For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગળે મળ્યા બે કોરિયાઈ નેતાઃ જાણો આ વખતે શું ઈચ્છે છે કિમ અને મૂન

સિંગાપોર સમિટ બાદ હવે કોરિયાઈ દ્વીપકલ્પમાં ઘણુ બધુ બદલાઈ ગયુ છે. ત્રણ દિવસના પ્રવાસ માટે પ્યોંગયાંગ એરપોર્ટ પહોંચતા જ કિમે સાઉથ કોરિયાઈ રાષ્ટ્રપતિને ગળે લગાવ્યા.

|
Google Oneindia Gujarati News

સિંગાપોર સમિટ બાદ હવે કોરિયાઈ દ્વીપકલ્પમાં ઘણુ બધુ બદલાઈ ગયુ છે. ઉત્તર કોરિયાઈ સુપ્રિમ લીડર કિમ જોંગ ઉનના તેવર હવે પહેલા જેવા નથી રહ્યા જ્યારે તે વાત વાત પર મિસાઈલ છોડવાની ધમકી આપતા હતા. ઉત્તર કોરિયા માટે મંગળવારનો દિવસ ઘણો ઐતિહાસિક સાબિત થયો જ્યારે દાયકા બાદ કોઈ સાઉથ કોરિયાઈ રાષ્ટ્રપતિએ કિમ જોંગ ઉનના દેશમાં પગ મૂક્યો હોય. સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન-જે-ઈન પોતાની પત્ની કિમ જોંગ-સૂક સાથે પ્યોંગયાંગના એરપોર્ટ પર પહોંચ્યા તો તેમનું વેલકમ કરવા માટે કિમ જોંગ ઉન અને તેમની પત્ની રી સોલ-જૂ હજારો નોર્થ કોરિયાઈ લોકો સાથે ઉભા હતા. ત્રણ દિવસના પ્રવાસ માટે પ્યોંગયાંગ એરપોર્ટ પહોંચતા જ કિમે સાઉથ કોરિયાઈ રાષ્ટ્રપતિને ગળે લગાવ્યા.

શું છે એજન્ડામાં?

શું છે એજન્ડામાં?

નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિઓ વચ્ચે આ વર્ષે યોજાનાર આ ત્રીજી મીટિંગ છે. બંને નેતાઓ વચ્ચે કોરિયાઈ દ્વીપકલ્પમાં ન્યૂક્લિયર ખતરાને ખતમ કરવા માટે પ્રેક્ટિકલ પગલાં પર વાત થશે. સાઉથ કોરિયા પોતાના એજન્ડામાં ઈન્ટર-કોરિયન કો ઓપરેશન અને દોસ્તીને આગળ વધારવા પર જોર રહેશે. આ ઉપરાંત સાઉથ કોરિયા વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે પરમાણુ મુક્ત મુદ્દે એક મધ્યસ્થી રૂપે પોતાના કામને આગળ વધારવા ઈચ્છશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે બંને દેશો આગળ સહયોગ માટે પગલા લેશે. આ દ્વિપક્ષીય વાતચીતમાં આર્થિક સંબંધોને વિકસિત કરવા એક મુખ્ય વિષય હોવાની અપેક્ષા છે પરંતુ ડીએમજે (ડિમિલિટ્રિલાઈઝ ઝોન) પર બંને તરફથી સેનાની ઉપસ્થિતિને પણ ઘટાડવા માટે ઠોસ વિચાર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ‘પૂર્વ ભારતનો ગેટવે બનશે કાશી, ‘પર્યટનથી પરિવર્તન' અભિયાન ચાલુ છે': મોદીઆ પણ વાંચોઃ ‘પૂર્વ ભારતનો ગેટવે બનશે કાશી, ‘પર્યટનથી પરિવર્તન' અભિયાન ચાલુ છે': મોદી

દ્વિપક્ષીય વેપાર પર રહેશે ફોકસ

દ્વિપક્ષીય વેપાર પર રહેશે ફોકસ

આ મીટિંગમા બંને દેશો વચ્ચે વેપાર અંગે મહત્વપૂર્ણ વાતચીત થવાની છે. રાષ્ટ્રપતિ મૂન સાથે સાઉથ કોરિયાની ઘણી મોટી કંપનીઓના એક્ઝીક્યુટર્સ પણ નોર્થ કોરિયા પહોંચ્યા છે. જેમાં સેમસંગ અને એલજીથી લઈને કાર કંપની હ્યુડાંઈ સુધી શામેલ છે. વળી, સાઉથ કોરિયાએ નોર્થ કોરિયાના હજારો વર્કર્સને પોતાના દેશમાં રોજગાર આપવાની વાત પણ કહી છે. વળી સિયોલ તરફથી બંને દેશોની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પર પણ ફોકસ રહેશે.

પોતાના ઉપર લાગેલા પ્રતિબંધોને ખતમ કરવા ઈચ્છશે નોર્થ કોરિયા

પોતાના ઉપર લાગેલા પ્રતિબંધોને ખતમ કરવા ઈચ્છશે નોર્થ કોરિયા

નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે સાઉથ કોરિયા એક મીડિએટરની ભૂમિકામાં છે. આ વર્ષે અમેરિકા-નોર્થ કોરિયા-સાઉથ કોરિયા વચ્ચે ઘણી વાર સફળ વાતચીત થઈ ચૂકી છે. હાલમાં કિમ જોંગ ઉનનો દેશ આકરા વૈશ્વિક પ્રતિબંધો ઝેલી રહ્યો છે. આ વાતચીત બાદ નોર્થ અને સાઉથ વચ્ચે કોઈ પણ પ્રકારનું નવુ ઈકોનોમિક કો ઓપરેશન થાય તો તે નોર્થ કોરિયા માટે ફાયદાકારક સાબિત થશે. આ વાતચીત બાદ નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે પણ મીટિંગ થવાની છે. અમેરિકા ઈચ્છે છે કે નોર્થ કોરિયા પહેલા પરમાણુ મુક્ત થાય ત્યારબાદ જ પ્રતિબંધોને ખતમ કરવા પર વિચાર કરવામાં આવી શકશે. વળી, નોર્થ કોરિયા તરફથી પણ ધીમે ધીમે પણ પોતાને ખતરનાક હથિયારોની દોડમાંથી ખતમ કરવાથી લઈ પરમાણુ મુક્ત થવા માટે પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.

English summary
Kim Jong Un hugs Moon Jae In, South Korea wants nuclear negotiations to North Korea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X