For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકમાં શહેરો પર મુસ્લિમ ઉગ્રવાદીઓનો કબ્જો, અટવાયેલા 86 ભારતીયો અંગે ભારત ચિંતિત

|
Google Oneindia Gujarati News

બગદાદ, નવી દિલ્હી, 17 જૂન : ઇસ્લામિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લિવેન્ટ (આઇએસઆઇએસ - ISIL)ના 3000થી વધારે આતંકવાદીઓએ મળીને ઇરાકના પાંચ શહેરો પર કબ્જો કરી લીધો છે. આ કબ્જો માત્ર એક સપ્તાહની અંદર કરી દેવામાં આવ્યો છે. આતંકવાદીઓને રોકવામાં ઇરાકની સેના અસમર્થ રહી છે. ઇરાકમાં ISILનો જેટલો ભય જોવા મળી રહ્યો છે તેટલો ભય તો ઓસામા બિન લાદેનના સંગઠન અલ કાયદાનો પણ જોવા મળ્યો નથી.

ISIL દ્વારા જે પાંચ શહેરોનો કબ્જો કરવામાં આવ્યો છે તેમાં મોસૂલ અને તિરકિટ મુખ્ય છે. આતંકવાદીએ એક પછી એક શહેરો પર બોમ્બાર્ડિંગ કરીને કબ્જો જમાવી રહ્યા છે. જેમને અટકાવવામાં ઇરાકની સેના અપર્યાપ્ત જોવા મળી રહી છે. ISIL દ્વારા રવિવારે પોતાની વેબસાઇટ પર આ અંગેની કેટલીક ભયાનક તસવીરો પણ અપલોડ કરી હતી. જેમાં તેમણે ઇરાકમાં કરેલા નરસંહારને દર્શાવ્યો છે. આપ એ તસવીરો નીચે આપેલા સ્લાઇડરમાં જોઇ શકો છો.

આ સમગ્ર ઘટનાક્રમમાં ઇરાકમાં રહેતા 86 ભારતીયો અટવાઇ ગયા છે. ભારત સરકારે તેમના માટે ચિંતા વ્યક્ત કરી છે અને શક્ય તેટલી ઝડપથી તેમને સુરક્ષા પ્રદાન કરવાની ખાતરી આપી છે.

આ અંગે ઈરાક સ્થિત ભારતીય રાજદૂતે કહ્યું છે કે ઈરાકમાં જે 86 ભારતીય નાગરિકો અટવાઈ ગયા છે તેમાં મોટા ભાગની નર્સ છે, જે કેરળથી આવેલી છે. બીજા મજૂરો છે જેઓ ઈરાકમાં નિર્માણકાર્યોમાં જોડાયા છે. રાજદૂતે ખાતરીપૂર્વક કહ્યું છે કે તમામ નર્સ અને તેમના પરિવારજનો સુરક્ષિત છે અને તેઓ સલામત રીતે સ્વદેશ પહોંચી જાય તે માટે તમામ પગલાં લઈ રહ્યાં છીએ.

આ ઉપરાંત બગદાદ સ્થિત ભારતીય દૂતાવાસે 24 કલાકની હેલ્પલાઇન પણ શરૂ કરી છે. આ અંગે ત્યાં વસતા ભારતીયોને માહિતગાર કરવામાં આવ્યા છે.

ઈરાકમાં મોટા ભાગના માર્ગો પર ઉગ્રવાદીઓએ અંકુશ જમાવી દીધો છે તેથી રોડ માર્ગે પ્રવાસ કરવાનું અત્યંત જોખી બની ગયું છે. ભારતે ઈરાકમાં વસતા આશરે 15,000થી 17,000 હજાર જેટલા ભારતીય નાગરિકો માટે ચેતવણી બહાર પાડી છે કે તેઓ તત્કાળ સ્વદેશ પાછા ફરે.

ઉગ્રવાદી હિંસાથી સૌથી માઠી અસર ઈરાકના તિરકિટ શહેરને પડી છે. ત્યાં 46 ભારતીય નાગરિકો અટવાઈ ગયા છે. ઈરાકના બીજા નંબરના મોટા શહેર મોસુલમાં 40 ભારતીયો અટવાઈ ગયા છે. તિરકિટમાં ઈરાકી લશ્કરી સૈનિકો અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાકના સુન્ની ઉગ્રવાદીઓ વચ્ચે જોરદાર લડાઈ ચાલી રહી છે.

ઇરાકમાં નરસંહાર

ઇરાકમાં નરસંહાર


ઇરાકમાં નરસંહારની આ તસવીરો આતંકવાદી જૂથ ISILએ પોતાની વેબસાઇટ પર મૂકી છે.

એક લાઇનમાં ઉભા રાખી ગોળીઓ ચલાવી

એક લાઇનમાં ઉભા રાખી ગોળીઓ ચલાવી


આતંકવાદીઓએ ઇરાકીઓને એક લાઇનમાં ઉભા રાખી ધનાધન ગોળીઓ ચલાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા.

ઇરાક સેનામાં ભરતી

ઇરાક સેનામાં ભરતી


ઇરાકની સેનામાં સ્વૈચ્છિક સેનાની ભરતી કરવામાં આવી છે. જેમાં કોઇ પણ પ્રકારની તાલીમ આપ્યા વિના તેમને શસ્ત્રો પકડાવી દેવામાં આવ્યા છે અને આતંકવાદીઓનો સામનો કરવા જણાવાયું છે.

આતંકવાદીઓનો કબ્જો

આતંકવાદીઓનો કબ્જો


ઇરાકના પાંચ શહેરો પર આતંકવાદીઓએ કબ્જો જમાવ્યો છે.

ઇરાકના તેલ કુવા પર જોખમ

ઇરાકના તેલ કુવા પર જોખમ


આ કારણે ઇરાકના તેલ કુવાઓ પર સંકટ આવી ગયું છે. જો આતંકવાદીઓએ તેના પર કબ્જો જમાવ્યો તો ભારત સહિતના દેશો પર પેટ્રોલ ડીઝલનું સંકટ તોળાઇ શકે છે અને તેની કિંમતમાં વધારો થઇ શકે છે.

ISIL વિરુદ્ધ સૂત્રોચ્ચર

ISIL વિરુદ્ધ સૂત્રોચ્ચર


ઇરાકમાં હવે ઠેરઠેર ISIL વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.

ઇરાકમાં હિંસા

ઇરાકમાં હિંસા


ઇરાકમાં હિંસાની આ તસવીરો આતંકવાદી જૂથ ISILએ પોતાની વેબસાઇટ પર મૂકી છે.

English summary
Islamic Militants occupied cities in Iraq;86 Indians trapped, India expressed concern.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X