For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISએ બ્રિટિશ બંધકનું માથુ કાપતો વીડિયો જાહેર કર્યો

|
Google Oneindia Gujarati News

is
વોશિંગ્ટન, 14 સપ્ટેમ્બર: જેહાદી સમુહ ઇસ્લામિક સ્ટેટે એક બ્રિટિશ સહાયતા કર્મી ડેવિડ હેનિસનું સર કલમ કરવાનો દાવો કર્યો છે. બે અમેરિકન પત્રકારોની હત્યા બાદ હાલના સપ્તાહોમાં આ પ્રકારની હત્યાનો આ ત્રીજો મામલો છે.

ઇસ્લામિસ્ટ સમૂહે શનિવારે એક વીડિયો જારી કર્યો, જે એક ખાનગી આતંકવાદ દેખરેખ સમૂહ એસઆઇટીઇની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વીડિયોમાં કથિત રીતે એક બુકાનીધારી ચરમપંથીને સર કલમ કરતા બતાવવામાં આવ્યો છે.

બે મિનિટ 27 સેકંડના આ વીડિયોના શીર્ષક 'એ મેસેજ ટૂ અલાઇઝ ઓફ અમેરિકા' (અમેરિકાના તમામ સાથિયો માટે સંદેશ) છે. આમાંથી બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરન પર અમેરિકન સેનાનો સાથ આપવાનો આરોપ લગાવ્યો છે, જોકે પોતાના અભિયાનને ઝેહાદીઓની સાથે 'યુદ્ધ' કહે છે અને તેણે ઇરાકમાં તેમની વિરુદ્ધ હવાઇ હુમલા પણ શરૂ કર્યા છે.

વીડિયોમાં હત્યા કરનારાઓએ જણાવ્યું, ઇસ્લામિક સ્ટેટની વિરુદ્ધ આપ સ્વેચ્છાથી અમેરિકાને સાથ આપી રહ્યા છે, જેમ કે આપના પૂર્વવર્તી ટોની બ્લેયરે કર્યું હતું. તેમણે પણ એ અન્ય બ્રિટિશ વડાપ્રધાનમંત્રીઓનું અનુસરણ કર્યું, જે અમેરિકાને ના કહેવાનું સાહસ નથી કરી શક્યા. જારી કરવામાં આવેલા વીડિયોમાં દેખાઇ રહેલ વ્યક્તિ સંભવત: એ જ છે જે પહેલાના વીડિયોમાં પણ દેખાયો હતો.

તેણે બ્રિટેનને ચેતાવણી આપી છે કે ગઠબંધન તેમના 'વિનાશને ગતિ આપશે' અને બ્રિટિશ લોકોને આવી જ રીતે ખુની યુદ્ધમાં ધકેલશે, જેમાં તેમનો પરાજય થશે. વીડિયોમાં તેણે અન્ય બ્રિટિશ નાગરિકની પણ હત્યા કરવાની ધમકી આપી છે.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/iZhRA3h8Sa4" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
The Islamic State claimed responsibility for the beheading of a British aid worker on Saturday, an act slammed as pure evil by Prime Minister David Cameron who vowed Britain would do all it could to catch the killers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X