જો બિડેન અને કમલા હૈરિસ કાલે શપથ લેશે, જાણો આખું શેડ્યૂઅલ
Joe Biden Inauguration Ceremony: હવે થોડી કલાકો બાદ જો બિડેન અમેરિકાના 46મા પ્રેસિડેન્ટના રૂપમાં શપથ લેશે. આની સાથે જ ભારતવંશી કમલા હૈરિસ અમેરિકાના 49મા ઉપ રાષ્ટ્રપિત પદ પર વિરાજમાન થશે. આના માટે અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન સ્થિત કેપિટલ હિલમાં શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત કરાશે.

શપથ ગ્રહણ સમારોહનો સમય
જો બિડેન અને કમલા હૈરિસને કૈપિટલ હિલની એ જગ્યાએ જ શપથ અપાવવામાં આવશે જ્યાં 6 જાન્યુઆરીના દિવસે ટ્રમ્પના સમર્થકોએ હિંસક પ્રદર્શન કર્યું હતું. સુરક્ષા એજન્સીઓએ શપથ ગ્રહણ સમારોહમાં પણ હિંસા થવાની આશંકા જતાવી હતી. કોઈપણ પ્રકારની હિંસા કે વિરોધને રોકવા માટે કેપિટલ બિલ્ડિંગની સુરક્ષામાં સેના તહેનાત કરવમાં આવી છે. આ સમયે નેશનલ ગાર્ડના 25 હજાર જવાન રાજધાનીમાં ઉતારવામાં આવ્યા છે.
આકરી સુરક્ષા ઈંતેજામ વચ્ચે થનાર આ શપથ ગ્રઙણમાં ઉમ્મીદ મુજબ ઓછા લોકો પહોંચે તેવી વાત કહેવાઈ રહી છે. જો કે શપથ ગ્રહણ સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરાશે.
20 જાન્યુઆરીએ નક્કી કાર્યક્રમ મુજબ શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રગાન સાથે સવારે 11 વાગીને 30 મિનિટે (ભારતીય સમય મુજબ 10 વાગ્યે) શરૂ થશે. જે બાદ બપોર પહેલાં કમલા હૈરિસ વાઈસ પ્રેસિડેન્ટ પદના શપથ લેશે. કમલા હૈરિસને સુપ્રીમ કોર્ટના જજ સોનિયા સોટોમેયર પદના શપથ અપાવશે.
જે બાદ નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેન અમેરિકાના 46મા પ્રેસિડન્ટ તરીકે શપથ લેશે. પરંપરા મુજબ સુપ્રીમ કોર્ટના ચીફ જજ જૉન રૉબર્ટ્સ જો બિડેનને શપથ લેવડાવશે. શપથ ગ્રહણ કાર્યક્રમ કૈપિટલ બિલ્ડિંગના પશ્ચિમી ગેટ તરફ યોજાશે.

શપથ ગ્રહણ સમારોહ ક્યાં જોવો
અમેરિકાના 59મા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ સમારોહનું અમેરિકાના બધાં જ વડાં ન્યૂઝ નેટવર્ક એબીસી, સીબીએસ, સીએનએન, એનબીસી વગેરે લાઈવ પ્રસારણ કરશે. આ ઉપરાંત bideninaugural.org/watch/ પર લાઈ સ્ટ્રીમ પણ કરાશે. આની સાથે જ બિડેનના શપથ ગ્રહણ સમારોહની ટીમ પોતાના ફેસબુક, યૂટ્યૂબ અને ટ્વિટર પેજ પર પણ ટેલિકાસ્ટ કરશે. આ ઉપરાંત એમેઝોન પ્રાઈમ વીડિયો, માઈક્રોસોફ્ટ બિંગ, ફોક્સ કે ન્યૂઝ નાઉ પર પણ લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો.

પાછલા સમારોહથી બહુ અલગ
આ વખતેનો શપથ ગ્રહણ સમારોહ પાછલા કેટલાય સમારોહથી અલગ હશે. પરંપરા મુજબ નિવર્તમાન રાષ્ટ્રપતિ શપથ ગ્રહણમાં સામેલ થાય છે. આ શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણનું પ્રતિક હોય છે પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં સતત ધાંધલીનો આરોપ લગાવતા રહ્યા છે અને તેમણે શપથ ગ્રહણ સમારોહમાં આવવાનો ઈનકાર કરી દીધો છે. જો કે વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેંસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી ઉમ્મીદ છે.
જ્યારે હરેક વાર કોંગ્રેસની સંયુક્ત કમિટી શપથ ગ્રહણ સમારોહ માટે 20,000 ટિકિટ જાહેર કરે છે પરંતુ આ વખતે કોરોના વાયરસ મહામારીને પગલે આ વખતે સામાન્ય લોકો માટે કોઈ ટિકિટ જાહેર કરવામાં આવી નથી.
લોપેજ અને લેડી ગાગા પરફોર્મ કરશે
મશહૂર ગાયિકા જેનિફર લોપેઝ શપથ ગ્રહણ સમારોહમાં પરફોર્મ કરશે જ્યારે લેડી ગાગા રાષ્ટ્રગાન ગાશે. ઈનૉગ્રેશન વેબસાઈટ મુજબ શપથ ગ્રહણ બાદ બિડેન અમેરિકી લોકોને સંબોધિત કરી શકે છે જેમાં તેઓ મહામારીને હરાવવા અને દેશને એકજૂટ કરવા વિશે વાત કરી શકે છે.

શપથ ગ્રહણ બાદ શું થશે?
શપથ ગ્રહણ સમારોહ બાદ જો બિડેન કૈપિટલના પૂર્વી ભાગમાં સેનાના સભ્યોને સલામી આપશે. નવા કમાંડર ઈન ચીફ પાસે સત્તાનું શાંતિ હસ્તાંતરણના રૂપમાં આ પરંપરા કરાય છે. અમેરિકી પ્રેસિડેન્ટ સેનાના કમાંડર-ઈન-ચીફ હોય ચે.
જે બાદ પ્રેસિડેન્ટના રૂપમાં બિડેન અને તેમની પત્ની, વાઈસ પ્રેસિડેન્ટના રૂપમાં કમલા હૈરિસ અને તેમના પતિ, પૂર્વ પ્રેસિડેન્ટ્સ બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યૂ બુશ અને બિલ ક્લિંટન અને તેમની પત્નીઓ સાથે અર્લિંગ્ટન સ્થિત રાષ્ટ્રીય કબ્રિસ્તાનમાં જશે અને ત્યાં અજ્ઞાત સૈનિકોની કબર પર ફૂલ ચઢાવશે.
અહીંથી બિડેન પારંપરિક પ્રેસિડેન્ટ એસ્કોર્ટ 15મી સ્ટ્રીટથી લઈ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ વ્હાઈટ હાઉસ સુધી લઈ જશે. વ્હાઈટ હાઉસ પહોંચવા પર પ્રેસિડેન્ટ સમક્ષ ઉદ્ધાટન પરેડ કરાવવામાં આવે છે પરંતુ આ વખતે કોરોનાને જોતાં વર્ચ્યૂઅલ પરેડ કરવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો-
US: કમલા હેરિસે સેનેટથી રાજીનામું આપ્યું, બુધવારે અમેરિકાની પહેલી મહિલા વાઈસ પ્રેસિડેન્ટ બની જશે