For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ જર્મનીમાં કર્યું "મેક ઇન ઇન્ડિયા"ને પ્રમોટ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોની યાત્રાના બીજા ચરણમાં રવિવારે જર્મની પહોંચ્યા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીના પૂતળાનું અનાવરણ કર્યું, અને જર્મનીના મોટા નેતાઓ તથા ઉદ્યોગપતિઓ સાથે ખાસ મુલાકાત કરી.

વધુમાં મોદીએ જર્મનીના હનોવરમાં યોજવામાં આવેલ વ્યાપાર મેળામાં ભારતના "મેક ઇન ઇન્ડિયા"ને વૈશ્વિક સત્તરે પ્રમોટ કર્યું. અહીં તેમને વેપારીઓને ભારતમાં નિવેશ કરવું આહ્વાહન કર્યું. એટલું જ નહીં જર્મનીમાં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અને આ વેપાર મેળામાં ભારતીય સંસ્કૃતિને પણ મોટા પાયે રજૂ કરવામાં આવી.

વધુમાં મોદીને એરપોર્ટ અને તેમની હોટલ પર મળવા મોટી સંખ્યામાં ભારતીય લોકો ઉમટી પડ્યા હતા. જર્મનીમાં પણ મોદી મોદીના નારાએ ત્યાંની સડકો જામ કરી દીધી.

તો મોદીના જર્મની પ્રવાસની અત્યારસુધીની કેટલીક ખાસ તસવીરો જુઓ આ સ્લાઇડરમાં...

મોદી ઉપડ્યા બર્લિન તરફ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનોવરને કહ્યું બાય બાય. મોદી ઉપડ્યા જર્મનીની રાજધાની બર્લિન તરફ.

જર્મનીમાં ભારતની ઝાંખી

જર્મનીમાં ભારતની ઝાંખી

વેપાર મેળાના રંગારંગ કાર્યક્રમમાં જોવા મળી ભારતીય ઝાંખી. ત્યારે વડાપ્રધાને એક પરંપરાગત ભારતીય પોશક પહેરેલા એક વ્યક્તિ જોડે હાથ મેળવ્યા.

મોદી કહ્યું હેલ્લો જર્મની

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસોની યાત્રાના બીજા ચરણમાં પહોંચ્યાં જર્મની. જર્મની ઉતર્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટ દ્વારા કહ્યું "હેલ્લો જર્મની"

મોદી મળ્યા માઇકલ સ્ટેનરને

મોદી મળ્યા માઇકલ સ્ટેનરને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જર્મનીના એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાં તેમનું સ્વાગત જર્મન રાજદૂત માઇકલ સ્ટેનર કર્યું.

જર્મનીમાં ગૂજ્યો મોદીનો નારો

જર્મનીમાં ગૂજ્યો મોદીનો નારો

જર્મનીના હનોવર પહોંચતા જ એરપોર્ટ પર અને મોદીની હોટલની બહાર મોટી સંખ્યામાં વિદેશીઓ અને ભારતીય મૂળના લોકો મોદીને મળવા પહોંચી ગયા. અને મોદી પણ તેમની કારથી ઉતરીને ખાસ આ લોકોને મળવા ગયા. ત્યારે જર્મનીમાં મોદી, મોદીના નારા ગૂંજી ઉઠ્યા. બધા લોકો બસ મોદીની એક ઝલક મેળવવા માંગતા હતા.

મોદી મળ્યા ઉદ્યોગપતિઓને

મોદીએ અહીં પણ કર્યું "મેક ઇન ઇન્ડિયા" યોજનાને પ્રમોટ. જર્મનીમાં મોદીએ જર્મનીની અનેક જાણીતી કંપનીના સીઇઓ સાથે કરી મુલાકાત.આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી નિર્મલા સીતારામ પણ હાજર રહી.

મોદી મળ્યા ઉદ્યોગપતિને

મોદી મળ્યા ઉદ્યોગપતિને

ડેમલર AGના સીઇઓ દિએટર જેટ્સચે સાથે નરેન્દ્ર મોદી. નોંધનીય છે કે મોદીની ઉદ્યોગપતિઓ સાથે મળેલી આ બેઠક ખુબ જ સફળ રહી. અને જર્મન ઉદ્યોગકારોએ ભારતની યોજના મેક ઇન ઇન્ડિયામાં ભારે રસ દાખવ્યો.

મોદી મળ્યા મેયરને

મોદી મળ્યા મેયરને

ત્યારબાદ મોદી હનોવરના મેયર સ્ટીફનને મળ્યા. અહીં પણ મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો મોદીને ધેરી વળ્યા.

ગાંધીજીના પૂતળાનું અનાવરણ

ગાંધીજીના પૂતળાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં હનોવરના ગવર્નર સ્ટીફન સાથે મળીને ગાંધીજીના પૂતળાનું અનાવરણ કર્યું. તેમણે ટ્વિટ કરી કહ્યું કે ગાંધીજીના પૂતળાનું અનાવરણ કરવું તે માત્ર મારા માટે જ નહીં પણ સમગ્ર માનવજાત માટે ગર્વની વાત છે.

મોદી આપી ગિફ્ટ

મોદી આપી ગિફ્ટ

મોદીએ હનોવરના મેયર સ્ટીફનને એક મધુબની પેન્ટીંગની ગિફ્ટ આપી. નોંધનીય છે કે આ પેન્ટીંગ રાષ્ટ્રિય પુસ્કાર વિજેતા કલાકાર શ્રીમતી બુઆ દેવી બનાવ્યું છે. આ ચિત્રમાં પર્યાવરણ અને મનુષ્ય વચ્ચેના તાલમેલને દર્શાવામાં આવ્યો છે.

મોદી સીટી હોલમાં

મોદી સીટી હોલમાં

ગાંધીજીના પૂતળાના અનાવરણ બાદ મોદીએ હનોવરના સીટી હોલની મુલાકાત લીધી હતી. વધુમાં તેમણે ત્યાંની નોંધપોથીમાં પોતાની આ મુલાકાતના સંસ્મરણો લખ્યા હતા.

મોદી મળ્યા એન્જેલાને

મોદી મળ્યા એન્જેલાને

ત્યારપછી મોદી હનોવરમાં યોજવામાં આવેલા વેપારી મેળામાં ગયા. જ્યાં તેમણે જર્મન ચાન્સલર એન્જેલા માર્કલ સાથે ખાસ મુલાકાત કરી.

નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

જર્મન ચાન્સલર એન્જેલા માર્કેલ દ્વારા આ વેપાર મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વધુમાં અહીં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી.

મોદી કહ્યું મેક ઇન ઇન્ડિયા

મોદી કહ્યું મેક ઇન ઇન્ડિયા

આ વેપાર મેળાનું સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના વેપારીઓને ભારતમાં આવી તેમના ઉદ્યોગોનો વિકાસ કરવા આહ્વાહન કર્યું. અહીં તેમણે ભારત સરકારની નીતી "મેક ઇન ઇન્ડિયા"ને કરી પ્રમોટ.

લેસર કાર્યક્રમ

હનોવરમાં યોજવામાં આવેલ આ વેપાર મેળામાં યોજવામાં આવ્યો હતો સુંદર લેસર અને લાઇટીંગનો કાર્યક્રમ. જુઓ આ તસવીરો.

જર્મનીમાં ભારતની ઝાંખી

વધુમાં આ વેપાર મેળામાં ભારતીય સંસ્કૃતિ અને નૃત્યને પણ સુંદર રીતે દર્શાવામાં આવી. અહીં ભરતનાટ્યમ, કથ્થક જેવા નૃત્યને રજૂ કરાયું.

નેતાજીના પરિવારને મળશે

નેતાજીના પરિવારને મળશે

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ભત્રીજાના પુત્ર સૂર્ય કુમાર બોઝ આજે જર્મનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે. નોંધનીય છે કે નેતાજીની જોડાયેલી ગુપ્ત માહિતીઓ ઉજાગર થયા બાદ આ મુલાકાત ખાસ રહી શકે છે. વધુમાં સૂર્ય કુમારે કહ્યું હતું કે તે નેતાજીની આ ફાઇલોને સાર્વજનિક કરવા માંગે છે.

જર્મન છાપામાં છવાયા મોદી

જર્મનીના તમામ મુખ્ય છાપાઓ પર મોદી છવાયેલા રહ્યા. નોંધનીય છે કે જર્મન અખબારોએ મોદીની આ વિદેશ યાત્રાને તેમના ફન્ટ પેઝ પર મોટા પાયે કવર કરી.

ચા પર ચર્ચા

હનોવરમાં યોજાયેલા વેપાર મેળામાં, જર્મન ચાન્સલર એન્જેલા માર્કલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માણી ચાની ચૂસકીની મઝા.

જર્મનીમાં મોદી કહ્યું "ભારત હવે બદલાઇ ગયું છે"

હનોવરમાં યોજવામાં આવેલ વેપાર મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને સ્માર્ટ સીટી યોજનાની માહિતી આપી હતી. તો બીજી તરફ ભારતમાં બનેલી વિવિધ વસ્તુ અંગે એન્જેલા અને અન્ય જર્મન અધિકારીઓએ ભારે રસ દાખવ્યો હતો.

ભારત આવી ને જુઓ

ઇન઼્ડો-જર્મન બિઝનેસ સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ પ્રસંગે મોદીએ વિદેશી ઉદ્યોગકારોને કહ્યું કે તમે ભારત આવી ને જુઓ ભારત હવે ધણું બદલાઇ ગયું છે.

English summary
Narendra Modi says Make In India not a brand, it is a national movement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X