• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે બાથરૂમમાં મહિલાનો ભેટો વાઘ સાથે થઇ ગયો !

|
Google Oneindia Gujarati News
વોશિંગ્ટન, 24 એપ્રિલ: અમેરિકાની એક મહિલા પોતાની દીકરી સાથે સર્કસ જોવા ગઇ હતી પરંતુ તે એ સમયે દંગ રહી ગઇ જ્યારે તેને રિંગના બદલે બાથરૂમમાં વાઘ સાથે ભેટો થઇ ગયો.

સ્થાનીય મીડિયાના જણાવ્યા અનુસાર જેના ક્રેબિલ પોતાની ત્રણ વર્ષની દીકરીને લઇને સર્કસ જોવા માટે ગઇ હતી. આ સર્કસમાં વાઘોનો શો દેખાડવામાં આવી રહ્યો હતો. શો દરમિયાન તે પોતાની દીકરીને લઇને બાથરૂમમાં ગઇ. બાથરૂમનો દરવાજો બંધ કરતા તે પાછળ વળી તો તેને વાઘ દેખાયો.

જેનાએ જણાવ્યું કે 'આ વાઘ સર્કસમાં પોતાનું કરતબ બતાવ્યા બાદ ગાયબ થઇ ગયો હતો. સર્કસના કર્મચારીઓ તેને દરેક જગ્યાએ શોધી રહ્યા હતા પરંતુ તેમણે બાથરૂમમાં તપાસ કરી ન્હોતી. બાથરૂમનો દરવાજો બંધ કરતા જ મે તેને જોયો તો મારો તો જીવ જ નીકળી ગયો પરંતુ મારી દીકરીને જરા પણ ભય લાગ્યો નહીં.'

તેમણે જણાવ્યું કે 'હું ક્યારેય પણ કોઇપણ વાઘની આટલી નજીક ન્હોતી આવી અને કોઇ વાઘને આ પહેલા આટલી નજીકથી ન્હોતો જોયો અહી સુધી કે તે પીંજરામાં બંધ હોય તો પણ. જોકે મારી દીકરી એ જાણવા ઉત્સુક હતી કે વાઘે પોતાના હાથ ધોયા કે નહીં.'

English summary
A tiger escaped during a circus act in Kansas over the weekend. The animal was quickly rounded up by security, but not before a close encounter in the woman's restroom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X