• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાત્રે ભરપૂર સૂતા કર્મચારીઓને કંપની આપી રહી છે 41 હજાર રૂપિયાનું ઈનામ

|

વિચારો કે તમને રાત્રે વધુ સૂવા માટે તમારી કંપની જો પૈસા આપે તો કેવુ રહેશે? આ તો કોઈ સપનાની નોકરી જેવુ થઈ જશે ને! જાપાનની એક કંપની પોતાના કર્મચારીઓને રાત્રે પર્યાપ્ત ઉંઘ લેવા બદલ એવોર્ડ આપી રહી છે. કંપનીનું માનવુ છે કે પર્યાપ્ત ઉંઘ લેનારા કર્મચારી ઉત્પાદક હોય છે. એટલા માટે કંપનીએ તે બધા કર્મચારીઓને એવોર્ડ પોઈન્ટ આપવાનો નિર્ણય કર્યો છે જે ઓછામાં ઓછુ છ કલાકની ઉંઘ લઈને ઓફિસ આવશે.

આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પર્સનલ વાતો સાંભળે છે ચીન-રશિયાના જાસૂસઆ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પર્સનલ વાતો સાંભળે છે ચીન-રશિયાના જાસૂસ

ઈનામ મેળવવા માટે ઓછામાં ઓછુ 6 કલાક સૂવુ પડશે

ઈનામ મેળવવા માટે ઓછામાં ઓછુ 6 કલાક સૂવુ પડશે

જાપાનની કંપની ક્રેઝી ઈનકોર્પોરેશન પોતાના કર્મચારીઓને વધુ સૂવા માટે એવોર્ડ પોઈન્ટ આપશે. કંપનીના માલિક કાજુહીકો મોરિયામાએ કહ્યુ કે સારી રીતે વિશ્રામ કરનારા કર્મચારી બિઝનેસ માટે સારા હોય છે. એટલા માટે તેમની કંપની કર્મચારીઓને એવોર્ડ પોઈન્ટ આપશે જે ઓછામાં ઓછી પાંચ દિવસ સુધી છ કલાકની ઉંઘ લેશે. આ પોઈન્ટ્સ કર્મચારી કંપનીની કેન્ટીનમાં જમવાના બદલે બદલી શકે છે. એક વર્ષમાં એક કર્મચારીને 64,000 યેન (41,000 રૂપિયા) ની કિંમતના પોઈન્ટ મળશે.

‘પર્યાપ્ત ઉંઘ લેતાં કર્મચારી જ સારુ પ્રદર્શ કરે છે'

‘પર્યાપ્ત ઉંઘ લેતાં કર્મચારી જ સારુ પ્રદર્શ કરે છે'

કર્મચારીઓની ઉંઘ પર નજર રાખવા માટે એક એપની મદદ લેવામાં આવશે જે બેડ બનાવનાર કંપની એરવીવ ઈનકોર્પોરેશને વિકસિત કર્યુ છે. મોરિયામાનું માનવુ છે કે ખુશહાલ જિંદગી જીવનારા કર્મચારી જ ઓફિસમાં સારુ પર્ફોર્મ કરી શકે છે. તેમણે કહ્યુ, ‘તમારે કર્મચારીઓને અધિકારોને સુરક્ષિત કરવા પડશે પહિતર દેશ નબળો પડી જશે.' મોરિયામાનું કહેવુ છે કે તે લાખો કર્મચારીઓ સુધી પહોંચીને કંઈક એવુ કરવા ઈચ્છે છે જે બીજાને મૂર્ખામી લાગે છે.

જાપાનમાં મોટો મુદ્દો છે કર્માચારીઓનો ઓવરટાઈમ

જાપાનમાં મોટો મુદ્દો છે કર્માચારીઓનો ઓવરટાઈમ

જાપાનમાં કર્મચારીઓનો ઓવરટાઈમ કરવો એક મોટો મુદ્દો છે. જાપાનમાં 20 વર્ષની ઉંમરથી વધુના 92 ટકા લોકોનું કહેવુ છે કે તે પર્યાપ્ત ઉંઘ નથી લઈ શકતા. કર્મચારીઓમાં ઉંઘની ઉણપથી માત્ર જાપાન જ નહિ પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશોને પણ લાખો-કરોડોનું નુકશાન થયુ છે. ગયા વર્ષે જાપાનમાં એક રિપોર્ટરના મોતના કારણમાં ઓવરટાઈમ સામે આવ્યો હતો. 31 વર્ષની મિવા સાદોનું 2013 માં મોત થઈ ગયુ હતુ. મોતના ચાર વર્ષ બાદ ખુલાસો થયો હતો કે તેમનુ મૃત્યુનું કારણ મહિનામાં 159 કલાક ઓવરટાઈમ કરવાનું હતુ.

ઓવરટાઈમથી દર વર્ષે થાય છે હજારો મોત

ઓવરટાઈમથી દર વર્ષે થાય છે હજારો મોત

જાપાનમાં ઓવરટાઈમ કરવાથી દર વર્ષે હજારોના મોત થાય છે. આ કારણે થનારા મોતોને કારોશી કહે છે એટલે કે ‘ઓવરટાઈમથી મોત'. કારોશીનું કારણ હાર્ટ એટેક, સ્ટ્રેસના કારણે સ્ટ્રોક અને વધુ સમય સુધી ભૂખ્યા રહેવાનું હોઈ શકે છે. ઘણા યુવાનો આ બિમારીઓના શિકાર થાય છે અને ઘણા આત્મહત્યા જેવા મોટા પગલા લઈ લે છે. જાપાનના યુવાનો પર ઓવરટાઈમ બાદ પણ સોશિયલાઈઝ કરવાનું પ્રેશર રહે છે. આને વર્ક કલ્ચરનો જ હિસ્સો માનવામાં આવે છે.

દુનિયાના ઘણા દેશોમાં વર્કપ્લેસ પર તણાવ ઝેલી રહ્યા છે યુવાનો

દુનિયાના ઘણા દેશોમાં વર્કપ્લેસ પર તણાવ ઝેલી રહ્યા છે યુવાનો

આવુ માત્ર જાપાનમાં નહિ પરંતુ દુનિયાના ઘણા દેશોમાં બને છે. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ આજકાલના યુવાનો મહિનામાં એટલુ કામ કરે છે કે તે પોતાની રજાઓ પણ નથી લેતા. બોસને ખુશ કરવાથી લઈને ડેડલાઈન મીટ કરવા સુધી, યુવાનો પર કામનો ઘણો બોજ હોય છે. ઘણી વેબસાઈટ્સના સર્વે મુજબ આજકાલ કામ કરનારા લોકોમાંથી 10 માંથી 8 સ્ટ્રેસ લઈ રહ્યા છે. સ્ટ્રેસ, એન્ક્ઝાઈટી, પેનિક એટેક્સ આ લોકોના જીવનનો સામાન્ય હિસ્સો બની ગયા છે. ઘણા દેશોએ પોતાનું વર્ક કલ્ચર સુધારવા માટે પગલાં લીધા છે.

આ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ 3 આરોપીઓના ડીએનએ સેમ્પલ થયા મેચ, ચાર્જશીટ દાખલઆ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ 3 આરોપીઓના ડીએનએ સેમ્પલ થયા મેચ, ચાર્જશીટ દાખલ

English summary
Japanese Company Is Paying Employees To Sleep Six Hours Every Night, Boss Says, Its Increase Productivity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X