• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISISએ પાયલોટને જીવતો સળગાવ્યો, જારી કર્યો વીડિયો

|

જૉર્ડન, 4 ફેબ્રુઆરી: હૃદયને હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. જૉર્ડનના સરકારી ટેલીવિઝને મંગળવારે એ વાત વાતની ખરાઇ કરી છે કે ઇસ્લામિક સ્ટેટના ચરમપંથીઓએ જે પાયલટને બંધક બનાવ્યો હતો તેની હત્યા કરી દીધી છે. જૉર્ડન સશસ્ત્ર દળ આતંકવાદી સમૂહ ઇસ્લામિક સ્ટેટના નવા ઓડિયો ક્લિપની તપાસ બાદ આ વાત સામે આવી છે. સશસ્ત્ર દળોએ જણાવ્યું છે કે આઇએસે પાયલટને મૂઢ માર માર્યા બાદ તેને જીવતો સળગાવી દીધો.

pilot
નોંધનીય છે કે 28 જાન્યુઆરીના રોજ આઇએસએ જાપાની બંધક કેન્જી ગોતોનો ઓડિયો ક્લિપ જારી કર્યો હતો. આ સંદેશમાં આઇએસે મહિલા આત્મઘાતી હુમલાવર સાઝિદા અલ-રિશ્વીને તુર્કિશ સરહદ સુધી લાવવા જણાવ્યું હતું, એવું નહીં કરવા પર જૉર્ડન પાયલટ મુએથ અલ-કસિએબાને મારવાની ધમકી આપવામાં આવી હતી. પરંતુ જ્યારે તેની આ વાત ના માનવામાં આવી તો તેણે પાયલટને જીવતો સળગાવી દીધો.

આપને જણાવી દઇએ કે આઇએસે એક વીડિયો જારી કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે મોએજ અલ કસાસબેહ નામના આ પાયલટને ત્યાં સુધી સળગાવવામાં આવ્યો જ્યાં સુધી તેનું મોત ના થઇ ગયું. વીડિયોને આઇએસએ ટ્વિટર પર જારી કર્યો છે.

નોંધનીય છે કે ડિસેમ્બર 2014ના રોજ સીરિયાના રાક્કામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ જોર્ડનના પાયલટને આઇએસ આતંકવાદીઓએ પકડી લીધો હતો. સાઝિદા-અલ-રિશ્વી 2005માં જૉર્ડનની રાજધાની અમ્માનમાં સીરિયલ બ્લાસ્ટની દોષી છે. આ વિસ્ફોટમાં લગભગ 60 લોકોના મોત થઇ ગયા હતા.

English summary
Islamic State had released a video showing the death of a Jordanian fighter pilot. ISIS released Video and stills which shows a Jordanian military pilot being burned alive while confined in a cage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more