સૌથી લાંબા સમય સુધી જાપાનના PM રહેલા શિંજો આબેએ પદ પરથી આપ્યુ રાજીનામુ
ટોકિયોઃ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. આબેએ બિમારીના કારણે પોતાના પદ પરથી રાજીનામુ આપવાનુ એલાન પહેલા જ કરી દીધુ હતુ. તે યુવાવસ્થાથી જ કોલાઈટિસ નામની બિમારીથી પીડિત છે. જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(એલડીપી)એ ચીફ કેબિનેટ સેક્રેટરી 71 વર્ષીય યોશિહિદે સુગાને થોડા દિવસો અગાઉ જ પોતાના નવા નેતા ચૂંટ્યા છે. આ સાથે જ હવે તેમના આગલા પ્રધાનમંત્રી બનવાના રસ્તા ખુલી ગયા છે. આજે ઔપચારિક રીતે તેમના નામનુ એલાન થઈ શકે છે. સુગાને 534માંથી 377 મત મળ્યા છે. આબેએ સૌથી લાંબો સમય પીએમ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે.
સાત વર્ષ અને 8 મહિના સુધી રહ્યા પીએમ
જાપાનની સરકારી ચેનલ એનએચકે મુજબ પીએમ આબે નથી ઈચ્છતા કે તેમની ખરાબ તબિયતના કારણે કોઈ સરકારી સમસ્યા થાય. જો કે હજુ સુધી આના પર સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી. આબેના આરોગ્ય વિશે છેલ્લા ઘણા દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી. તે હાલમાં જ બે વાર હોસ્પિટલ ગયા હતા. આબે ઘણા વર્ષોથી કોલાઈટિસ બિમારીથી ગ્રસિત છે. હાલમાં જ જ્યારે તે ફરીથી હોસ્પિટલમાં ચેકઅપ બાદ પાછા આવ્યા ત્યારે તેમના કાર્યકાળ વિશે ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી. એક પ્રેસ કૉન્ફરન્સમાં આબેએ થોડા દિવસો અગાઉ રાજીનામાનુ એલાન કર્યુ હતુ. પોતાના રાજીનામાનુ એલાન કરતા તે ઘણા દુઃખી જોવા મળ્યા. આબે રેકોર્ડ સાત વર્ષ અને આઠ મહિના બાદ પોતાના પદ પરથી હટી રહ્યા છે.
બિમારીના કારણે છોડ્યો કાર્યકાળ
આબેના શબ્દોમાં, 'મે પ્રધાનમંત્રીનુ પદ છોડવાનો નિર્ણય કર્યો છે.' તેમણે કહ્યુ કે આ બિમારીના કારણે તેમનો પહેલો કાર્યકાળ પર ઑફિસમાં રહેતા ખતમ થઈ ગયો. આબેએ કહ્યુ, 'જો હું લોકો માટે સર્વશ્રેષ્ઠ નિર્ણય ન લઈ શકુ તો પછી હું પ્રધાનમંત્રી ન રહી શકુ.' શિંજો આબેના નજીક ગણાતા નવા પીએમ યોશિહિદે સુગા શિંજો આબેના ભરોસાપાત્ર સાથી છે. સુગાની ઓળખ એક એવા નેતા તરીકે છે જેનુ કદ છેલ્લા અમુક દિવસોમાં રહસ્યમય રીતે સરકારમાં વધ્યુ. તે આબે સરકારમાં એક મહત્વના સલાહકાર તરીકે ઉભર્યા, સરકારના પ્રવકતા બન્યા અને નીતિઓને આગળ વધારનાર નેતા તરીકે માનવામાં આવ્યા. સુગા અત્યાર સુધી ઘણા મહત્વના રાજકીય ભૂમિકામાં જોવા મળી ચૂક્યા છે પરંતુ ચીફ કેબિનેટ સેક્રેટરી તરીકેના તેમના કાર્યકાળને સૌથી સફળ માનવામાં આવે છે. તે આબે સરકારનો એક પ્રભાવી ચહેરો રહ્યા છે અને કોવિડ-19ના સમયમાં તેમને પ્રવકતા તરીકે સરકારના ઘણા નિર્ણયોનો બચાવ રૂટીન પ્રેસ કૉન્ફરન્સમાં કરતા જોવામાં આવ્યા છે.
ચીન સાથે ટકરાવ વચ્ચે લદ્દાખમાં બે નવા રસ્તાને સરકારની મંજૂરી