For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે 30 સેકન્ડમાં ચાર્જ થઇ જતી સ્માર્ટફોન બેટરી!

|
Google Oneindia Gujarati News

જેરૂસલેમ, 9 એપ્રિલ : ઇઝરાયલની એક કંપનીએ સ્માર્ટફોનની એવી બેટરી વિકસાવી છે જે 30 સેકન્ડમાં જ પૂરેપૂરી ચાર્જ થઇ જાય છે. આ બેટરીને તેલ અવીવમાં આયોજિત એક ટેકનોલોજી સંમેલનમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

માઇક્રોસોફ્ટના થિંક નેક્સ્ટ સંમેલનમાં ઇઝરાયેલની કંપની સ્ટાર્ટઅપ 'સ્ટોર ડોટ' દ્વારા જૈવિક સંરચના આધારિત બેટરી રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન આ બેટરીએ એક સેમસંગ એસ4 સ્માર્ટફોનની સંપૂર્ણ રીતે ઠપ્પ પડેલી બેટરીને માત્ર 26 સેકન્ડમાં સંપૂર્ણ રીતે ચાર્જ કરી દીધી હતી.

battery-charge-in-30-second

આ બેટરીને હાલ પ્રાયોગિક ધોરણે રજૂ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે ત્રણ વર્ષમાં તે વ્યાવસાયિક સ્વરૂપે રજૂ કરવામાં આવશે. પ્રદર્શન માટે રાખવામાં આવેલી બેટરી એક સિગરેટ પેકેટના આકારના પેકમાં એક સ્માર્ટફોન સાથે જોડાયેલી હતી.

'સ્ટોર ડોટ'ના સંસ્થાપક ડૉક્ટર ડૉર્ન મેયર્સડોર્ફે જણાવ્યું કે 'અમે એક વર્ષની અંદર સ્માર્ટફોનમાં ઉપયોગમાં લઇ શકાય તેવી બેટરી તૈયાર કરી લઇશું. ત્યાર બાદ ત્રણ વર્ષમાં વ્યાવસાયિક રીતે ઉપગોયમાં લેવાય તેવી બેટરી તૈયાર કરી લઇશું.'

તેલ અવીવ યુનિવર્સિટીમાં 10 વર્ષ પહેલા અલ્ઝાઇમર રોગ સંબંધિત સંશોધન દરમિયાન પહેલીવાર એવા નાનો ક્રિસ્ટલ્સ અંગે જાણ થઇ હતી જે સ્વયં પરસ્પર જોડાવામાં સક્ષમ હતા. આ બેટરી માટે આ જ નેનો ક્રિસ્ટલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

English summary
Israeli startup shows off smartphone battery that charges in 30 seconds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X