિનેટ કરાવવા ઈચ્છતી હતી. પરંતુ તેના અનુરોધને આયરલેન્ડના કડક કાયદાઓને કારણે ફગાવી દેવામાં આવ્યો. ત્યારબાદ લોહી વહી જવાના કારણે ઓક્ટોબર 2012 માં તેનુ મોત થઈ ગયુ હતુ. વર્તમાન સમયમાં આયર્લેન્ડનું આઠમુ સંશોધન કહે છે ‘અજન્મ્યા બાળકની જિંદગીને પણ માતાની જિંદગીની જેમ જ જીવવાનો અધિકાર છે.'

14 વર્ષ સુધીની કેદ

14 વર્ષ સુધીની કેદ

આ સંશોધનને આ જનમત સંગ્રહ હેઠળ રદ કરવામાં આવી શકે છે. આયર્લેન્ડના સંવિધાનમાં વર્ષ 1983 માં આવેલ આ નિયમ ગર્ભપાતને પ્રતિબંધિત કરે છે. આ આયરિશ દેશમાં ગર્ભને ખતમ કરવા પર 14 વર્ષ સુધીની સજાનો નિયમ છે. આયર્લેન્ડમાં વર્ષ 1983 થી અત્યાર સુધી 170,000 આરિશ મહિલાઓ ગર્ભપાત માટે વિદેશ જઈ ચૂકી છે. આ પ્રતિબંધ ખતમ કરવાના પક્ષમાં ડબલિનના રસ્તા પર લોકો અભિયાનના સ્લોગન સાથે ટી-શર્ટ પહેરીને માર્ચ કરી રહ્યા છે.

પીએમે કહ્યુ અમે ઈતિહાસ રચીશુ

પીએમે કહ્યુ અમે ઈતિહાસ રચીશુ

આયરિશ ટાઈમ્સના સર્વેની માનીએ તો 70% મહિલાઓ આ પ્રતિબંધને ખતમ કરવાના પક્ષમાં મત આપ્યા છે. વળી, 65% પુરુષોએ આને ઈચ્છાનો વિષય ગણાવ્યો તો વળી 35% લોકો ગર્ભપાતના વિરોધમાં છે. પ્રધાનમંત્રી લિયો વારાડકરે બધા લોકોને પ્રતિબંધના વિરોધના પક્ષમાં મત આપવા માટે આભાર માન્યો છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યુ કે લોકતંત્ર હવે એક્શનમાં છે અને લાગે છે કે અમે કાલે એક નવો ઈતિહાસ રચીશુ. જો કે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ વર્તમાન નિયમમાં બદલાવની વાત કહી છે જે અંતર્ગત ગર્ભપાતની અનુમતિ ત્યારે જ મળી શકશે જ્યારે માતાનો જીવ જોખમમાં હશે. વળી 18 થી 24 વર્ષના યુવાનોમાં 87 ટકા લોકોએ ગર્ભપાત પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.

English summary
ireland set end abortion ban six yars after the death indian woman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X