મહિલાઓના વસ્રોમાં સિરીયાથી ભાગ્યા ISISના આતંકીઓ
જે કામ અમેરિકા નહોતુ કરી શક્યુ તે કામ હવે રૂસના સૈન્યએ કરી બતાવ્યું છે. સિરીયામાં રૂસના હવાઇ હુમલાનો ડર ISISના આતંકીઓમાં જોઇ શકાય છે. પાછલા કેટલાક દિવસોમાં ટ્વિટર પર કેટલાક ફોટોગ્રાફ્સ રિલીઝ થયા છે.
એવા રીપોર્ટસ છેકે ISIS આતંકીઓ ક્લીન શેવ કરીને પોતાનો ગેટઅપ ચેન્જ કરીને મહિલાઓના વસ્રાો પહેરીને જીવ બચાવીને ભાગી રહ્યાં છે.
ડેલી મેલના જણાવ્યા અનુસાર સિરીયામાં રૂસના સૈન્યએ આતંકીઓ વિરૂદ્ધ હુમલાઓમાં વધારો કરી દીધો છે. જે ફોટોગ્રાફ્સ ટ્વિટર પર આવ્યા છે તે સિરીયાના અલપ્પોના છે. આ ફોટોગ્રાફ્સમાં એક સ્થળ પર મોટા પ્રમાણમાં વાળ અને ખરાબ રેઝર પણ નજરે પડી રહ્યાં છે.
સિરીયાઇ સીમાને પાર કરીને તુર્કી જવાની ફિરાકમાં આતંકીઓ બુરખાનો સહારો લઇ રહ્યાં છે. તેમજ મુસ્લિમ યુવતિઓની જેમ જ બાકીનો પહેરવેશ પહેરીને ભાગવાની કોશિષ પણ કરી રહ્યાં છે.
આતંકીઓના સિરીયાથી ભાગવાની ખબરો સિરીયાના હમામાં થયેલા હવાઇ હુમલાઓ બાદ આવી રહી છે. જેમા એક ગૃપમાં શામેલ 40 આતંકીઓ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ તસવીરોને એક જર્નાલીસ્ટ હાલા જાબેરે પોતાના ટ્વિટર પેજ પર શેર કરી હતી.
એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે જેમા એક આતંકીને મહિલાઓના કપડામાં ઝડપ્યા બાદ પોલીસ પૂછપરછ માટે લઇ જવામાં આવી રહ્યો છે.