• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અશરફ ગનીની તુલનામાં કાબુલ તાલિબાનના નિયંત્રણમાં વધુ સુરક્ષિતઃ રશિયા

|
Google Oneindia Gujarati News

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં છેલ્લા બે દિવસોથી ચારે તરફ અફડા-તફડીના ફોટા સામે આવી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર લોકોની ભારે ભીડ અને કોઈ પણ રીતે લોકો દેશ છોડીને જવા માટે આતુર દેખાઈ રહ્યા છે આના માટે લોકો પોતાના જીવની પરવા પણ નથી કરી રહ્યા. આ દરમિયાન રશિયાએ તાલિબાનનુ સમર્થન કરીને કહ્યુ કે અશરફ ગની સરકારની તુલનામાં કાબુલ તાલિબાનના નિયંત્રણમાં સારી સ્થિતિમાં છે.

અશરફ ગનીની તુલનામાં તાલિબાન સારુ

અશરફ ગનીની તુલનામાં તાલિબાન સારુ

અફઘાનિસ્તાનમાં રશિયાના રાજદૂત દિમિત્રી જિરનોવે તાલિબાનનુ સમર્થન કરીને કહ્યુ કે તાલિબાનને રશિયામાં હજુ પણ અધિકૃત રીતે આતંકી સંગઠન માનવામાં આવ્યુ છે. તેણે છેલ્લા 24 કલાકમાં અફશર ગની સરકારની તુલનામાં કાબુલને સારી સુરક્ષા પૂરી પાડી છે. રશિયાના રાજદૂતના આ નિવેદનને તાલિબાન સાથે સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક મોટા પગલાં તરીકે જોવામાં આવી રહ્યુ છે. રશિયા ઈચ્છે છે કે અફઘાનિસ્તાનમાં ફેલાયેલી અસ્થિરતા સેન્ટ્રલ એશિયામાં ન ફેલાય માટે તે તાલિબાન સાથે પોતાના સંબંધો સારા કરવા માંગે છે.

તાલિબાનના વ્યવહારથી ઘણા પ્રભાવિત

તાલિબાનના વ્યવહારથી ઘણા પ્રભાવિત

જે ગતિએ તાલિબાને પૂરા અફઘનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યુ તેનાથી આખી દુનિયા જ નહિ પરંતુ રશિયામાં ચોંકી ગયુ છે. જ્યારે અમેરિકી સૈનિક અફઘાનિસ્તારથી બહાર જવાની કોશિશ કરી રહ્યા હતા એ દરમિયાન તાલિબાનના લડાકુઓ વિજળીની ગતિએ આખા અફઘાનિસ્તાનને પોતાના નિયંત્રણમાં લેવા માટે આગળ વધી રહ્યા હતા. દિમિત્રી જિરનોવે કહ્યુ કે તે તાલિબાનના વ્યવહારથી ઘણા પ્રભાવિત છે. તેમનુ વલણ સારુ, સકારાત્મક અને ઘણુ સારુ છે.

કાબુલમાં સ્થિતિ શાંતિપૂર્ણ

કાબુલમાં સ્થિતિ શાંતિપૂર્ણ

રશિયાના રાજદૂતે કહ્યુ કે સ્થિતિ શાંતિપૂર્ણ અને સારી છે અને શહેરમાં બધુ શાંત છે. કાબુલમાં ગઈ સરકારની તુલનામાં સારી સ્થિતિ છે. પૂર્વ સરકાર પત્તાના મહેલની જેમ પડી ગઈ, લોકોમાં અવ્યવસ્થાની ભાવના હતી, કોઈ પણ પ્રકારની સત્તા નહોતી, લૂટેરાઓ રસ્તા પર આવી ગયા. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનના રાષ્ટ્ર્પતિ અશરફ ગની દેશ છોડીને ગયા છે. જો કે એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે તે ક્યાં છે પરંતુ રિપોર્ટ અનુસાર તે તઝાકિસ્તાનમાં છે.

હથિયારો વિના જ કાબુલ પહોંચ્યા હતા તાલિબાનના લડાકુઓ

હથિયારો વિના જ કાબુલ પહોંચ્યા હતા તાલિબાનના લડાકુઓ

દમિત્રી જિરનોવે કહ્યુ કે શરુઆતમાં તાલિબાનની ટૂકડી હથિયાર વિના જ કાબુલમાં પહોંચી અને સરકાર તેમજ અમેરિકી સેના પોતાના હથિયાર નાખીને આત્મસમર્પણ કરવા માટે કહ્યુ. પરંતુ જ્યારે અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા તો હથિયારબંધ તાલિબાની કાબુલ પહોંચ્યા અને શહેરમાં કર્ફ્યુ લગાવી દીધો. તાલિબાને પહેલા જ રશિયાના દૂતાવાસ પર સુરક્ષાબળો પર નિયંત્રણ મેળવી લીધુ હતુ જ્યાં લગભગ 100 કર્મચારી છે. અમે 17 ઓગસ્ટે તેમની સાથે મુલાકાત કરીશુ.

ખતમ થઈ રહ્ય છે અમેરિકાનુ વર્ચસ્વ

ખતમ થઈ રહ્ય છે અમેરિકાનુ વર્ચસ્વ

જિરનોવે કહ્યુ કે તાલિબાને વચન આપ્યુ છે કે તે જૂની સમજૂતીઓનુ પાલન કરશે અને રશિયાના રાજનાયિકોને સુરક્ષા આપશે. તાલિબાનના વ્યવહારના ડરથી પશ્ચિમી લોકો હજુ સુધી બહાર આવી શક્યા નથી. કાબુલમાં સ્કૂલો ફરીથી ચાલવા લાગી છે, જે સ્કૂલોમાં છોકરીઓ ભણતી હતી ત્યાં પણ સ્કૂલો ફરીથી ખુલી ગઈ છે. બ્રિટનમાં રશિયાના રાજનાયિકે કહ્યુ કે અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાનુ પાછા જવુ દર્શાવે છે કે તેમનુ ભૂરાજનીતિક વર્ચસ્વ હવે ખતમ થઈ રહ્યુ છે.

તાલિબાનથી સારી સ્થિતિ સ્થાપિત કરવાનુ અભિયાન

તાલિબાનથી સારી સ્થિતિ સ્થાપિત કરવાનુ અભિયાન

દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યુ છે કે વાસ્તવિક સચ્ચાઈ એ છે કે રશિયા અને ચીન વચ્ચે મજબૂત થતા સંબંધો વચ્ચે અમેરિકાના આધિપત્યની સ્થિતિ હવે ઘટી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિશેષ પ્રતિનિધિ જામિર કાબુલોવે કહ્યુ કે તાલિબાન સાથે સારા સંબંધો બનાવવાની રશિયાનુ અભિયાન સારા પરિણામો આપી રહ્યુ છે. છેલ્લા સાત વર્ષોથી અમે તેમની સાથે સારા સંબંધો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. અમને અંદાજો હતો કે અંતમાં તાલિબાન જો પૂરી સત્તામાં પણ ન આવ્યુ તો અફઘાનિસ્તાનના ભવિષ્યમાં મહત્વની ભૂમિકા નિભાવવાનુ છે.

English summary
Kabul is safer under Taliban than Ashraf Ghani says Russia and supports Taliban
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X