US Election 2020: જો બિડેને બરાક ઓબામાનો રેકોર્ડ તોડ્યો, સૌથી વધુ વોટ હાંસલ કર્યા
વૉશિંગ્ટનઃ પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જો બિડેને પોતાના પૂર્વ બૉસ બરાક ઓબાામાથી પણ આગળ નિકળી ગયા છે. તેઓએ વર્ષ 2008થી 2016 સુધી અમેરિકાના પ્રેસિડેન્ટ રહેલા બરાક ઓબામાનો રેકોર્ડ તોડી નાખ્યો. આ રેકોર્ડ છે સૌથી વધુ વોટ હાંસલલ કરવાનો. ઉમેદવાર તરીકે 3 નવેમ્બરે થયેલ ચૂંટણીમાં બિડેનને સૌથી વધુ વોટ મળ્યા છે.
પૉપ્યુલર વૉટમાં બહુ પાછળ છે ટ્રમ્પ
ડેમોક્રેટ જો બિડેન બુધવાર સુધી બનેલ સૌથી વધુ વોટ હાંસલ કરનાર ઉમેદવાર બની ગયા હતા. વર્ષ 2008માં જ્યારે બરાક ઓબામાએ પહેલીવાર પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં કિસ્મત અજમાવી હતી તો તેમને 69,500,000 વોટ મળ્યા હતા. જ્યારે જો બિડેને અમેરિકી સમયાનુસાર બુધવારે બપોર સુધી 70,330,000 વોટ હાંસલ કરી લીધા હતા. બિડેને પૉપ્યુલર વોટના મામલે ઓબામાને પાછળ છોડી દીધા છે. જો કે હજી ઈલેક્ટોરલ વોટની લડાઈ ઘણી તગડી છે અને રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેમણે આકરી ટક્કર કરવી પડી રહી છે. બિડેન પોપ્યુલર વોટના મામલે પોતાના પ્રતિદ્વંદ્વીથી 2.7 મિલિયન વોટ આગળ ચાલી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બેટલગ્રાઉન્ડ સ્ટેટસથી જ્યારે પરિણામ આવવા શરૂ થઈ જશે તો બિડેનની લીડ વધી શકે છે.
આ પણ વાંચો
- US Election 2020: ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ માટે તમિલનાડુમાં પોસ્ટર લાગ્યાં
- US Election 2020: બિડેન- ટ્રમ્પનો ઈંતેજાર લાંબો થઈ શકે, હાર-જીતના એલાનમાં અઠવાડિયાની વાર!
- US Election: ટ્રમ્પે મતગણતરી પર આશંકા જતાવી, બોલ્યા- કાલે જ્યાં લીડ કરી રહ્યો હતો, ત્યાં પાછળ?
- US Election 2020: 264 ઈલેક્ટોરલ વોટ સાથે જાદૂઈ આંકડાથી માત્ર 6 વોટ દૂર જો બિડેન