• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હરાજીમાં જેમ્સ બોન્ડની કારના બે કરોડ રૂપિયા ઉપજ્યા

By Kumar Dushyant
|

લંડન, 7 ઑક્ટોબર: જેમ્સ બોન્ડ શ્રેણીની ફિલ્મ 'ક્વાંટમ ઓફ સોલેસ'માં ઉપયોગમાં લેવામાં આવેલી 2008 મોડલની ઓસ્ટન માર્ટિન કારના હરાજીમાં ચાર લાખ ડોલર (લગભગ 2 કરોડ રૂપિયા) ઉપજ્યાં છે.

હરાજી ધરના ક્રિસ્ટીનું કહેવું છી કે તાજેતરના બ્રાંડ અભિનેતા ડેનિયલ ક્રેગ દ્રારા ઉપયોગમાં લેવામાં આવેલી કારને 'બ્રાંડ મૂવી મેમોરિબિલા' હેઠળ હરાજી કરવામાં આવી છે. જેમાં બોન્ડ ફિલ્મોની યાદગાર વસ્તુઓને રાખવામાં આવી છે. 2008 મોડલની ઑસ્ટન માર્ટિન છ લીટર વી12 ડીબીએસ 2 ડોર કુપે કારને ગુપ્ત ગ્રાહકે દોઢ ગણી વધારે આપી ખરીદી છે.

બોન્ડની આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર જૂડી ડેંચ આ હરાજી દરમિયાન હાજર હતી. આ હરાજીમાં ક્રેગ દ્રારા એક અન્ય બોન્ડ ફિલ્મ કેસિનો રૉયલમાં ઉપયોગમાં લેવામાં આવેલી બે જોડી જીન્સની હરાજી કરવામાં આવી. જેની કિંમત 44,500 પાઉન્ડ (લગભગ 37 લાખ રૂપિયા)ની બોલી લાગી હતી. આ રકમ એક મહિલા સંસ્થાને દાનમાં આપવામાં આવી છે.

જેમ્સ બોન્ડ શ્રેણીની આ મહિને રીલીઝ થનારી ફિલ્મ સ્કાઇ ફોલમાં અભિનેતા ડેનિયલ ક્રેગ દ્રારા પહેરવામાં આવેલી ટાઇટેનિયમ ઘડીયાળની હરાજી કરવામાં આવી હતી. જેના 157300 પાઉન્ડ (લગભગ એક કરોડ 31 લાખ રૂપિયા) માં ખરીદવામાં આવી હતી.

English summary
A 2008 Aston Martin car used by Daniel Craig in the James Bond movie " Quantum of Solace" has been sold in an auction of Bond movie memorabilia for 241,300 pounds (around $389,000), Christie's auction house said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X