• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાશ્મીર માટે ઝનુન ધરાવતા આ પાકિસ્તાની શાસકોનો સફાયો થઈ ગયો છે

|

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યાના 20 દિવસ થવાના છે ત્યારે આટલા દિવસોમાં પાકિસ્તાનમાં ઉથલ-પાથલ ઓછી થવાને બદલે વધતી જઈ રહી છે. પ્રધાનમંત્રી ઈમરાનખાને બુધવારે જણાવ્યુ કે, કાશ્મીર, પાકિસ્તાન માટે 'ફસ્ટ લાઈન ઓફ ડિફેન્સ' છે. પાકિસ્તાનના રાજકારણના ઈતિહાસ તરફ એક નજર કરીએ તો તમે જોઈ શકશો કે જે પ્રધાનમંત્રી કે રાષ્ટ્ર અધ્યક્ષે કાશ્મીર મામલાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો, અથવા તેને હદથી વધુ છાવર્યુ તેનું રાજકીય કરિયર સંપૂર્ણ સમાપ્ત થઈ ગયુ છે. ભારતના નિર્ણય બાદ કેટલાક લોકો હાલ પાકિસ્તાનમાં સરકાર ઉથલી જવાના સંકેતો પણ જોઈ રહ્યા છે. આવો જોઈએ આતંકવાદ અથવા યુદ્ધને આધારે કાશ્મીરને હાંસલ કરવાના પ્રયત્ન કરનારા પાકિસ્તાની શાસકોની શું દશા થઈ.

ભુટ્ટોને ફાંસી પર લટકાવાયા

ભુટ્ટોને ફાંસી પર લટકાવાયા

પાકિસ્તાનના પૂર્વ પીએમ જુલ્લફિકાર અલી ભુટ્ટો બે વખત પાકિસ્તાનના પીએમ રહ્યા. પહેલા વર્ષે 1971થી 1973 અને બીજી વાર 1973થી 1977 સુધી. પાકિસ્તાનની પિપલ્સ પાર્ટીની સ્થાપના કરનારા ભુટ્ટોએ વર્ષ 1963માં યુએનમાં પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે ભારતને એટલા ઘા કરાશે કે તેનું લોહી વહેતુ જ રહેશે. આ દરમિયાન તેમને કાશ્મીરમાં 'ઓપરેશન જિબ્રાલ્ટર' લોન્ચ કરવાના જવાબદાર ઠેરવાય છે. જેને કારણે 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયુ હતુ. ત્યાર બાદ તાશકંદ કરાર થયો જે સેનાને જરાય ગમ્યુ નહિં. વર્ષ 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર થયો. 1977માં જનરલ જિયા-ઉલ હકે તેમને બેદખલ કરી દીધા અને દેશમાં ફરીથી મિલેટ્રી શાસન આવી ગયુ. 1978માં તેમને માત્ર એક કતલના આરોપી માની ફાંસીએ ચઢાવી દેવાયા.

પ્લેન ક્રેશમાં માર્યા ગયા જનરલ જિયા

પ્લેન ક્રેશમાં માર્યા ગયા જનરલ જિયા

પાકિસ્તાન આર્મીના પૂર્વ વડા જનરલ જિયા-ઉલ હકે કાશ્મીર પર ભુટ્ટોના વિચારોને આગળ વધાર્યા. 1978માં હકે પાકિસ્તાનના શાસક તરીકેની કમાન પોતાના હાથમાં લીધી. 71ના યુદ્ધ બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશના ભાગલા પડી ગયા હતા. જિયા ઉલ હકે ભુટ્ટોની 'બ્લીડ ઈન્ડિયા વિથ થાઉઝ્નડ કટ્સ'ની નીતિને આગળ વધારી. કાશ્મીરમાં આતંકવાદ અને ઘુસણખોરીને વધારવામાં આવી. કાશ્મીર દ્વારા ભારતનું લોહી વહેવાનું સપનું જોનારા જનરલ જિયા 17 ઓગસ્ટ 1988ના રોજ પ્લેન ક્રેશમાં માર્યા ગયા.

કાશ્મીરને પાકિસ્તાન સાથે ભેળવનાર બેનઝીરની હત્યા

કાશ્મીરને પાકિસ્તાન સાથે ભેળવનાર બેનઝીરની હત્યા

જુલ્ફીકાર અલી ભુટ્ટોની દિકરી બેનઝીર પાકિસ્તાનની પહેલી પીએમ હતી. તેણે હંમેશા પાકિસ્તાનની જનતાને જણાવ્યુ કે કાશ્મીર પાકિસ્તાનો ભાગ છે અને તેને પાકિસ્તાનમાં ભેળવીને જ ઝંપીશું. જો કે ડિસેમ્બર 2007માં બેનઝીરની એક રેલી દરમિયાન હત્યા કરી દેવામાં આવી. ફેબ્રુઆરી 2018માં બેનઝીરના પતિ અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂકેલા આસિફ અલી જરદારીએ કહ્યુ હતુ કે જે સમયે રાજીવ ગાંધી ભારતના અને બેનજીર પાકના પીએમ હતા, તે સમયે કાશ્મીર મુદ્દો ઉકેલાવાની સ્થિતિએ પહોંચી ગયો હતો. જરદારીએ કહ્યુ હતુ કે બેનઝીર અને રાજીવની વર્ષ 1990માં ફોન પર વાત થઈ હતી. આ ફોન કૉલમાં બેનઝીરે રાજીવને કહ્યુ હતુ કે પાછલા 10 વર્ષમાં પાકિસ્તાનથી આ મામલે કોઈએ વાત કરી નથી.

કારગીરના જવાબદાર મુશર્રફ

કારગીરના જવાબદાર મુશર્રફ

પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ અને તાનાશાહ પરવેઝ મુશર્રફ કાશ્મીર માટે એટલા બેચેન હતા કે તેમણે 1999માં કારગીલ યુદ્ધની રૂપરેખા તૈયાર કરી દીધી હતી. આજે મુશર્રફ ચાહીને પણ પોતાના દેશ પરત આવી શકતા નથી. દેશદ્રોહના આરોપમાં તેઓ 2008થી ભાગી લંડન જતા રહ્યા ને પછી ત્યાંજ રહેવા મજબૂર થયા. વર્ષ 2013માં પાકિસ્તાનમાં જનરલ ઈલેક્શન સમયે મુશર્રફ સત્તામાં પાછા ફરવાના ઈરાદે દેશમાં પાછા ફર્યા પણ તેમનું રાજકીય કરિયર ખતમ થઈ ગયુ હતુ. માર્ચ 2016માં મુશર્રફ જીવ બચાવી દુબઈ ભાગી ગયા અને સજાના ડરે દેશમાં પાછા આવવા ઈચ્છતા નથી.

નવાજ શરીફ જેલમાં

નવાજ શરીફ જેલમાં

પાકિસ્તાન મુસ્લિમ લીગના વડા નવાજ શરીફ ત્રણ વાર પાકિસ્તાનના પીએમ રહ્યા. જો કે આજે ભ્રષ્ટાચારના આરોપો હેઠળ તેઓ જેલમાં છે. તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે અને વિશેષજ્ઞોનું માનવું છે કે ધીમે ધીમે તેમનો વોટબેંક પણ ખતમ થતો જઈ રહ્યો છે. નવાજ શરીફ પહેલી વાર 1993માં અને ફરી ફેબ્રુઆરી 1997માં પીએમ બન્યા. ત્યાર બાદ 1999માં પીએમ બન્યા પણ 12 ઓક્ટોબર 1999ના રોજ તત્કાળ સેના પ્રમુખ જનરલ મુશર્રફે તખતો પલટાવી દીધો અને દેશમાં ઈમરજન્સી લાગુ કરી. મુશર્રફે નવાજને પાકિસ્તાનની સત્તામાંથી બહાર ધકેલી દીધા. મુશર્રફ માને છે કે નવાજની નબળી નીતિઓને કારણે જ કારગીલ યુદ્ધમાં પાકિસ્તાને ભારત સામે હારવું પડ્યુ. નવાજે ભારતના પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શાંતિ પ્રયાસોનું સ્વાગત કર્યુ હતુ. જે સેનાને ગમ્યુ ન્હોતુ. આ રીતે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ વર્ષ 2014માં કાશ્મીરને પાકિસ્તાનની દુઃખતી નસ જાહેર કરી હતી. જરદારીનું રાજનૈતિક કરિયર 2013થી જ ડગવા મંડ્યુ હતુ. હાલ નવાઝ શરીફની જેમ તેઓ પણ જેલમાં છે.

હવે ઈમરાન ખાનનો વારો

હવે ઈમરાન ખાનનો વારો

ઈમરાને હાલમાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ 3 વર્ષ સુધી વધારી દીધો છે. 59 વર્ષના જનરલ બાજવા આ વર્ષે નવેમ્બરમાં રિટાયર્ડ થવાના હતા. જો કે હવે તેઓ 2022માં રિટાયર્ડ થશે. આ બીજી વાર થયુ છે કે જ્યારે કોઈ પાકિસ્તાની આર્મી ચીફનો કાર્યકાળ વધારવામાં આવ્યો હોય. જનરલ બાજવા પહેલા પાકિસ્તાન રિટાયર્ડ જનરલ અશફાક પરવેઝ કિયાનીનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં તણાવભર્યા વાતાવરણ વચ્ચે બાજવાનો કાર્યકાળ વધારાયાના સંકેત છે. જો કે ઈમરાનનો રાજકીય પ્રવાસ ખતમ થઈ શકે છે. બને કે સેના એકવાર ફરી સત્તામાં આવી જાય. વિશેષજ્ઞોનું માનવું છે કે પાકિસ્તાન મિલિટ્રી પીએમ ઈમરાનથી ઘણા નારાજ છે અને સેનાએ માનવું પડી રહ્યુ છે કે કાશ્મીર હવે પાકિસ્તાનના હાથમાંથી નીકળી ગયુ છે.

પાકિસ્તાનમાં 2%થી પણ ઓછા બચેલ હિંદુઓનો આક્રોશ ઓછો કરવા શિવ મંદિર જશે ઈમરાન

English summary
Kashmir has finished political career of many Pakistani PMs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more