For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાનું સૌથી નાપાક શહેર છે કરાંચી: રિપોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કરાંચી, 10 સપ્ટેમ્બર: દુનિયામાં આતંકવાદના એક ગઢના રૂપમાં જાણીતા પાકિસ્તાનના મુખ્ય શહેર કરાંચીને 'દુનિયાનું સૌથી ખતરનાક' શહેર દર્શાવવામાં આવ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાના ઉત્તર પશ્વિમમાં આતંકવાદના કારણે આ સ્થળોના નિવાસી આ શહેરમાં શરણ લઇ રહ્યાં છે. તો બીજી તરફ રોજગારની સમસ્યાના કારણે 2000 થી 2010 દરમિયાન અહીંની વસ્તીમાં 80 ટકાથી વધારે વધારો થયો છે.

મેગેજીન 'ફોરન પોલેસીના રિપોર્ટના અનુસાર કરાંચીમાં હત્યાનો દર 1,00,000 રહેવાસીઓમાં 12.3 ટકા છે. જે દુનિયાના અન્ય કોઇપણ શહેર કરતાં 25 ટકા વધારે છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અહીં આપરાધિક અને તસ્કરી ગેંગ ચલાવનાર લોકોની હાજરી વધતી જાય છે. ગત એક દાયકામાં એક ન્યૂયોર્ક શહેર જેટલી સંખ્યા આ શહેરમાં વસી છે.

karachi

દુનિયામાં આતંકવાદનો ગઢ માનવામાં આવતાં પાકિસ્તાનની સ્થિત પલાયન માટે ખાસ જવાબદાર છે. અત્રે ઉલ્લેખનીય છે પાકિસ્તાનમાં અલ્પસંખ્યક શિયા સમુદાયની સભાઓ અને મસ્જિદો પર સુન્ની સમુદાય દ્વારા સતત હુમલા કરવામાં આવે છે, જેથી દેશનો સામાન્ય નાગરિક અસુરક્ષિત અનુભવે છે. આતંકવાદીઓ ઉપરાંત રાજકીય પક્ષો સાથે જોડાયેલ ગેંગ પણ વસૂલીના રેકેટ ચલાવે છે અને લોકોની જમીન પણ છિનવી લે છે. કરાંચીમાં ગત એક દાયકામાં અચાનક વધતી જતી વસ્તીએ કાનૂન વ્યવસ્થાને નબળી બનાવી દિધી છે.

English summary
According to a media report Karachi is the most dangerous city of the world where 80 percent population has increased in last 10 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X