• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

''ઓબામાનું માથું વાઢીને અમેરિકાને બનાવીશું મુસ્લિમ રાષ્ટ્ર''

|

વોંશિંગ્ટન, 29 જાન્યુઆરી: આઇએસઆઇએસે સર કલમ કરનારો એક નવો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સંગઠન તરફ અમેરિકાના પ્રથમ નાગરિક અને દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું વ્હાઇટ હાઉસમાં ઘુસીને માથું ધડથી અલગ કરી દેવાની ધમકી આપવામાં આવી છે. એટલું જ નહીં આઇએસઆઇએસે અમેરિકાને સંપૂર્ણ રીતે એક મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

obama
આઇએસઆઇએસ પર નિયંત્રણ કરવાના અમેરિકા અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાના તમામ પ્રયાસો નિષ્ફળ થઇ રહ્યા છે. આ સંગઠન અમેરિકા ઇંટેલીજન્સ અને સેનાના પ્રમુખના મુકાબલે કેટલું શક્તિશાળી બની રહ્યું છે, તેનો પુરાવો છે, તેની નવી ધમકી.

નવા વીડિયોમાં ત્રણ આતંકી દેખાઇ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ટૂંક સમયમાં અમેરિકાને સંપૂર્ણ રીતે મુસ્લિમ રાષ્ટ્ર બનાવી દઇશું. સાથે જ ધમકી આપી છે કે અમે અમેરિકા આવી રહ્યા છીએ. અમે વ્હાઇટ હાઉસમાં ઘુસીને ઓબામાનું માથું વાઢી નાખીશું. અને ટૂંક સમયમાં આખું અમેરિકા પણ ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે. આ કહેતા એક યુવકનું વીડિયોમાં માથું વાઢી નાખવામાં આવે છે.

isis
વીડિયોમાં આગળ ફ્રાંસ અને બેલ્જિયમ પર પણ હુમલાની ધમકી આપવામાં આવી છે. આતંકવાદીઓએ જણાવ્યું કે તેઓ કારમાં બોમ્બની સાથે આખા ફ્રાંસ અને બેલ્જિયમને તબાહ કરી દઇશું.

વીડિયોમાં કુર્દિશ આતંકી ફ્રાંસ અને અમેરિકાની સેનાને ધમકાવતા દેખાઇ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, જેટલી પણ વખત તેમની પર મિસાઇલ મારો કરવામાં આવશે, તેટલીવાર તેમની શક્તિમાં વધારો થશે.

English summary
ISIS threatens to behead US President Barack Obama and turn it into a Muslim country in its new video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more