પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાદવને મોટી રાહત, સજાની સમીક્ષાના બિલને મંજૂરી મળી
નવી દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાદવને પાકિસ્તાનની સંસદીય પેનલે મોટી રાહત આપી છે. ગુરુવારે પાકિસ્તાન સંસદીય પેનલે સૈન્ય અદાલત દ્વારા કુલભૂષણ જાદવને આપવામાં આવેલી મોતની સજાની સમીક્ષા માટે સરકારના બિલને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્દેશો મુજબ જાદવની સજા પર સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી જેને સંસદીય પેનલે પોતાની મંજૂરી આપી દીધી છે. આ દરમ્યાન વિપક્ષે આ બિલનો ભારે વિરોધ કર્યો.
જણાવી દઈએ કે બારતીય નૌસેનાથી રિટાયર થયેલા 50 વર્ષીય કુલભૂષણ જાદવને જાસૂસીના અને આતંકવાદમાં સામેલ હોવાના આરોપમાં પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે વર્ષ 2017માં તેમને મોતની સજા સંભળાવી હતી. આ ફેસલાની સુનાવણી આપતાં ભારત સરકારે વર્ષ 2017માં જ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વલણ અપનાવ્યું હતું. આ મામલે ફેસલો સંભળાવતાં આંતરરાષ્ટ્રીય અદાલતે જુલાઈ, 2019માં પાકિસ્તાન સરકારને કહ્યું હતું કે તેઓ કુલભૂષણ જાદવને દોષી ઠેરવવા અને સજા આપવાના ફેસલાની પ્રભાવી સમીક્ષા અને પુનર્વિચાર કરે.
આંતરરાષ્ટ્રીય ન્યાયાલય કોર્ટના ફેસલા બાદ આજે પાકિસ્તાન સંસદીય પેનલે જાદવની સજાની સમીક્ષાના બિલને મંજૂરી આપી દીધી છે. આ દરમ્યાન સમિતિની દલિલમાં પાકિસ્તાનની ન્યાય અને વિધિ મંત્રી ફરોગ નસીમે કહ્યું કે જો પાકિસ્તાનની સંસદ આ બિલને મંજૂરી નહિ આપે તો દેશને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના આદેશોના ઉલ્લંઘન કરવા સંબંધિત પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. જ્યારે સમિતિમાં ભાગ લેનાર વિપક્ષી જમીયત ઉલેમા-એ-ઈસ્લામ, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજના સભ્યોએ અધ્યક્ષ રિયાજ ફત્યાનાને અનુરોધ કર્યો કે તેઓ આ બિલને ફગાવી દે.
પાકિસ્તાનમાં બીજીવાર લૉકડાઉનની તૈયારી, સ્વાસ્થ્ય વિભાગ બોલ્યું- હવે તો રોજી રોટીનું પણ સંકટ