For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...અને અચાનક સામે આવી ગયું UFO: પાયલોટ

|
Google Oneindia Gujarati News

લંડન, 6 જાન્યુઆરી: વિશ્વ પ્રસિદ્ધ હીથ્રો હવાઇ મથકથી 32 કિમી દૂર હજારો ફૂટની ઉંચાઇ પર એક પાયલોટનો જીવ ત્યારે ગળે આવી ગયો જ્યારે એક યૂએફઓ વિમાન સાથે અથડાતા બચી ગઇ. જેટના એ-320 વિમાનના પાઇલોટના કહેવા પ્રમાણે અમે લગભગ 34000 ફૂટની ઉંચાઇ પરથી જ્યારે રગ્બીના બોલના આકારની એક અજબ પ્રકારની વસ્તુ અમારા વિમાન સામે ઝડપથી આવી રહી હતી. અમારી પાસે રિએક્ટ કરવાનો સમય ખૂબ જ ઓછો હતો, પરંતુ યૂએફઓ વિમાનની બાજુમાંથી નીકળી ગયું.

જોકે રિસર્ચમાં એ જાણવા નથી મળ્યું કે યૂએફઓ હતું કે શું હતું? પાઇલોટના જણાવ્યા પ્રમાણે અમારી પાસે કઇ રિએક્ટ કરવાનો સમય જ ન્હોતો. જો તે વસ્તુ પ્લેન સાથે અથડાઇ જાત તો વિમાન હવામાં જ ક્રેશ થઇ જતું.

plane
યૂએફઓના વિમાનના ઉપરથી પસાર થઇ ગયા બાદ અમે વિમાનના તમામ ઉપકરણો ચેક કર્યા તે તમામ કામ કરી રહ્યા હતા. યૂકે એરપ્રોક્સે મામલાને જાણવા માટે સંશોધન શરૂ કરી દીધું છે જોકે તેઓ હજી કોઇ પરિણામ પર પહોંચ્યા નથી.

લંડન વિમાનન વિભાગમાં આવી જ અન્ય ઘટનાઓનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે, જેનાથી આવી ઘટનાઓથી ભવિષ્યમાં બહાર નીકળી શકાય અને લોકોને સુરક્ષિત તેમના સ્થળે પહોંચાડી શકાય.

English summary
A pilot of a passenger plane has reported a near miss in which a UFO passed within a few feet of his aircraft while flying near Heathrow Airport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X