For Quick Alerts
For Daily Alerts
બિલ્લીઓ અંગે થયો ચોંકાવનારો ખુલાસો
વોશિંગ્ટન, 30 જાન્યુઆરીઃ આપણે અનેક ફિલ્મોમાં કે પછી અનેક વૈભવી ઘરોમાં પાળતું બિલાડીઓ જોવા મળે છે કે, પછી આપણી આસપાસ માસૂમ ચહેરા સાથે ફરતી જોવા મળે છે, પરંતુ આ માસૂમ છબીથી તમે સાવધાન થઇ જાઓ, કારણ કે તેના અંગે એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસામાં જાણવા મળ્યું છે કે, માસૂમ દેખાતી બિલ્લીઓ જન્મજાત જ હત્યારી હોય છે.
તાજેતરમાં અમેરિકામાં બિલ્લીઓ પર આ સંશોધન કરવામાં આવ્યું છે. સ્મિથસોનિયન સંરક્ષણ જીવવિજ્ઞાન સંસ્થાન અને અમેરિકન મત્સ્યન અને વન્યજીવન સેવાના શોધાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, મોટી સંખ્યામાં પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓના મોત માટે વધારે પ્રમાણમાં બિલ્લીઓ જવાબદાર છે. બિલ્લીઓ દ્વારા 3.7 બિલિયન પક્ષીઓ અને 20.7 બિલિયન સસ્તન પ્રાણીઓને માત્ર યુએસમાં જ મારવામાં આવ્યા છે.
ઓનલાઇન જનરલ નેચર કોમ્યુનિકેશન પર આવેલા આ શોધમાં જણાવવામાં આવ્યું છે કે પહેલા જેટલું માનવામાં આવતું હતું તેની તુલનામાં બિલ્લીઓ ઘણી વધું સંખ્યામાં બીજા વન્યજીવોની હત્યાને અંજામ આપે છે. માનવ વસ્તીમાં મોટાભાગે પક્ષીઓ અને બીજા સસ્તન પ્રાણીઓની હત્યામાં સૌથી મોટો હાથ બિલ્લીઓનો હોય છે.