કૂલભૂષણ જાધવનો નવો વીડિયો, ભારત પર ભડક્યો જાધવ

Posted By:
Subscribe to Oneindia News

જાસૂસીના આરોપમાં પાકિસ્તાન જેલમાં બંધ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કૂલભૂષણ જાધવનો વધુ એક વીડિયો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જાહેર કર્યો છે. ગુરુવારે જાહેર કરેલા આ વીડિયોમાં કૂલભૂષણ જાધવે ભારતીય અધિકારીઓ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જાધવે વીડિયો કહ્યું છે કે ભારતીય અધિકારીઓએ તેની માતા અને પરિવાર સાથે અયોગ્ય વર્તન કર્યું છે. ગત વર્ષે 25 ડિસેમ્બરના રોજ જાધવની માતા અને તેની પત્ની તેને મળવા માટે પાકિસ્તાન ગયા હતા. ત્યારે પાકિસ્તાની અધિકારીઓએ તેમની સાથે કરેલા વર્તનને લઇને ભારતે પાક. વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. જો કે તે પછી આ વીડિયોમાં જાધવ ભારતીય અધિકારીઓએ તેના પરિવાર સાથે અયોગ્ય વર્તન કર્યું છે તેમ જણાવ્યું છે. વીડિયોમાં જાધવે પાકિસ્તાનના વ્યવહારને લઇને આભાર વ્યક્ત કર્યો છે. જાધવે કહ્યું કે જ્યારે તેની માતા અને પત્ની ઇસ્લામાબાદ આવ્યા ત્યારે તે ખૂબ જ ડરેલા હતા. અને કદાચ તેમને વિમાનમાં જ ડરાવવામાં આવ્યા હતા.

jadhav

જાધવે વીડિયોમાં જણાવ્યું કે તેમની મુલાકાત પછી ભારતીય અધિકારી તેમની માતા અને પત્ની પર ચિલ્લાઇ રહ્યો હતો. તેમણે તેની માતાને જણાવ્યું કે પાકિસ્તાનમાં મને કોઇને હાથ પણ નથી લગાડ્યો. અને પોતાના માતાના સ્વસ્થતાને જોઇને તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી. વીડિયોમાં જાધવે કહ્યું કે તે ભારતીય નૌસેનાનો અધિકારી છે. તેણે કહ્યું કે ભારત માટે હું ગુપ્તચર તરીકે કામગીરી કરી રહ્યો હતો તે વાત ભારત જુઠ્ઠં બોલે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં મને કોઇ પણ ટોર્ચર નથી કર્યો અને ભારતીય અધિકારીઓ આવી વાતો ફેલાવાનું છોડી દે.

નોંધનીય છે કે 25 ડિસેમ્બરે જ્યારે કૂલભૂષણ જાધવની માતા અને પત્ની તેને મળવા પાકિસ્તાન પહોંચ્યા જેલમાં પહોંચ્યા હતા. ત્યારે ભારતીય ઉચ્ચઆયોગના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. જાધવને મળતા પહેલા પાકિસ્તાની અધિકારીઓએ જાધવની માં અને તેની પત્નીની બંગળી, ચાંદલો, ચંપલ પણ ઉતાર્યા હતા. એટલું જ નહીં કાચની દિવાલની વચ્ચે રાખીને તે લોકોની મુલાકાત કરાવી હતી. પાકિસ્તાની અદાલતે જાધવને જાસૂસીના આરોપમાં મોતની સજા સંભળાવી છે. અને હાલ આ મામલો આંતરાષ્ટ્રીય અદાલતમાં છે.

English summary
Kulbhushan Jadhav in new video by Pakistan says I said dont worry to Mummy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.