For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરતારપુર કૉરિડોરઃ પાક પીએમ ઈમરાન ખાને ફરીથી કરી મજબૂત સંબંધોની વાત

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કરતારપુર કૉરિડોરના શિલાન્યાસ પ્રસંગે એક વાર ફરીથી પોતાના વચનનો ઉલ્લેખ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કરતારપુર કૉરિડોરના શિલાન્યાસ પ્રસંગે એક વાર ફરીથી પોતાના વચનનો ઉલ્લેખ કર્યો છે. ઈમરાન ખાને કહ્યુ છે કે ભારત જો દોસ્તી કરવા માટે એક પગલુ આગળ વધશે તો પાકિસ્તાન બે પગલા આગળ વધશે. ઈમરાન કરતારપુર કૉરિડોરના શિલાન્યાસ બાદ બોલી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે જો બંને દેશોની લીડરશીપ ઈચ્છે તો આ મામલાને ઉકેલી શકાય છે. પાક પીએમ ઈમરાને કરતારપુરમાં બુધવારે કૉરિડોરનો પાયો નાખ્યો. આ દરમિયાન ભારતના કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર અને હરદીપ સિંહ પુરી ત્યાં હાજર હતા. આ ઉપરાંત પંજાબમાંથી કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ પણ કાર્યક્રમમાં શામેલ થયા.

આ પણ વાંચોઃ XXX વૉટ્સએપ ગ્રુપમાં જોડાયો મહિલાનો નંબર, વીડિયો-ફોટો જોઈ પહોંચી પોલિસ સ્ટેશનઆ પણ વાંચોઃ XXX વૉટ્સએપ ગ્રુપમાં જોડાયો મહિલાનો નંબર, વીડિયો-ફોટો જોઈ પહોંચી પોલિસ સ્ટેશન

તો આપણે નાબુદ કરી શકીએ ગરીબી

તો આપણે નાબુદ કરી શકીએ ગરીબી

ઈમરાન ખાને કાર્યક્રમ બાદ બોલતા કહ્યુ કે જો ભારત એક પગલુ આગળ વધશે તો પાકિસ્તાન પણ બે પગલા આગળ વધશે. ઈમરાને આ જ વાત તે સમયે કહી હતી જ્યારે જુલાઈમાં ચૂંટણીમાં તેમણે બંપર જીત મેળવી હતી. ઈમરાનની માનીએ તો આપણે સંબંધોને સારા બનાવવા પડશે. જો આપણે પોતાની સીમાઓ ખોલી દઈએ તો બંને દેશોની ગરીબી નાબૂદ કરી શકાય છે. ઈમરાને અહીં ફ્રાંસ અને જર્મનીનું ઉદાહરણ આપ્યુ જેમણે પોતાના મતભેદો ભૂલાવી દીધા અને આજે બંને દેશો પ્રગતિના રસ્તે છે.

ઈમરાને જણાવ્યુ કેવી રીતે ઉકેલાશે કાશ્મીરનો મુદ્દો

ઈમરાને જણાવ્યુ કેવી રીતે ઉકેલાશે કાશ્મીરનો મુદ્દો

ઈમરાને આ સાથે કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો. ઈમરાને કહ્યુ કે દુનિયામાં કોઈ પણ એવો પ્રશ્ન નથી જેનો ઉકેલ ના મળી શકે. માનવી ચંદ્ર સુધી પહોંચી ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે માત્ર કાશ્મીર જ એક મુદ્દો છે. તેમની માનીએ તો આ મુદ્દાને ઉકેલવા માટે બંને તરફ સારા નેતૃત્વની જરૂર છે. ઈમરાને કહ્યુ કે જરા વિચારો જો આપણા બંને દેશોના સંબંધો મજબૂત હોત તો કેટલી સંભાવનાઓ હશે જે ગરીબી નાબુદ કરી શકે છે. ઈમરાને કહ્યુ કે તે ભારત સાથે દોસ્તી ઈચ્છે છે.

શીખોના ચહેરા પર ખુશી જોઈને ખુશ ઈમરાન

શીખોના ચહેરા પર ખુશી જોઈને ખુશ ઈમરાન

પાક પીએમ ઈમરાને કરતારપુર કૉરિડોર ખુલવા પર કહ્યુ કે આજે તેમણે શીખોના ચહેરા પર એ જ ખુશી જોઈ જે એ મુસલમાનોના ચહેરા પર હોય છે જ્યારે તે મદીના જાય છે અને માત્ર ચાર કિલોમીટર દૂર બોર્ડર પર ઉભી રહીને તેને જુએ છે. શીખોના ચહેરા પર પણ તે જ ખુશી જોવા મળી રહી છે. ઈમરાનના જણાવ્યા મુજબ આ કૉરિડોર બાદ શીખોને બોર્ડર પર ઉભા રહીને કરતારપુરના દર્શન કરવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણીઃ મતદાન બાદ કમલનાથે બતાવ્યો હાથનો 'પંજો', શું વધશે મુશ્કેલી?આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણીઃ મતદાન બાદ કમલનાથે બતાવ્યો હાથનો 'પંજો', શું વધશે મુશ્કેલી?

English summary
Kartarpur Corridor: Pakistan Prime Minister Imran Khan again said we want a strong relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X